લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે Amul દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

અમદાવાદ : લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha Election Result 2024) પૂર્વે દેશમાં અમૂલ(Amul) દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ જણાવ્યું કે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ફ્રેશના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 2 જૂનથી દૂધના નવા ભાવ લાગુ થઈ ગયા છે. હવે અમૂલ ગોલ્ડની કિંમત રૂ. 64 લિટરથી વધીને રૂ. 66 લિટર થશે અને અમૂલ ટી સ્પેશિયલની કિંમત રૂ. 62 થી વધીને રૂ. 64 પ્રતિ લિટર થશે.
અમૂલ દૂધ મોંઘુ થયું
ફેડરેશને એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે ઓપરેશન અને ઉત્પાદનના કુલ ખર્ચમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 2 રૂપિયા પ્રતિ લિટરના વધારાનો અર્થ એ છે કે MRPમાં 3-4 ટકાનો વધારો થયો છે.
Read This…“હિરામંડી”ને Amulનું સન્માન : વિજ્ઞાપનમાં બ્રેડ બટર ખાતી જોવા મળી સંજય લીલા ભણસાલીની હિરોઈનો
અમૂલના અધિકારીઓએ જણાવ્યું કે ઈનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે અમારા સભ્ય યુનિયનોએ ખેડૂતો પાસેથી ખરીદેલા દૂધના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 6-8 ટકા વધારો કર્યો છે. અમૂલ ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયામાંથી લગભગ 80 પૈસા દૂધ ઉત્પાદકોને આપે છે.
15 મહિના પછી ભાવ વધ્યા
અમૂલે 15 મહિના બાદ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલા ફેબ્રુઆરી 2023માં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થયો હતો. દૂધના ભાવમાં વધારા અંગે અમૂલે કહ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ પશુઆહારના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.