આમચી મુંબઈટોપ ન્યૂઝ

ભાયખલા અને બોરીવલી(પૂર્વ)માં બાંધકામ પર બંધી યથાવત…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં બાંધકામ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેતા એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો થયો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. છતાં બાંધકામ પર રહેલા પ્રતિબંધને લઈને આગળ શું પગલા તેના પર વિચારણા કરતા પહેલા આગામી ૨૪ કલાક માટે આ વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવવાની છે.

આ પણ વાંચો : નવી મુંબઈમાં કોન્ટ્રાક્ટર પર ગોળીબાર: બે બાઈક સવાર ફરાર…

આ દરમિયાન કોલાબા-નેવી નગર અને ગોવંડી-શિવાજી નગર જેવા વિસ્તારમાં હજી પણ એક્યુઆઈ ઊંચો નંધાઈ રહ્યો છે. તેથી આગામી થોડા દિવસ સુધી એક્યુઆઈ ૨૦૦ની ઉપર જ રહે છે તો આ વિસ્તારોમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ બંધ કરાવવા બાબતે વિચાર કરાશે એવું પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું.

મુંબઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમે જણાવ્યું હતું કે તાત્પૂરતી યોજનાને કારણે હાલ મુંબઈના પ્રદૂષણમાં થોડા સુધારો જણાયો છે, જોકે પ્રદૂષણને નાથવા માટે દીર્ધકાળની ઉપાયયોજના અમલમાં મૂકવાની છે. મુંબઈમાં હાલ અનેક ડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે, એ દરમિયાન એમપીસીપીબીએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટને બીકેસીમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં પ્રદૂષણના નિયમનું પાલન નહીં કરવા બદલ નોટિસ મોકલી છે.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ મિશન મોડમાં કામ કરી રહ્યા છે, પરંતુ બાકીના… સુપ્રિયા સુળેનું નિશાન કોના પર?

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે બોરીવલી (પૂર્વ)માં હવાની ગુણવત્તા સુધરી રહી છે અને ભાયખલામાં ૧૨૫થી ૧૪૦ની વચ્ચે એક્યુઆઈ નોંધાયો છે. અમે આગામી ૨૪ કલાક હવાની ગુણવત્તા પર નજર રાખીશું અને જો સુધારો જણાયો તો અમે બાંધકામ પ્રવૃત્તિ પરના પ્રતિબંધને રદ કરવાનું વિચારશું. જોકે કોલાબા-નેવી નગર અને શિવાજી નગરમાં એક્યુઆઈ ચિંતાજનક છે. તેથી આગામી થોડા દિવસ આ વિસ્તારમાં નજર રાખવામાં આવશે અને ત્યારબાદ જરૂર પડી તો કામ બંધ કરાવશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button