આસામના દિમા હસાઓ જિલ્લાના દિબાલોંગ સ્ટેશન પર અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સીમાંત રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. જો કે આ અકસ્માતનું કારણ હજુ સુધી અકબંધ છે. પાટા પરથી ઉતરેલા કોચમાં ‘પાવર કાર’ અને એન્જિનનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટના સર્જાયા બાદ રાહત અને બચાવ કામગીરીની દેખરેખ માટે વરિષ્ઠ અધિકારીઓની સાથે લુમંડીગથી દુર્ઘટના રાહત ચીકીત્સા ટ્રેનને પણ ઘટનાસ્થળ પર રવાના કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે લુમંડીગ-બદરપુર સિંગલ લાઇન હિલ સેક્શન પર ટ્રેનોનું પરિવહન અટકી પડ્યું છે.
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના લુમડિંગ ડિવિઝન હેઠળના લુમડિંગ-બરદારપુર હિલ સેક્શનમાં ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટી હતી. તેમણે માહિતી આપી હતી કે લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર દેખરેખ રાખવા ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે લુમડિંગથી સ્થળ તરફ રવાના થઈ છે.