ટોપ ન્યૂઝસ્પોર્ટસ

શુભ ઘડી આયીઃ કચ્છી યુવકે ઘોડેસવારીમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

41 વર્ષ પછી ઘોડેસવારીની ટીમે રચ્યો ઈતિહાસ

હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતની ઘોડેસવારીની ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતની ઘોડેસવારીની ડ્રેસેજ ટીમે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઘોડેસવારીની ટીમમાં સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ, અનુષ અગ્રવાલ અને હૃદય છેડા સામેલ હતા, જેમાં ઘોડેસવારી ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારી ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતે મંગળવારે અહીં એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ટીમ ડ્રેસેજ ઈવેન્ટમાં ટોચના સ્થાને રહીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એડ્રેનેલિન ફિરફોડ રાઇડર દિવ્યકીર્તિ સિંહ, હૃદય છેડા (ચેમએક્સપ્રો એમરેલ્ડ) અને અનુષ અગ્રવાલ (ઇટ્રો) એ કુલ 209.205 ટકા સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. સુદીપ્તિ હજેલા પણ ટીમનો એક ભાગ હતી, પરંતુ માત્ર ટોચના ત્રણ ખેલાડીઓના સ્કોર ગણાય છે.. ચીનની ટીમ 204.882 ટકા સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી, જ્યારે હોંગકોંગે 204.852 ટકા સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રમતના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ડ્રેસેજ ઈવેન્ટમાં ટીમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે છેલ્લે 1986માં ડ્રેસેજમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે ઘોડેસવારીમાં છેલ્લો ગોલ્ડ મેડલ દિલ્હીમાં 1982 એશિયન ગેમ્સમાં જીત્યો હતો.
ભારતે અગાઉ એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં ત્રણ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા (એટલે કે કુલ 12 મેડલ). ઘોડેસવારીમાં ભારત માટે ત્રણેય ગોલ્ડ મેડલ દિલ્હીમાં 1982 એશિયન ગેમ્સમાં આવ્યા હતા.


આ વર્ષે એશિયન ગેમ્સમાં રઘુબીર સિંહે વ્યક્તિગત ઈવેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. તેણે ગુલામ મોહમ્મદ ખાન, બિશાલ સિંહ અને મિલ્ખા સિંહ સાથે ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. રૂપિન્દર સિંહ બરાડે વ્યક્તિગત ટેન્ટ પેગિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ કેટેગરી એશિયન ગેમ્સની એ જ સીઝનમાં જ હતી.

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button