ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

સાત વર્ષ બાદ રાહુલ અને અખિલેશ એક મંચ પર આવ્યા તો ખરા પણ…

કનૌજઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ શુક્રવારે ઈન્ડિયા બ્લોકની સંયુક્ત રેલી માટે એકસાથે આવ્યા હતા. આ ઘટના સાત વર્ષ બાદ બની છે. કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી લડી રહી છે ત્યારે રાહુલ ગાંધી અને અખિલેશ વચ્ચે સુમેળનો અભાવ પહેલેથી છે, પરંતુ તે રેલીમાં દેખાતો હોવાનું ઘણાએ નોંધ્યું છે.

અખિલેશ યાદવે કન્નૌજ સાથેના તેમના સંબંધો વિશે વાત કરી અને મુખ્યત્વે તેમને પોતાને મત આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે જ્યારે તેમણે મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન ખાલી કર્યું ત્યારે તેને ‘ગંગા જળ’થી ધોવામાં આવ્યું હતું, તેમનું વ્યક્તિગત અપમાન કરવામાં આવ્યું હતું. પરંતુ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી ન હતી. બીજી તરફ, રાહુલ ગાંધીએ મોંઘવારી, બેરોજગારી અને અન્ય મુદ્દે મોદી સરકારની નિષ્ફળતા વિશે વાત કરી.

તેમના ભાષણના અંતે, તેમણે નિશ્ચિતપણે કન્નૌજમાં અખિલેશ યાદવને જીતાડવાની અપીલ કરી. જો કે, સમાજવાદી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ યાદવની અમેઠી અથવા રાયબરેલીમાં પ્રચારની કોઈ યોજના નથી, જ્યાં ગાંધી પરિવારની પ્રતિષ્ઠા દાવ પર છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે વિપક્ષને ચૂંટણીની મધ્યમાં ઓછામાં ઓછા એક વખત સારા સંબંધો બતાવવાની જરૂર હતી, તેથી રેલી યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચેના સંબંધો ક્યારેય ખાસ કોઈ મીઠાં રહ્યા નથી. જો કે, બંને પક્ષોએ હંમેશા વાટાઘાટો માટે અવકાશ જાળવી રાખ્યો હતો. સમાજવાદી પાર્ટીએ હંમેશા અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવારો ઉતારવાનું ટાળ્યું છે. કોંગ્રેસે ચૂપચાપ તેમની તરફેણ સ્વીકારી છે.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વોટ બેંક એક સમયે કોંગ્રેસનો આધાર હતો. નેવુંના દાયકાની શરૂઆતમાં, જ્યારે અયોધ્યા ચળવળ અને મંડલની રાજનીતિની લહેર દેશભરમાં ફેલાઈ ગઈ, ત્યારે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી મુસ્લિમ મતો છીનવી લીધા, જ્યારે બીએસપીએ દલિતોને પોતાના પક્ષમાં લીધા. સમાજવાદી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવ ક્યારેય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની તરફેણમાં નહોતા, કારણ કે તેમને લાગ્યું કે તેનાથી મુસ્લિમો માટે કોંગ્રેસમાં પાછા ફરવાનો માર્ગ ખુલી શકે છે.

જોકે હાલમાં દરેક પક્ષ માટે આપસી મતભેદ ભુલાવી ચૂંટણી જીતવાનું મહત્વનું હોવાથી પક્ષના કાર્યકરોથી માંડી નેતાઓ સ્વાર્થના સંબંધો નિભાવે જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button