
અમદાવાદઃ ખૂબ જ ચકચારી બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આવ્યો છે જ્યારે બિલ્કીસ બાનોને રાહત આપી છે. ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસના 11 આરોપીઓની સજા માફ કરી દીધી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કરતો ચુકાદો આજે આપ્યો હતો.
બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો છે અને ગુનેગારોની સજાની માફી રદ કરી છે. ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગરેપના 11 આરોપીઓની સજા માફ કરી દીધી છે. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેના પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. અગાઉ આ કેસની લાંબી સુનાવણી ચાલી હતી અને આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની રિમિશન પોલિસી હેઠળ, વર્ષ 2022 માં, બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જોગાનુજોગ આ નિર્ણય 15મી ઑગસ્ટે જ ગુજરાત સરકારે જાહેર કર્યો હતો. આ દોષિતોને 2008માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી, જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજૂરી આપી હતી. બિલ્કીસ બાનો ગેંગ રેપના દોષિતોએ 15 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ અરજી કરી હતી. . જેના પર ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ આ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા.
ગુજરાત સરકારના આ નિર્ણય સામે 30 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. પ્રથમ અરજીમાં ગુનેગારોની મુક્તિને પડકારતી તેમને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માગણી કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર કરશે.
જોકે આજે કોર્ટ નોંધ્યું હતું કે જે રાજ્યમાં સજા આપવામાં આવી હોય તે રાજ્યની સરકાર જ સજામાફી અંગે નિર્ણય લઈ શકે. બિલ્કીસનો કેસ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2002માં ગુજરાતના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, તે સમયે તે ગભર્વતી હતી. તેના પરિવારના અન્ય સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી, જેનો કેસ ખૂબ લાંબો ચાલ્યો હતો.