Live Bihar Politics: નીતિશે મહાગઠબંધન સાથેના સંબંધો કેમ તોડ્યા? રાજીનામું આપ્યા બાદ આપ્યું નિવેદન | મુંબઈ સમાચાર

Bihar Politics: નીતિશે મહાગઠબંધન સાથેના સંબંધો કેમ તોડ્યા? રાજીનામું આપ્યા બાદ આપ્યું નિવેદન

પટના: બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ રાજભવનમાંથી બહાર નીકળતાં નીતિશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે “આજે મેં મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને મેં રાજ્યપાલને રાજ્યમાં સરકારનું વિસર્જન કરવા માટે પણ કહ્યું છે”

નીતીશ કુમારે કહ્યું “આ સ્થિતિ એટલા માટે આવી કારણ કે બધું બરાબર ન હતું…મેં દરેક સાથે વાત કરી. મેં એ બધાની વાત સાંભળી. આજે સરકારનું વિસર્જન કરવામાં આવ્યું છે…”

તેમણે પત્રકારોને કહ્યું કે અમે વર્તમાન ગઠબંધનથી અલગ થઇ ગયા છીએ. આ ગઠબંધન સાથે કામ કરવામાં મુશ્કેલી થઇ રહી હતી, જેના કારણે મને દુઃખ થતું હતું. જ્યારે મેં પાર્ટીના સભ્યો સાથે આ સમસ્યાની જાહેર કરી, ત્યારે તેઓએ કહ્યું કે તમારે રાજીનામું આપવું જોઈએ અને મેં તેમની વિનંતી સ્વીકારી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે હવે અમે નવા ગઠબંધન સાથે સરકાર બનાવીશું.

નીતીશ કુમારે કહ્યું કે અમે ઈન્ડિયા એલાયન્સમાં કામ કરતા હતા. બધાને સાથે લાવતા હતા. બાકીના કોઈ કામ કરતા ન હતા. ગઠબંધનની સ્થિતિ સારી ન હતી. બિહારની રાજધાની પટનામાં રાજભવન અને મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Back to top button