ટોપ ન્યૂઝમનોરંજન

Breaking News: અભિનેતા Govinda પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત

મુંબઇ: અભિનેતા ગોવિંદાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં અભિનેતા ગોવિંદાને પોતાની બંદૂકથી પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સવારે 5 વાગે આસપાસની છે. તે સવારે કોઇક સ્થળે જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે તેમનાથી જ મિસફાયર થતાં પગના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ક્રિટી કેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની રિવોલ્વર કબજામાં લઈ લીધી. ગોવિંદાના પગમાં ગોળી વાગ્યા બાદ ખૂબ લોહી વહી ગયું છે. જેના કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હાલમાં ગોવિંદા અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ છે. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ પરિવારના સભ્યોના નિવેદન નોંધશે.

ગોવિંદા ખતરાની બહાર

ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે અભિનેતાની હાલત હવે ખતરાની બહાર છે. તે કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા. તે રિવોલ્વર સાફ કરીને કબાટમાં મુકવા જતા હતા. આ દરમિયાન પિસ્તોલ જમીન પર પડી હતી જે બાદ તે મિસ ફાયર થયું હતું. ઘૂંટણ નીચે ગોળી વાગી હતી. હવે ગભરાવાની જરૂર નથી.

ગોવિંદાની પત્નીમાં મુંબઈમાં નથી

રિપોર્ટ્સનું માનીએ તો ગોવિંદાની પત્ની સુનીતા આહુજા હાલ મુંબઈમાં નથી. ગોવિંદાને ગોળી મારવામાં આવી હોવાની જાણ થતાં જ તે મુંબઈ આવવા રવાના થઈ ગઈ હતી. આગામી બે કલાકમાં તે મુંબઈ આવશે.

ગોવિંદાના હાલના દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યુઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ગોવિંદા તેની પત્ની સુનીતા સાથે ટીવી પર જોવા મળે છે. જ્યાં ઘણી વખત તે પોતાની પ્રોફેશનલ અને ક્યારેક અંગત જીવન વિશે એવા ખુલાસા કરે છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી.

નોંધ : આ સમાચાર હાલ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજ રિફ્રેશ કરતાં રહેજો

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button