ટોપ ન્યૂઝ

નેપાળમાં ભારતીય બસ નદીમાં ખાબકી: 14 પ્રવાસીના મોત…

નવી દિલ્હી : નેપાળમાં એક મોટી બસ દુર્ઘટના(Nepal Bus Accident)સર્જાઇ છે. જેમાં 40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં પડી હતી. હાલ બચાવ કાર્ય ચાલુ છે. જેમાં અનેક લોકો માર્યા જવાની આશંકા છે. નેપાળ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 40 લોકોને લઈને જતી એક ભારતીય પેસેન્જર બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગદી નદીમાં પડી હતી. તનાહુનના ડીએસપી દીપકુમાર રાયાએ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ પાસિંગની બસ નદીમાં પડી હતી. આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.

14 લોકોના મૃતદેહ મળી આવ્યા

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા કુમાર નેઉપાએ પુષ્ટિ કરી હતી કે, બસ દુર્ઘટના સ્થળેથી 14 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે 16 લોકોને બચાવી લેવાયા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગી છે.

અનેક લોકો ગુમ કેટલાકને બચાવી લેવાયા

આ અકસ્માત અંગે અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જ્યારે બસમાં 40 લોકો હતા જેમાંથી કેટલાકને બચાવી લેવાયા છે. પરંતુ હજુ પણ ઘણા લોકો ગુમ છે. નેપાળ પોલીસે જણાવ્યું છે કે આ દુર્ઘટના તનાહુન જિલ્લામાં થઈ હતી. આ બસ ઉત્તર પ્રદેશની છે. પરંતુ બસમાં મુસાફરી કરી રહેલા લોકો ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાંથી નેપાળ ગયા હતા તેની માહિતી હજુ સુધી મળી નથી.

તમામ જિલ્લામાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે

આ અંગે ઉત્તર પ્રદેશના રાહત કમિશનરે કહ્યું કે નેપાળમાં બનેલી ઘટનાના સંબંધમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકો ક્યાંના હતા તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તમામ જિલ્લામાં સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button