ટોપ ન્યૂઝનેશનલ

Budaun Double Murder: બાળકોને છત પર બોલાવ્યા, કુહાડીથી હત્યા કરી…બદાયું હત્યાકાંડની ચોંકાવનારી કહાની

બદાયું: ઉત્તર પ્રદેશના બદયું(Budaun)માં મંગળવારે સાંજે બે નિર્દોષ બાળકોની નિર્દયી હત્યા(Double Murder)ની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. મંડી સ્ટેશનથી થોડે દૂર બાબા કોલોનીના એક ઘરમાં બે બાળકોની હત્યા થતા પોલીસની ઊંઘ ઉડી ગઈ છે, હત્યાના મુખ્ય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. 8 અને 12 વર્ષના ભાઈઓની હત્યા બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો, સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓ અને સુરક્ષા દળોએ આજે સવારે શહેરમાં ફ્લેગ માર્ચ કાઢી હતી.

પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બાબા કોલોનીમાં દુકાન ચલાવતો સાજિદ નામનો શખ્સ 8 વાગે તેની દુકાન બંધ કરીને સામે રહેતા વિનોદ કુમારના ઘરે પહોંચ્યો હતો. બંને એકબીજાને ઓળખતા હતા. બંને વચ્ચે જુનો વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સાજિદ વિનોદના ઘરે ગયો, વિનોદ કુમાર ઘરે ન હતા. સાજીદે વિનોદ કુમારની પત્નીને ચા બનાવવા કહ્યું, દરમિયાન તેણે બાળકો છત પર બોલાવી કુહાડી વડે હુમલો કર્યો હતો.

મૃતક બાળકોના પિતા વિનોદ કુમારે જણાવ્યું કે, “સાજિદ મારા ઘરે આવ્યો અને મારી પત્નીને કહ્યું, ભાભી, મને 5,000 રૂપિયા આપો, મારી પત્નીની ડિલિવરી થવાની છે. મેં ફોન પર મારી પત્નીને પૈસા આપવા વાત કરી. આ દરમિયાન તેણે મારા મોટા દીકરા પાસે પાણી માંગ્યું અને નાના દીકરાને પાર્લર બતાવવાનું કહ્યું અને આ દરમિયાન તેણે બંનેને મારી નાખ્યા.પછી તેણે મારી પત્નીને કહ્યું કે આજે મારું કામ પૂરું થઈ ગયું છે. મારી પત્નીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સાજીદ બાઇક લઈને બહાર ઊભેલા તેના ભાઈ જાવેદ સાથે ભાગી ગયો હતો.’

મૃતક બાળકોના પિતા વિનોદ કુમારે સાજિદ અને તેના ભાઈ જાવેદ વિરુદ્ધ FIR પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, “આરોપી સાજિદે મારી પત્ની પાસે પૈસા માંગ્ય, જ્યારે તે પૈસા લેવા માટે અંદર ગઈ, સાજીદે કહ્યું કે તેની તબિયત ખરાબ છે અને ટેરેસ પર આંટો મારવા જઉં છું, એ મારા દીકરાઓને તેની સાથે લઈ ગયો. તેણે તેના ભાઈ જાવેદને પણ ટેરેસ પર બોલાવ્યો હતો. મારી પત્ની જ્યારે પાછી આવી ત્યારે તેણે સાજીદ અને જાવેદને હાથમાં કુહાડી સાથે જોયા. ત્યાર બાદ બંને નાસી છૂટ્યા અને સાજિદે મારી પત્નીને કહ્યું કે તેણે આજે તેનું કામ પૂર્ણ કરી લીધું છે.”

બે મૃત બાળકોના બચી ગયેલા ભાઈ અને ઘટનાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “સલૂનનો ચલાતો શખ્સ અહીં આવ્યો હતો. તે મારા ભાઈઓને ઉપરના માળે લઈ ગયો, મને ખબર નથી કે તેણે તેમને શા માટે માર્યા. તેણે મારા પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ મેં તેને ધક્કો મારી નીચે દોડી ગયો. મારા હાથ અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ઘરે બે લોકો આવ્યા હતા.”

ALSO READ: https://bombaysamachar.com/national/budaun-uttar-pradesh-children-murder-check-details/

ભોગ બનેલા બાળકોની માતા સંગીતાએ કહ્યું, “હું મારા ઘરમાં કોસ્મેટિકની દુકાન ચલાવું છું. સાંજે સાજીદ ઘરે આવ્યો અને પહેલા તેણે કેટલીક વસ્તુઓ માંગી જે મેં તેને આપી. થોડા સમય પછી તેણે 5000 રૂપિયા માંગ્યા. મેં મારા પતિ સાથે વાત કરી અને તેને 5000 રૂપિયા આપ્યા. પછી સાજિદે કહ્યું કે તેની તબિયત સારી નથી અને આવું કહીને તે ઘરના ઉપરના માળે ગયો. બંને બાળકો આયુષ અને યુવરાજ ટેરેસ પર હતા. સાજિદે હનીને પાણી માટે મોકલ્યો. હની પાણી લઈને ઉપર ગયો, થોડીવાર પછી યુવરાજ ચીસો પાડતો નીચે આવ્યો અને સાજીદ હાથમાં કુહાડી લઈને લોહીથી લથપથ નીચે આવી રહ્યો હતો.”

પોલીસને માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને સંભાળી હતી. જ્યારે પોલીસે આરોપીઓ ઘેરીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. વળતી ગોળીબારમાં આરોપી સાજીદ મૃત્યુ પામ્યો. હત્યા કેસનો મુખ્ય આરોપી સાજિદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો જ્યારે બીજો આરોપી સાજિદનો ભાઈ જાવેદ હજુ ફરાર છે.

નિર્દોષ બાળકોની હત્યાથી રોષે ભરાયેલા લોકોએ સાજીદની દુકાનનો સામાન સળગાવી દીધો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે બે નિર્દોષ બાળકોના જીવ લેવા પાછળનો હેતુ શું હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button