Bomb Threat: બેંગલુરુની ત્રણ હોટલને બોમ્બની ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે | મુંબઈ સમાચાર

Bomb Threat: બેંગલુરુની ત્રણ હોટલને બોમ્બની ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે

બેંગલુરુ: છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અલગ અલગ શહેરોમાં શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી(Bomb blast threat) ભર્યા ઈમેલ મળ્યા છે. એવામાં આજે કર્ણાટકની રાજધાની બેંગલુરુ(Bengaluru)ની ત્રણ હોટેલમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ધ ઓટેરા સહિત શહેરની ત્રણ જાણીતી હોટલોને બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે, બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો ગુજરાતની મહિલાને યુએસમાં 30 વર્ષની જેલ થઈ શકે છે, છેતરપિંડીના ગંભીર આરોપ

હજુ એક દિવસ પહેલા જ દિલ્હી સ્થિત ગૃહ મંત્રાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, તપાસ બાદ આ ધમકી પોકળ હોવાનું સાબિત થયું હતું.

અગાઉ દિલ્હી-એનસીઆર, નોઇડા, જયપુર, અમદાવાદ અને બેંગલુરુની શાળાઓમાં બોમ્બની ધમકીના ઈમેલ મોકલવામાં આવ્યા હતા, જેનાથી ગભરાટ ફેલાયો હતો. આ તમામ ધમકીઓ પોકળ હોવાનું સાબિત થયું હતું.

દિલ્હી હાઈકોર્ટે આ ઘટનાઓ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો. તેના જવાબમાં, દિલ્હી પોલીસે 17 મેના રોજ એક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે સમગ્ર શહેરમાં પાંચ બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને 18 બોમ્બ ડિટેક્શન ટીમ તૈનાત કરવામાં આવી છે.

સંબંધિત લેખો

Back to top button