અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) સંચાલિતવાડીલાલ સારાભાઇ હોસ્પિટલ (VS Hospital)માં એક કથિત કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ (Clinical Trial Scandal) થયો છે. તપાસ સમિતિના રીપોર્ટ મુજબ હોસ્પિટલમાં ગેરકાયદે રીતે રચાયેલી એથિકલ કમિટીએ ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે વિવિધ રોગોના લગભગ 500 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા હતા. કમિટીએ આ ટ્રાયલ માટે લાખો રૂપિયા પણ લીધા હતાં.
એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડ અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. AMCના વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વીએસ હોસ્પિટલમાં નવા સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક બાદ ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. AMC કમિશનરે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને તેના પ્રાથમિક તારણોના આધારે, AMCએ એક ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા અન્ય છ કૉન્ટ્રેક્ટ ડૉક્ટરો પણ શંકાના ઘેરામાં છે. તપાસ ચાલુ છે અને દોષિત ઠરનારા તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.
પરમીશન વગર ટ્રાયલ!
તપાસ સમિતિના સભ્ય ડોકટરે જણાવ્યું હતું કે VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપવા માટે જવાબદાર એથિકલ કમિટીએ ગેરકાયદે રીતે રચાયેલી હતી, કારણ કે તે સત્તાવાર રીતે અધિકૃત ન નથી. SVP હોસ્પિટલના નિર્માણ પછી VS હોસ્પિટલમાં એથિકલ કમિટીની રચના કરવામાં આવી હતી, જો કે તેના માટે જરૂરી મંજૂરીઓ ન હતી. આ ટ્રાયલ માટે કોઈ ઔપચારિક પરવાનગી લેવામાં આવી ન હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે હોસ્પિટલમાં લગભગ 500 દર્દીઓ પર 57 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા, જેનો કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો ન હતો. જો કે, આ ગેરરીતીના ખુલાસા બાદ, ક્લિનિકલ ટ્રાયલ્સમાં સામેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના સાઇટ મેનેજમેન્ટ ઓફિસર્સ (SMO) પાસેથી માહિતી એકઠી કરવામાં આવી હતી.
તપાસમાં પુષ્ટિ કરવામાં આવી છે કે વીએસ હોસ્પિટલમાં જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓના પાલન વિના વર્ષ 2021 થી ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે હોસ્પિટલના બોર્ડ પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, અને ટ્રાયલ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. એવા પણ આરોપો છે કે ભૂતપૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ DyMC ની સહી મેળવીને અને જરૂરી પ્રોટોકોલની અવગણના કરીને ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતાં.
NHL એ સ્પષ્ટતા કરી છે:
કૌભાંડનો ખુલાસો થયા બાદ ખળભળાટ મચી ગયો છે. એક મીડિયા અહેવાલ મુજબ VS હોસ્પિટલ સાથે જોડાયેલી NHL મેડિકલ કોલેજનાં ફાર્મોકોલોજી વિભાગનાં હેડ પ્રોફેસર સુપ્રિયા મલ્હોત્રાએ આ મામલે સ્પષ્ટતા કરી કરી છે. એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ પ્રોફેસર મલ્હોત્રાએ જણાવ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તબીબોને ક્લિનિકલ ટ્રાયલ માટે અપીલ કરે છે. અપીલ બાદ એથિકલ કમિટીને જણાવવામાં આવે છે. એથિકલ કમિટી જાણ કરે છે તે બાદ જ દર્દી પર ટ્રાયલ કરવામાં આવે છે. ટ્રાયલ માટે દર્દીની સહમતી લેવામાં આવે છે.
કોલેજનાં ડીન ચેરી શાહે મીડિયા સંસ્થાને જણાવ્યું કે, તપાસમાં 57 થી 58 કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરી હોવાનું જાણવા મળ્યું છે. દરેક ડોક્ટરો પાસેથી પણ માહિતી મંગાવવામાં આવી છે કે કેટલા ટ્રાયલ થયા છે. તપાસ હજું અધૂરી છે, વધુ તપાસ કરવામાં આવશે અને તે બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.
NHL કોલેજે એ સ્પષ્ટતા કરી:

આપણ વાંચો : બેવડી ઋતુથી અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલ હોસ્પિટલ OPDમાં 7,744 કેસ નોંધાયા