ટોપ ન્યૂઝ

Asia Cup 2023: શ્રીલંકા સામે ભારતની ઐતિહાસિક જીત, 37 બોલમાં ચેમ્પિયન

કોલંબોઃ એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને સાવ સામાન્ય સ્કોરે ઓલ આઉટ કરીને આજે ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. આજની ફાઈનલ મેચ શ્રીલંકાને દસ વિકેટે હરાવીને ભારત આઠમી વખત ચેમ્પિયન બન્યું હતું. ભારતે પાંચ વર્ષ સુધી રાહ જોવા પછી ફરીથી એશિયા કપમાં વિજેતા બન્યું છે.

અત્યાર સુધીની મોટા ભાગની ફાઈનલ મેચ ક્યારેય વન સાઈડ જોવા મળી નથી, પરંતુ પહેલી બેટિંગમાં આવેલા શ્રીલંકાના ધુરંધર બેટસમેને સાવ સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ કર્યા હતા. પહેલી ઈનિંગ 92 બોલમાં ફક્ત પચાસ રને આઉટ થઈ હતી, જ્યારે ભારતીય ટીમે 51 રન ફક્ત 37 બોલમાં કર્યાં હતા.


આઠમી વખત ભારત એશિયા કપમાં ચેમ્પિયન બનવાની સાથે અન્ય વિક્રમો પણ નોંધાવ્યા હતા. પચાસ રનમાં ઓલ આઉટ થનારા શ્રીલંકાએ ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે. 2012માં સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં શ્રીલંકાએ 43 રને ઓલઆઉટ થયું હતું. અગાઉનો રેકોર્ડ ભારતના નામે હતો, જેમાં શ્રીલંકા સામે શારજાહમાં 54 રન બનાવ્યા હતા.


પહેલી બેટિંગમાં આવેલા શ્રીલંકાએ માત્ર 51 રનનો ટાર્ગેટ ભારતને આપ્યો હતો. ભારત વતીથી મહોમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા સહિત જસપ્રીત બુમરાહ શાનદાર બોલિંગ કરી હતી. સાવ સામાન્ય સ્કોરને અચીવ કરવા આવેલી ભારતીય ટીમમાં ઈશાન કિશને 18 બોલમાં 23 તથા શુભમન ગિલે 19 બોલમાં 27 રન કરીને ભારતને જીત અપાવવાનું શ્રેય આપ્યું હતું. 51 રનનો સ્કોરે ભારતે ફક્ત 6.1 ઓવરમાં અચીવ કર્યો હતો.શ્રીલંકાની ટીમ ભારત સામે 15.2 ઓવરમાં પેવેલિયન ભેગી થઈ હતી, જે ભારત સામે વનડેમાં બીજા નંબરનો સૌથી ઓછો સ્કોર છે. મહોમ્મદ સિરાજે ચંમીડા વાસને બરાબરી કરી છે, જ્યારે વનડે ઈતિહાસમાં ચોથા નંબરનો બોલર બન્યો છે, જેને એક જ ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. ચોથી ઓવરમાં જ પહેલા, ત્રીજા, ચોથા અને છઠ્ઠા બોલે વિકેટ ઝડપી હતી. મહોમ્મદ સિરાજે પાંચ વિકેટ સૌથી ઝડપથી લેવાનો વિક્રમ નોંધાવ્યો હતો. ઓવરઓલ સિરાજે સાત ઓવરમાં 21 રન આપીને છ વિકેટ લીધી હતી. એશિયા કપની ફાઈનલમાં ભારતે 1995માં શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું. જોકે, એની તુલનામાં 2023ની સૌથી મોટી જીત થઈ છે. ટીમ ઈન્ડિયા આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં ટાઈટલ જીત્યું હતું.
ઉલ્લેખનીય છે કે એશિયા કપની 1984માં શરુઆત થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં પંદર વખત એશિયા કપ રમાડવામાં આવ્યા છે, જેમાં બે ટવેન્ટી-ટવેન્ટી ઈન્ટરનેશનલ ફોર્મેટ અને બાકી મેચ વનડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં રમ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button