ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs SA Test: ભારત માટે કેપ ટાઉનમાં ઐતિહાસિક વિજય હાથવેંતમાં

કેપ ટાઉન : ભારતીય ક્રિકેટરો સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યા અને આ વખતે જીતવાની તક પણ તેમણે ગુમાવી છે, પરંતુ કેપ ટાઉનમાં કદી ટેસ્ટ-મૅચ ન જીતી શકવાનું મહેણું ભારતીય ટીમ આ વખતે ભાંગશે એ સમય બહુ દૂર નથી લાગતો, કારણકે શ્રેણીની બીજી તથા આખરી ટેસ્ટમાં બીજા દિવસે ભારતને જીતવા માટે 79 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમ સિરીઝ 1-1થી લેવલ કરી શકશે.

બુધવારના પ્રથમ દિવસે યજમાન ટીમનો ફક્ત પંચાવન રનમાં વીંટો વળી ગયો ત્યારે લાગતું હતું કે રોહિત શર્માની ટીમ એક દાવથી જીતી શકે એમ છે, પરંતુ ભારતીયો એ પહેલા દાવમાં ‘શરૂઆતમાં શૂરા’ લાગ્યા હતા, પણ ચોથી વિકેટથી સાવ નબળા સાબિત થયા હતા. એટલી હદે નબળા કે 153 રનના સ્કોર પર આપણી ટીમે ઉપરાઉપરી છ વિકેટ ગુમાવી હતી અને નવો અનિચ્છનીય વિશ્ર્વવિક્રમ રચી નાખ્યો હતો.


ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 98 રનની બહુમૂલ્ય સરસાઈ લીધી અને બીજા દાવમાં પણ સાઉથ આફ્રિકાની ટીમે ધબડકો જોવો પડ્યો અને આખી ટીમ 176 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. 103 બૉલમાં બે સિક્સર અને સત્તર ફોરની મદદથી 106 રન બનાવનાર ઓપનર એઇડન માર્કરમ જો મોટી ઇનિંગ્સ ન રમ્યો હોત તો ભારતે એક દાવથી જ વિજય મેળવી લીધો હોત. પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે છ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો તો બીજા દાવમાં એ ભૂમિકા જસપ્રીત બુમરાહે ભજવી હતી. તેણે 13.5 ઓવરમાં 61 રનમાં છ વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારને બે તથા સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને એક-એક વિકેટ મળી હતી.


162 રને માર્કરમે અને એ જ સ્કોર પર કૅગિસો રબાડાએ વિકેટ ગુમાવી ત્યાર પછી નાન્ડ્રે બર્ગર (6 અણનમ) અને લુન્ગી ઍન્ગિડી (8 રન)ની જોડીએ ભારતીય બોલરોનો પ્રતિકાર કર્યો હતો, પરંતુ પાંચેક ઓવર સુધી બન્નેએ સ્કોરને આગળ ધપાવવા મથામણ કર્યા બાદ યજમાન ટીમની 37મી ઓવરમાં બુમરાહ ફરી ત્રાટક્યો હતો અને થર્ડ સ્લિપમાં ઍન્ગિડીને કૅચઆઉટ કરાવી દીધો હતો. વિકેટકીપર કેએલ રાહુલે પ્રથમ દાવમાં બે કૅચ પકડ્યા બાદ બીજા દાવમાં ત્રણ કૅચ ઝીલ્યા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker