આમચી મુંબઈટોપ ન્યૂઝ

11 જગ્યાએ બોમ્બ મૂક્યાની ધમકીથી મુંબઈ પોલીસ એક્શનમાં, પણ

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કચેરી સહિત અન્ય જગ્યાએ બોમ્બ રાખવાની ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ‘ખિલાફત ઈન્ડિયા’ના નામે મળેલા ઈમેલ પછી મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે, પરંતુ તપાસ કર્યા પછી કંઈ સંદીગ્ધ નહીં મળતા પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

આરબીઆઈની ઓફિસમાં બોમ્બ મૂકવાના ઈમેલને કારણે પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું છે, જેમાં આરબીઆઈ સહિત અન્ય બેંકોમાં બોમ્બ મૂકવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, ધમકી આપનારાએ મુંબઈમાં કુલ અગિયાર જગ્યાએ બોમ્બ મૂકવાની ધમકી આપી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આરબીઆઈની ઓફિસને ધમકીભર્યો એક ઈમેલ મળ્યો હતો, જેમાં આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ રાખવામાં આવ્યો છે.

ઈમેલ મારફત આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણના રાજીનામાની માગણી કરી છે. મુંબઈમાં અગિયાર જગ્યાએ બોમ્બ મૂક્યા હોવાની ધમકી આપવામાં આવી હતી, જ્યારે એનો વિસ્ફોટ બપોરે દોઢ વાગ્યે થવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ એવું કંઈ થયું નહોતું. આ ઈમેલ સવારે 10.50 વાગ્યાના સુમારે મળ્યો હતો, જ્યારે ઈમેલ આઈડી (khilafat.india@gmail.com) હતું.

ઈમેલ મોકલનારાએ દક્ષિણ મુંબઈસ્થિત ફોર્ટમાં આવેલી આરબીઆઈની નવી સેન્ટ્રલ ઓફિસની બિલ્ડિંગ, ચર્ચગેટ ખાતેનું એચડીએફસી હાઉસ તેમ જ બીકેસી ખાતેની આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સનો લોકેશન આપ્યું હતું.

પોલીસ પ્રશાસન દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. આ સંદર્ભે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button