ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Gandhinagar Election Results: ગુજરાતમાં 25 લોકસભા બેઠકના પરિણામના પ્રારંભિકમાં વલણમાં ભાજપ 18 અને કોંગ્રેસ-આપ 4 બેઠક પર આગળ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) 25 લોકસભા બેઠકો પર સવારથી મતગણતરી(Lok sabha Election Result) શરૂ થઈ છે. જેમાં પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી છે. તેમજ ત્યાર બાદ ઇવીએમની ગણતરી શરૂ થઈ છે. જેમાં ગુજરાતની 25 બેઠકો પરના શરૂઆતી વલણમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બે રાઉન્ડની ગણતરી બાદ અમિત શાહ 1,24000 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે બહુચર્ચિત બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ હાલ સુધીના વલણમાં ભાજપ(BJP) 18 અને કોંગ્રેસ-આપ (Congress) 4 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

ચૈતર વસાવા આગળ

જ્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ 10 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. તેમજ રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ છે. જ્યારે ભરૂચ બેઠક પરથી આપના ચૈતર વસાવા આગળ
ચાલી રહ્યા છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર પણ આગળ છે. જ્યારે દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંત ભાભોર આગળ ચાલી રહ્યા છે. જ્યારે વલસાડના ભાજપ ઉમેદવાર ધવલ પટેલ પ્રથમ રાઉન્ડ બાદ 14,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે પોરબંદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે.

ભાજપ સુરત બેઠક બિનહરિફ જીતી

આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં ગુજરાતની 26 બેઠકમાંથી ભાજપ સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામની નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી હતી અને પાર્ટી આ વખતે પણ તે જ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ AAP અને કોંગ્રેસે પણ ભાજપનો વિજય રથ રોકવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button