દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિની ધરપકડ કરવા પોલીસ પહોંચી! આ કેસમાં થઇ રહી છે તપાસ
સિઓલ: દક્ષિણ કોરિયા(South Korea)માં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે આજે પોલીસે મોટું પગલું ભર્યું હતું. દક્ષિણ કોરિયા પોલીસ પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલ (Yoon Suk Yeol)ની ધરપકડ કરવા પહોંચી છે, કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે. પોલીસ અધિકારીઓ અરેસ્ટ વોરંટ સાથે તેમના ઘરે પહોંચી ગઈ છે. પરંતુ યુનના ઘરની બહાર તેમન સમર્થકોની ભીડ એકઠી થઇ ગઈ છે, જે પોલીસની કાર્યવાહીમાં બાધા ઉભી કરી રહી છે.
મંગળવારે, સિઓલ કોર્ટે દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. યુન સુક-યોલના નિવાસસ્થાનની આસપાસ પોલીસ બસો અને સંખ્યાબંધ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એકઠી થયેલી સમર્થકોની ભીડ યૂન સુક-યોલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહી છે. યૂનના સમર્થકો તેમની ધરપકડ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દેશમાં પહેલીવાર આવું બન્યું:
દક્ષીણ કોરિયામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે કોઈ રાષ્ટ્રપતિ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું હોય. સિઓલ કોર્ટે કરપ્શન ઇન્વેસ્ટિગેશન ઓફિસ (CIO)ના વરિષ્ઠ અધિકારીઓને ધરપકડ માટે સુચનાઓ આપવામાં આવી હતી. તેમને વારંવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં, પરંતુ તે એક વખત પણ પોલીસ સમક્ષ હાજર થયા ના હતાં.
આ પણ વાંચો…દક્ષિણી કેલિફોર્નિયા વિમાની દુર્ઘટના; 2ના મૃત્યુ, અનેક ઘાયલ
આ કારણે મુશ્કેલીમાં ફસાયા:
સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 3 ડિસેમ્બરની રાતથી થઇ હતી, તેમણે અચાનક માર્શલ લો જાહેર કર્યો અને સંસદમાં સ્પેશિયલ ફોર્સિસ મોકલી હતી. વિપક્ષની સાથે તેમની પાર્ટીના સાંસદોએ તેમના આદેશને ફગાવી દીધો અને તેમને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પાડી. રાષ્ટ્રપતિ યુનને મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેમનાનિર્ણય પર ફોજદારી તપાસનો સામનો કરવો પડી રહ્યો છે.
યુનને 14 ડિસેમ્બરે મહાભિયોગ દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.