એગ્રીબીડ પ્રા.લી.નું ખેડૂતોને શક્તિશાળી બનાવવાનું લક્ષ્ય
માનનીય કેન્દ્રીય ગ્રહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ NCCF (નેશનલ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) તથા NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા લેવાયેલ ઇ-પોર્ટલોના તાજેતરના લૉન્ચ માટે કઠોળ (પલ્સીસ) પટ્ટાની વચ્ચે ઘણી બધી ચર્ચા છે. NCCF અને NAFED દ્વારા તુવેરની પ્રોકયોરમેન્ટ માટે ઘણા બધાએ તેમના નામ નોંધાવ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, કર્ણાટકા અને મધ્ય પ્રદેશમાંથી રજિસ્ટ્રેશન આવેલ છે.
ઘણી પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) એ તેમની હેઠળ ખેડૂતોને સક્ષમ બનાવવા પોર્ટલ પર નોંધણી કરાવી છે. PACS ગ્રામીણ ધિરાણ અને કૃષિ વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને આવી પહેલમાં તેમની સક્રિય ભાગીદારી કૃષિ કાર્યક્રમોની સફળતામાં ફાળો આપી શકે છે.
કંપની જેવી કે એગ્રીબીડ પ્રા.લી. કે જે ખેડૂતોને મજબૂત શક્તિશાળી બનાવવા કાર્ય કરે છે અને જીવનમાં પરિવર્તન લાવે છે તે NCCF સાથે સંલગ્ન છે અને વધુમાં વિવિધ કોમોડિટીઝના પ્રોક્યોરમેન્ટમાં સહયોગ કરે છે. એગ્રીબીડ પ્રા.લી.ના CEO શ્રી આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે “ડિજિટલ પ્લેટફોર્મ અને સુવ્યવસ્થિત પ્રાપ્તિની પ્રક્રિયા દ્વારા કઠોળના ખેડૂતોનું મનોબળ વધારવાની સરકારની પહેલ ખરેખર જ કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.
આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ઘરગથ્થું ઉત્પાદનને પ્રોત્સાહન આપવું એ ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની આર્થિક સુખાકારી વધારવાનું એક મુખ્ય પાસું છે. જો આવી પહેલથી ઉત્પાદકતામાં વધારો થાય, બજારની સારી પહોંચ, અને કઠોળના ખેડૂતો માટે શ્રેષ્ઠ સમર્થન મળે, તે ભારતને કઠોરમાં આત્મનિર્ભર બનાવવા યોગદાન આપી શકે છે. તથા ખેડૂતોની આજીવિકા પર સકારાત્મક અસર પડી શકે છે.
ટેક્નોલોજી અને ઇ-પોર્ટલનું એકત્રીકરણ કૃષિ પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સુલભતા લાવી શકે છે, જેનાથી બન્ને ખેડૂતો અને એકંદર કૃષિક્ષેત્ર બન્નેને ફાયદો થાય છે.