ટોપ ન્યૂઝનેશનલ

Arvind Kejriwalને રાઉઝ એવન્યુ કોર્ટે આપી મોટી રાહત

નવી દિલ્હી: દારૂનીતિ કૌભાંડ મામલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક મોટી રાહત આપી છે. કોર્ટે ગુરુવારે કેજરીવાલને નિયમિત જામીન આપી દીધી છે. જોકે આ પહેલા કોર્ટમાં બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની જામીન ની મુદત પૂર્ણ થયા બાદ બીજી જૂને અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં આત્મ સમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો : Heatwave in India: દેશમાં ૧૧૦ મૃત્યુ, હીટસ્ટ્રોકના ૪૦,૦૦૦થી વધુ કેસ

જોકે ગઇકાલે આ કેસની સુનાવણીને લઈને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં જોડાયા હતાં. જોકે એ સુનાવણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ રાહત નસીબ થઈ ન હતી અને તેની ન્યાય કસ્ટડીને ત્રણ જુલાઈ સુધી કોટે વધારી દીધી હતી. આજની સુનાવણી અરવિંદ કેજરીવાલ માટે તેનાં નિયમિત જમીન મંજૂર કર્યા છે.

અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજી અને મેડિકલ તપાસ દરમિયાન તેની પત્નીની હાજરીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર રાઉજ એવન્યુ કોટમાં સુનાવણી ચાલી હતી. અદાલતે આ અરજી પર વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ પોતાને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જોકે EDએ કેજરીવાલની જામીન અરજીનો ખૂબ વિરોધ કર્યો હતો.

જોકે આ મામલે EDએ કોર્ટમાં કહ્યું હતું કે તપાસ માત્ર હવામાં થઈ રહી હોય તેવું નથી. ED પાસે આ મામલાને લઈને પાક્કા પુરાવાઓ છે. અરવિંદ કેજરીવાલના સાથી આરોપી વિનોદ ચૌહાણના ફોનમાંથી ચલણી નોટના ફોટોગ્રાફ મળી આવ્યાં છે. ગોવાની હોટલમાં રોકાયા બાદ અરવિંદ કેજરીવાલનું બિલ ચૂકવનાર ચનપ્રીત સાથે વિનોદ સતત સંપર્કમાં હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button