ટોપ ન્યૂઝનેશનલ

Arvind Kejriwal Plea To Extend Interim Bail: જામીન મુદ્દત વધારવાની અરજી પર કેજરીવાલને કોર્ટે શું કહ્યું ?

નવી દિલ્હી : કથિત દારૂનીતિ કૌભાંડના આરોપ હેઠળના કેસમાં હાલ વચગાળાના જામીન પર મુક્ત થયેલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીની મુદત લંબાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે દ્વારા ફગાવી દેવાઈ છે. વેકેશન બેન્ચના ન્યાયાધીશે અરવિંદ કેજરીવાલને CJI પાસે અરજી કરવા કહ્યું હતું.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલ હાલ વચગાળાના જામીન પર 1 જૂન સુધી બહાર છે. આ દરમિયાન તેમના દ્વારા આ જામીન મુદતમાં 7 દિવસનો વધારો કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ એ. એસ ઓકની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે મોડી અરજી દાખલ કરવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા ? આ કેસનો આદેશ 17 મે ના રોજ અનામત રાખવાં આવ્યો છે, તે જ ખંડપીઠના જજ ગયા અઠવાડિયામાં વેકેશન બેન્ચમાં હતા ત્યારે કેમ આ અરજી કરવામાં ન આવી.

Read thisઅમિત શાહના નિવેદન પર ભડક્યા  Arvind Kejriwal, પૂછ્યું  શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની  ?

અરવિંદ કેજરીવાલે PET-CT સહિત અન્ય સ્વાસ્થ્ય રિપોર્ટ કરવા માટે તેમની વચગાળાની જમીનમાં એક અઠવાડિયાનો સમય વધારવાની અરજી કરી હતી. તેમણે કરેલી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ બાદ 6-7 કિલો જેટલું વજન ઘટ્યું છે તેમજ તેમના શરીરમાં કિટોનનું સ્તર પણ વધ્યું છે. આ કોઈ ગંભીર બિમારીન લક્ષણ હોય શકે છે. ડોક્ટરે પણ તેમને PET-CT રિપોર્ટ કરાવવાની સલાહ આપી છે. જેમાં 7 દિવસ જેટલો સમય લાગી શકે છે.

મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ EDને પડકારતી અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતુ કે આ અરજી નો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે અને આ મામલાની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી હતી. તેમ છતાં સિંધવીએ કહ્યું હતું કે આ અરજીમાં EDની ધરપકડને પડકારવામાં આવી હતી. જ્યારે આ અરજીમાં સ્વાસ્થ્ય બાબતોને લઈને વચગાળાની જામીન અરજી ની મુદ્દતમાં વધારો કરવાની અરજી કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ