દેશભરમાં દિપોત્સવની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે અને દેશનો ખુણે-ખુણે દીવાના પ્રકાશથી ઝગમગી રહ્યો છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી દિવાળી છે. બુધવારે છોટી દિવાલી નિમિત્તે રામ મંદિરમાં દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે સરયુ નદીનો કિનારો 28 લાખ દીવાના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો. જેની ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાશે. યોગી આદિત્યનાથે પ્રથમ દીપક પ્રગટાવીને આ દીપોત્સવના કાર્યક્રમના શ્રીગણેશ કર્યા હતા.
આ પણ વાંચો : સરહદ પરની દિવાળી જોઇ છે? તમને ગર્વ થશે…
કાર્યક્રમનું શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ બનેલા કલાકારો સાથે પુષ્પક વિમાનમાં વેન્યુ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણ રથ પર સવાર થયા અને સીએમ યોગીએ શ્રીરામનો રથ ખેંચ્યો હતો. આજે અયોધ્યા ખાતે જે દીવા પ્રગટાવવામાં આવશે એ દીવા કોઈ સાધારણ દીવા નહીં હોય, આ દીવા સનાતન ધર્મનો વિશ્વાસ છે.
અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની આ પહેલી દિવાળી છે અને આ શુભ અવસર પર રામલલ્લાને પિતાંબરી શ્રૃંગાર કરવામાં આવ્યો છે. રામ લલ્લાને પીળી સિલ્કની ધોતી અને રેશમી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. રામલલ્લાને મલ્ટી લેયર્ડ માળા અને ઘરેણાનો શણગાર કરવામાં આવ્યો છે. ગુરુવારે દિવાળી હોવાથી રામ લલ્લા ભક્તોને પીળા વસ્ત્રો ધારણ કરીને દર્શન આપશે.
આ પણ વાંચો : નરક ચતુર્દશી પર શા માટે ઉજવવામાં આવે છે છોટી દિવાળી?
વાત કરીએ અયોધ્યાના દીપોત્સવની હાઈલાઈટ્સની-
અયોધ્યાના દીપોત્સવમાં રામકથાના પ્રસંગ પર 11 રથની ઝાંખી તૈયાર કરવામાં આવી છે
આ દરમિયાન 16 રાજ્યના 1200થી વધુ કલાકારોએ પોતાની કળા રજૂ કરી છે
10 સ્થળે લોકકલાકારોની પ્રસ્તુતિ
84 કોસના 200 મંદિરમાં દિપોત્સવ
સરયુ કિનારે 28 લાખ દીપક પ્રગટાવવાની શરૂઆત…