ટોપ ન્યૂઝનેશનલ

રમણસિંહ નહીં તો કોણ?…છત્તીસગઢમાં ભાજપ મહિલા મુખ્ય પ્રધાનને આપશે સુકાન?

રાયપુરઃ ચૂંટણી જીતી જાય એટલે દરેક પક્ષને મુખ્ય પ્રધાનપદ કોને આપવું ત ચિંતા ઉપડે. ભાજપમાં શિસ્ત હોવાથી વધારે ધમપછાડા થતા હોતા નથી, પરંતુ પક્ષે ઘણી બાબતોનો વિચાર કરી મુખ્ય પ્રધાનપદનો તાજ પહેરાવવો પડતો હોય છે.

છત્તીસગઢમાં ભાજપે કૉંગ્રેસ પાસેથી સત્તા છીનવી છે ત્યારે હવે મુખ્ય પ્રધાનપદ ફરી રમણસિંહને જ આપવું અન્ય કોઈને તક આપવી તે મથામણ હવે શરૂ થશે ત્યારે બે મહિલા નેતાઓના નામ પણ ઊભરી આવ્યા છે, જેમના પર પક્ષ પસંદગીનો કળશ ઢોળે તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપે 2003થી 2018 સુધી સતત 15 વર્ષ ડો. રમણસિંહને કમાન સોંપી હતી, પણ આ વખતે તેમને આ તાજ મળવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.


આ વખતે જે નામની ચર્ચા છે તેમાં અરુણ સાહુનું નામ લેવાય છે. અરુણ સાહુ છત્તીસગઢ ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યમાં ભાજપના ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કર્યું છે. 2003માં જ્યારે ભાજપ છત્તીસગઢમાં પહેલીવાર સત્તામાં આવ્યો ત્યારે પાર્ટીએ મુખ્ય પ્રધાન નો ચહેરો જાહેર કર્યા વિના ચૂંટણી લડી હતી. ત્યારબાદ જ્યારે ભાજપે ચૂંટણી જીતીને સરકાર બનાવી ત્યારે તેણે મુખ્ય પ્રધાન પદની જવાબદારી તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ ડો.રમણ સિંહને સોંપી. જો ભાજપ સરકાર બનાવે છે તો મુખ્ય પ્રધાનપદ પર પ્રદેશ અધ્યક્ષ અરુણ સાહુની દાવેદારી મજબૂત માનવામાં આવે છે
.

પ્રદેશ પ્રમુખ તરીકે જ નહીં, જ્ઞાતિના સમીકરણો પણ અરુણ સાવની તરફેણમાં હોવાનું જણાય છે. અરુણ સાઓ ઓબીસી કેટેગરીના સાહુ સમુદાયમાંથી આવે છે. છત્તીસગઢની રાજનીતિમાં સાહુ સમુદાયનો મજબૂત પ્રભાવ છે.
બીજું નામ છે વિજય બઘેલ. વિજય બઘેલ દુર્ગ લોકસભા બેઠક પરથી સાંસદ છે અને ભાજપે તેમને પાટણ બેઠક પરથી કૉંગ્રેસના સીએમ ભૂપેશ બઘેલ સામે મેદાનમાં ઉતાર્યા છે. વિજય ભૂપેશનો ભત્રીજો છે. હવે તેમનું નામ પણ ચર્ચામાં છે.


જે મહિલા નેતાના નામની ચર્ચા ચાલી રહી છે તેમાં સરોજ પાંડેયનું નામ વધારે લેવાઈ રહ્યું છે.


છત્તીસગઢના સીએમની રેસમાં સરોજ પાંડેનું નામ પણ લેવામાં આવે છે. સરોજ પાંડે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ છે. સરોજને છત્તીસગઢમાં ભાજપનો મોટો ચહેરો માનવામાં આવે છે. તેઓ બે વખત ભિલાઈના મેયર અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સરોજ 2009ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. જો કે, 2014ની મોદી લહેરમાં પણ તે આ બેઠક પરથી ચૂંટણી હાર્યા હતા. તેઓ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બીજાં જે મહિલાનું નામ લેવાઈ રહ્યું છે રેણુંકા સિંહ. છત્તીસગઢ આદિવાસી પ્રભુત્વ ધરાવતું રાજ્ય છે અને ડો. રેણુકા સિંહ આ સમુદાયમાંથી આવે છે. કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી રેણુકા 2003માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે ભાજપે રેણુકાને ભરતપુર સોનહટથી ટિકિટ આપી હતી.


આ સાથે હજુ એક નામ લેવાઈ રહ્યું છે તે છે બ્રિજમોહન અગ્રવાલ. બ્રિજમોહન અગ્રવાલ રાયપુર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી સાત વખતના ધારાસભ્ય છે. બ્રિજમોહન અગ્રવાલ ડૉ. રમણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમની ગણતરી સ્વચ્છ છબી ધરાવતા સરળ નેતાઓમાં પણ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress