
નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેરળથી લઈને કર્ણાટકમાં તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે ત્યારે તમામ રાજ્ય મુદ્દે કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી છે. કોવિડની પરિસ્થિત પર ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.
રાજ્યોને નિયમિત રીતે જિલ્લાવાર એસએઆરઆઈ અને આઈએલઆઈના કેસના રિપોર્ટની તપાસ અને નિરીક્ષણ કરવાનું રહેશે. રાજ્ય સરકારોએ પણ સૌથી વધુ સંખ્યામાં આરટીપીસીઆરનું ટેસ્ટિંગ અને પૂરતી સંખ્યામાં ટેસ્ટિંગની સુવિધા પૂરી પાડવાનો અનુરોધ કર્યો છે. જીનોમ સિક્વેન્સિંગ માટે પોઝિટિવ નમૂના INSACOG પ્રયોગશાળામાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.
મીડિયા અહેવાલ અનુસાર કેરળમાં આઠમી ડિસેમ્બરે કોવિડના સબ વેરિયન્ટ જેએન.1નો કેસ નોંધાયો હતો. 79 વર્ષના મહિલા સંક્રમિત થઈ હતી. ઉપરાંત, થોડા દિવસ પહેલા સિગાપોરમાં એક ભારતીય વિદ્યાર્થીને જેએન.1 સબ વેરિયન્ટથી સક્રમિત થયો હોવાનું જણાવાયું હતું, ત્યારબાદ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રહેનાર હતો. એ વ્યક્તિએ ઓક્ટોબરમાં સિંગાપોરનો પ્રવાસ કર્યો હતો. અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સંક્રમિત કેસની સંખ્યા 260 થઈ છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,828 થઈ છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોવિ઼ડ કેસની સંખ્યા 4.50 કરોડ હતી, જ્યારે બીમારીથી સાજા થનારાની સંખ્યા વધીને 4.44 કરોડ થઈ હતી. ઉપરાંત, રિકવરી રેટ 98.81 ટકા રહ્યો છે. કોરોનાનો ડેથ રેટ 1.19 ટકા રહ્યો છે. દેશમાં 220.67 કરોડ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે.
દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશની સરકારને લેખિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે યોગ્ય સંકલનને કારણે કેસની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.