ટોપ ન્યૂઝનેશનલ

‘હમારે રામ આ ગયે હૈ’ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદીનું ભાષણ શરૂ, મંદિર પ્રવેશનો વિડીયો કર્યો શેર

અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ પીએમ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે સદીઓની રાહ જોયા બાદ આપણા ભગવાન રામનું આગમન થયું છે. તે હવે તંબુમાં નહિ રહે. તે ભવ્ય મંદિરમાં રહેશે.

આપને જણાવી દઈએ કે જે અવસરની આતુરતપુરવર્ક રાહ જોવાઈ રહી હતી તે પ્રસંગ આજે હર્ષોલ્લાસ સાથે ઉજવાય રહ્યો છે. રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. આ ઐતિહાસિક પ્રસંગને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X (ટ્વિટર) પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં PM મોદી મંદિરમાં પ્રવેશ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે પીએમ મોદીએ લખ્યું કે અયોધ્યા ધામમાં શ્રી રામ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ દરેકને ભાવુક કરી દેશે. આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું એ મારૂ પરમ સૌભાગ્ય છે. જય સિયા રામ..!

આરએસએસના વડા મોહન ભાગવત સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશ ભાવનાઓથી ભરેલો છે. પીએમ મોદીએ કડક ઉપવાસ રાખ્યા. આજે રામલલા 500 વર્ષ પછી આવ્યા છે. આજનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button