ટોપ ન્યૂઝમનોરંજન

Box Office: ‘પુષ્પા 2’ એ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ વાઈડ આટલા કરોડનું કલેક્શન કર્યું

મુંબઈ: અલ્લુ અર્જુન સ્ટારર સુકુમાર દ્વારા નિર્દેશિત તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ બોક્સ ઓફિસ (Pushpa 2 Box office collection) પર ધૂમ મચાવી રહી છે. હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મ માત્ર ભારત જ નહીં દુનિયાભરના દર્શકોને પસંદ પડી રહી છે. ગુરુવારે ‘પુષ્પા 2’ એ રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી હતી, ત્યાર બાદ કામણી થોડી ઓછી થઇ હતી, જોકે ત્રીજા દિવસે ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો હતો. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ‘પુષ્પા 2’ એ 3 દિવસમાં 500 કરોડ રૂપિયાથી વધુનંh વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

‘પુષ્પા 2: ધ રૂલ’ ની પ્રોડક્શન કંપની Mythri Movie Makers એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા કહ્યું કે ‘પુષ્પા 2’ એ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. જ્યારે ભારતમાં ફિલ્મે આ 3 દિવસમાં 383.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

દરેક ભાષામાં તગડી કમાણી:
SACNLના રિપોર્ટ અનુસાર, ‘પુષ્પા 2: ધ રૂલ’ એ શનિવારે ભારતમાં તમામ ભાષાઓમાંથી 115 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેલુગુમાં ફિલ્મે 31.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે હિન્દીમાં ફિલ્મે 73.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે તમિલ વર્ઝનમાંથી 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કન્નડ વર્ઝનમાં ફિલ્મે માત્ર 80 લાખ રૂપિયાની કમાણી કરી હતી. મલયાલમ ભાષામાં રૂ. 1.7 કરોડની કમાણી કરી.

આ પણ વાંચો…દેસી લૂકમાં આ રીતે છવાઈ બચ્ચન પરિવારની સદસ્ય, Aishwarya Rai-Bachchan ને આપી ટક્કર…

‘પુષ્પા 2: ધ રૂલ’ એ ત્રણ દિવસમાં ભારતમાં કુલ રૂ. 383.7 કરોડનું કલેક્શન કર્યું છે. તેલુગુ વર્ઝનએ અત્યાર સુધીમાં 151.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં મેકર્સે ફિલ્મના હિન્દી વર્ઝનથી 200.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button