દેશભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી, પીએમ સહિત અનેક હસ્તીઓ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા
નવા વર્ષનું આગમન થઇ ગયું છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો નવા વર્ષનું જોરશોરથી સ્વાગત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આજે સવારે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘બધાને 2024ની શુભકામનાઓ. આ વર્ષ દરેક માટે સમૃદ્ધિ, શાંતિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લઈને આવે.’પીએમ મોદી ઉપરાંત દેશના ઘણા નેતાઓ અને સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર લોકોને અભિનંદન પાઠવ્યા છે.
Wishing everyone a splendid 2024! May this year bring forth prosperity, peace and wonderful health for all.
— Narendra Modi (@narendramodi) January 1, 2024
પીએમ મોદી ઉપરાંત દેશના ઘણા નેતાઓ અને સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર લોકોને અભિનંદન પાઠવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા, ફિલ્મ સેલિબ્રિટીઝ અને અન્ય ઘણા મહાનુભાવોએ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે.