નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીની નેશનલ એક્ઝીક્યુટીવ અને 12મી નેશનલ કાઉન્સીલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં દેશભરમાંથી પાર્ટીના પદાધિકારીઓ જોડાયા હતાં. બેઠકમાં વાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે ભાજપની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના તેમના મીત્ર પક્ષ કોંગ્રેસની પણ ટીકા કરી હતી. કેજરીવાલે કહ્યું કે, 75 વર્ષમાં જે બીજા પક્ષો કરી નથી શક્યા એ આપણે 12 વર્ષમાં કરી બતાવ્યું. કેટલાંક મોટા પક્ષો આમ આદમી પાર્ટીના મેનીફેસ્ટોની કોપી કરતાં હોવાનો આક્ષેપ કરી કેજરીવાલે કહ્યું તે, હવે તો ભાજપ અને કોંગ્રેસ આપડો Guarantee શબ્દ ચોરીને પોતે વાપરી રહી છે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીએ 10 વર્ષમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો પ્રભાવ ઊભો કર્યો છે. દેશમાં પહેલીવાર વિરોધી પક્ષ શાળા અને હોસ્પિટલ પર વાત કરવા મજબૂર થયા છે. હવે તો આ લોકોએ આપડો Guarantee શબ્દ પણ ચોરી લીધો છે. અને મેનીફેસ્ટો પણ ચોર્યો છે. હવે આ લોકો પણ મોદીની ગેરેન્ટી અને કોંગ્રેસની ગેરેન્ટી બોલવા લાગ્યા છે. આ લોકો જનતાને Guarantee તો આપી પણ તે પૂરી કરી નથી. કારણ કે એમની નિયત સાફ નથી. જ્યારે આમ આદમી પાર્ટીએ તેની બધી જ ગેરેન્ટી પૂરી કરી છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, આપડાં જે પાંચ નેતા જેલમાં છે એ આપડાં હિરો છે. અને અમને એમના પર ખૂબ ગર્વ છે. જો તમે બાળકોને સારું શિક્ષણ અને ગરીબોને મફત સારવાર આપવાની વાત કરશો તો જેલ જવુ પડશે. આપણે બધાએ એ માટે તૈયાર રહેવું પડશે.
દેશમાં પહેલીવાર જનતાને આપ ના રુપે એક યોગ્ય વિકલ્પ મળ્યો છે. 12 વર્ષમાં આમ આદમી પાર્ટીને એક અભૂતપૂર્ણ સફળતા મળી છે. તેનું કારણ એ જ છે કે આપડે એ કામ કરી બતાવ્યું છે જે 75 વર્ષમાં બીજા પક્ષો નથી કરી શક્યા. પાછલાં 75 વર્ષમાં આ બંને પક્ષો એ પંજાબ પર એક એખ કરીને રાજ્ય કર્યું છે અને પંજાબની હાલત ખરાબ કરી હતી. યુવા, વેપારી, સામાન્ય જનતા અને ખેડૂતો બધા જ દુ:ખી હતાં. બે વર્ષમાં પંજાબમાં જે કામ થયું છે એ બતાવે છે કે જો આખા રાજ્યમાં આપડી સત્તા હોય તો આમ આદમી પાર્ટી કેટલું ઝડપી કામ કરી શકે છે.
Taboola Feed