ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીની સ્કૂલોને બૉમ્બ બ્લાસ્ટની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી: આ છે કારણ

નવી દિલ્હીઃ દેશમાં એરપોર્ટ્સ, ફ્લાઈટ્સથી માંડી સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકી આપવામાં આવે છે. આવી જ ધમકી દિલ્હીની સ્કૂલોને મળી હતી અને સ્કૂલો બંધ કરવાની, વિદ્યાર્થીઓને પાછા ઘરે મોકલવાની ફરજ સંચાલકોને પડી હતી ત્યારે આ મામલે એક નવો જ ખુલાસો થયો છે, જે ચોંકાવનારો છે.

બોમ્બની ધમકીઓ મેળવનાર શાળાઓમાંની એક વેંકટેશ્વરા ગ્લોબલ સ્કૂલ હતી, જેને 28 નવેમ્બરે રોહિણી પ્રશાંત વિહાર PVR મલ્ટીપ્લેક્સમાં રહસ્યમય વિસ્ફોટના એક દિવસ બાદ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ ધમકી તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ ત્રણ શાળાઓમાં આપવામાં આવી હતી.

28 નવેમ્બરે રોહિણી પ્રશાંત વિહારના મલ્ટીપ્લેક્સમાં વિસ્ફોટ થયો હતો અને તેના બીજા દિવસે જ આ સ્કૂલને પણ ધમકી મળી હતી. આ ધમકી સ્કૂલના વિદ્યાર્થીઓએ જ આપી હતી અને પોતે પરીક્ષામાંથી બચી શકે તે માટે આમ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ માટે બે વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓએ ખુલાસો કર્યો હતો કે શાળાઓને બોમ્બની ધમકીની અગાઉની ઘટનાઓથી તેમને આ વિચાર આવ્યો હતો. તેમના માતા-પિતાને ચેતવણી આપવામાં આવ્યા બાદ તેમને જવા દેવાયા હતા.

આ પણ વાંચો…Weather Update : દેશના આ રાજ્યોમાં ઠંડી સાથે વરસાદનું પણ એલર્ટ, ઠંડીનો ચમકારો વધશે

11 દિવસમાં 100થી વધુ શાળાઓને ધમકી આપવામાં આવી છે
દિલ્હીની લગભગ 100થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. પોલીસને જાણવા મળ્યું છે કે ઈમેલ VPN (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) દ્વારા મોકલવામાં આવ્યા હતા, જેના કારણે તેમના માટે ગુનેગારોને શોધવાનું મુશ્કેલ બન્યું હતું. આ વર્ષના મે મહિનાથી, બોમ્બની ધમકીના 50 થી વધુ ઈમેલ સ્કૂલોને મળ્યા છે અને આ ઉપરાંત હૉસ્પિટલો, એરપોર્ટને પણ ધમકીઓ મળી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button