પટણા: નીતીશ કુમારના રાજીનામાથી લઈને પાંચમીવાર બિહારના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ સુધી બિહારનો રાજકીય ગરમાવો ચરમ સીમાએ હતો. પરંતુ હજુ પણ બિહારમાં મોટી રાજકીય હચલ થવાના એંધાણ દેખયા રહ્યા છે. બિહારમાં ફ્લોર ટેસ્ટ (Bihar Floor Test) પહેલા દરેક પાર્ટીઓ પોતાના ધારા સભ્યોને સાથે રાખવાની કોશિશ કરી રહ્યા છે. અને આ કોશિશમાં સૌથી વધુ હલચર RJDમાં દેખાય રહી છે. તેજસ્વી યાદવે ફ્લોર ટેસ્ટની રણનીતિ પર ચર્ચા કરવા માટે પહેલા તેમના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક બોલાવી અને પછી અચાનક જ ધારાસભ્યોને ત્યાં જ રહેવાની સૂચના આપી હતી.
તેજસ્વી યાદવના ઘરે ચર્ચા માટે ગયેલા ધારાસભ્યોએ ત્યાં જ રોકાવું પડ્યું હતું. થોડા સમય પછી, ધારાસભ્યોનો સામાન તેજસ્વી યાદવના ઘરે પહોંચાડવામાં આવ્યો. ધારાસભ્યો પર ચાંપતી નજર રાખવાની આ રીતના કારણે અનેક રાજકીય પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.
આ સાથે જ નીતિશ કુમાર અને ભાજપ ભવિષ્યની રણનીતિ પર પણ મંથન કરી રહ્યા છે. પહેલા તમામ ધારાસભ્યોને પટના બોલાવ્યા અને પછી ધારાસભ્યોને મંત્રી શ્રવણ કુમારના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું. બીજી તરફ ભાજપે તમામ ધારાસભ્યોને બે દિવસની તાલીમ માટે બોધગયા બોલાવ્યા છે અને ધારાસભ્યોને 11 ફેબ્રુઆરી સુધી અહીં રાખવાનો નિર્ણય કર્યો છે.
આવી સ્થિતિમાં રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ફ્લોર ટેસ્ટમાં કોઈ પ્રકારની ગરબડથી ડરી રહી છે? બીજેપી અને જેડીયુ બંને દાવો કરી રહ્યા છે કે બધુ બરાબર છે પરંતુ મંત્રી પદ પર નારાજગી વ્યક્ત કરનાર જીતન રામ માંઝીને લઈને હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સવાલો વચ્ચે અચાનક જ CPIMLના ધારાસભ્ય મહેબૂબ આલમ જીતનરામ માંઝીના ઘરે પહોંચ્યા ત્યારે અટકળોએ જોર પકડ્યું હતું.
આપને જણાવી દઈએ કે મંત્રી શ્રવણ કુમાર દ્વારા આયોજિત લંચ પાર્ટીમાં પાંચ ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. ધારાસભ્ય બીમા ભારતી અને સુદર્શનની ગેરહાજરી માટે અલગ-અલગ કારણો આપવામાં આવી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે લેસી સિંહને ફરીથી મંત્રી પદ મળવાની શક્યતાઓને લઈને બીમા ભારતી નારાજ છે. સુદર્શન મંત્રી અશોક ચૌધરીથી નારાજ છે, આ સિવાય શાલિની મિશ્રા, દિલીપ રાય અને સંજીવ સિંહ પણ પટનામાં હાજર ન હોવાને કારણે લંચમાં હાજર રહ્યા ન હતા. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે JDUના વરિષ્ઠ નેતાઓએ લંચમાં સામેલ ન થયેલા ધારાસભ્યો સાથે વાત કરી છે.
ફ્લોર ટેસ્ટ પહેલા દરેક પક્ષની પોતપોતાની તૈયારીઓ છે, પરંતુ સ્પીકર અવધ બિહારી ચૌધરી અંગેનો મુદ્દો હજુ અટવાયેલો છે કારણ કે તેમણે 21મી ફેબ્રુઆરી પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. RLD નેતા તેજસ્વી યાદવે પહેલા જ દાવો કર્યો છે કે બિહારમાં ઘણું કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં તેઓ ફરીથી કોઈ ઉથલપાથલની તૈયારી કરી રહ્યા છે કે શું તે સવાલ ઊભો થઈ રહ્યો છે.
બીજી તરફ કોંગ્રેસના તમામ 16 ધારાસભ્યો હજુ પણ હૈદરાબાદમાં છે.આ ધારાસભ્યો ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા એટલે કે 11 ફેબ્રુઆરીએ પટના પહોંચશે.
થોડા દિવસો પહેલા બિહારના રાજકારણમાં એવી ઉથલપાથલ થઈ હતી કે ખુદ સરકાર બદલાઈ ગઈ હતી. મહાગઠબંધનની સરકાર ગઈ અને NDA સરકાર બની. હવે વિધાનસભાના ફ્લોર પર આ એકતાની કસોટી છે જેના પર સૌની નજર ટકેલી છે.