મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ બિલ્ડિંગ માટે જમીન સોંપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ (bombay high court)ની નવી ઈમારતના નિર્માણ માટેનો ૯.૬૪ એકર જમીનનો એક પ્લોટ સપ્ટેમ્બરના અંત સુધીમાં સોંપવા માટે જણાવ્યું હતું.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સત્તાવાળાઓએ આખી જમીનને સોંપવા માટે વર્ષના અંત સુધી રાહ જોવાની જરૂર નથી અને તે જેમ ઉપલબ્ધ થાય તેમ નાના વિસ્તારો આપી શકે છે.
સર્વોચ્ચ અદાલત તેના સુઓ મોટો (પોતાના) અધિકારક્ષેત્ર હેઠળ બોમ્બે બાર એસોસિએશનના પ્રમુખ નીતિન ઠક્કર અને અન્ય બાર નેતાઓની ૨૯ એપ્રિલના હાલની ઇમારત ૧૫૦ વર્ષ જૂની હોવાથી બોમ્બે ખાતેની હાઈકોર્ટ માટે નવા મકાનની તાત્કાલિક જરૂરિયાત માટેની અરજીને ધ્યાનમાં લીધા પછી કેસની સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટને અગાઉ જણાવવામાં આવ્યું હતું કે હાઈકોર્ટે મુંબઈમાં બાંદ્રા ઈસ્ટ ખાતેની જમીન માટે મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે પરંતુ જમીનનો અમુક હિસ્સો સરકારી હાઉસિંગ કોલોનીઓ દ્વારા કબ્જે કરવામાં આવી રહ્યો છે.
શુક્રવારે, મહારાષ્ટ્રના એડવોકેટ જનરલે, તે એક સંકલિત વિકાસનો ભાગ છે અને હાલમાં આદર્શ આચારસંહિતા અમલમાં હતી,એમ કહીને ખાતરી આપી હતી કે સત્તાવાળાઓ હાઈકોર્ટ માટે નવી ઇમારતના બાંધકામ માટે ડિસેમ્બરની સમયમર્યાદાનું પાલન કરશે.
આની સામે કોર્ટે કહ્યું,આયોજન માટે તમારે આદર્શ આચારસંહિતાના અમલની જરૂર નથી. ચૂંટણી પંચ તમને મુક્તિ આપશે. તમે સપ્ટેમ્બર સુધીમાં ૯.૬૪ એકર જમીન સોપો.
જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ જે બી પારડીવાલાની બનેલી બેંચને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે હાઈકોર્ટનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે અને તે કામ ટૂંક સમયમાં શરૂ થશે અને હાઈકોર્ટ માટે વૈકલ્પિક જગ્યાના સંપાદનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ મામલે આગામી સુનાવણી ૧૫મી જુલાઈએ થશે.