યુદ્ધના સમયે પણ Bharat શાંતિના પક્ષે: વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ

નવી દિલ્હી: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિ પર વિશ્વના તમામ દેશોનું ધ્યાન છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો અને ત્યારબાદ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ દ્વારા આપવામાં આવેલી ધમકીએ પશ્ચિમ એશિયામાં એક મોટું યુદ્ધ શરૂ કર્યું છે. તે જ સમયે, ભારતે પણ પ્રથમ વખત વર્તમાન પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.
પશ્ચિમ એશિયાની વણસી રહેલી સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયે વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “અમે પશ્ચિમ એશિયામાં વણસી રહેલી સુરક્ષા પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છીએ અને તમામ પક્ષે ધૈર્ય રાખવા અને નાગરિકોની સુરક્ષા કરવા માટે અમારા આહ્વાનનું પુનરાવર્તન કરીએ છીએ.
વધુમાં વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંઘર્ષ વ્યાપક પ્રાદેશિક પરિમાણ ન લે તે મહત્વનું છે અને અમે આગ્રહ કરીએ છીએ કે તમામ મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવામાં આવે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલા બાદ સર્જાયેલા તણાવને જોતા દિલ્હીમાં ઈઝરાયલ દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અબ્દુલ કલામ રોડને બેરીકેટ્સ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના વાહનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઈરાનના હુમલા પર બ્રિટને પણ આકરી પ્રતિક્રિયા આપી છે. બ્રિટનના સંરક્ષણ વડાનું કહેવું છે કે ઈરાનના મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવવામાં બ્રિટનની સેનાએ ઈઝરાયેલને મદદ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખતા, સંરક્ષણ સચિવ જોન હેલીએ કહ્યું કે બ્રિટિશ સૈન્યએ મધ્ય પૂર્વમાં તેની ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન કીર સ્ટારમેરે કહ્યું હતું કે બ્રિટન ઇઝરાયેલના આત્મ-રક્ષણના અધિકારનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે ઈરાને ઘણા લાંબા સમયથી મધ્ય પૂર્વને જોખમમાં મૂક્યું છે.
Also Read –