ટોપ ન્યૂઝનેશનલ

AAP નેતા સંજય સિંહનો અંતે તિહાર જેલમાંથી થયો છુટકારો, 6 મહિના બાદ મળ્યા જામીન

શરાબ પોલીસી કૌભાંડમાં છેલ્લા 6 મહિનાથી દિલ્હીની તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનો અંતે જામીન પર છુટકારો થયો છે, આજે તેમને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન આપ્યા હતા, કાનૂની પ્રક્રિયાને કારણે ગઈકાલે તેમને જેલમાંથી છોડવામાં આવ્યો નહોતા.

તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે કહ્યું- આ સમય ઉજવણીનો નથી, સંઘર્ષનો સમય છે. અમારી પાર્ટીના અગ્રણી નેતાઓ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે જેલના તાળા તુટશે અને તે પણ બહાર આવશે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનની પાર્ટીમાં ધમાલઃ 22 નેતાએ પાર્ટી છોડી

આ પહેલા સંજય સિંહની પત્ની અનિતા સિંહ બુધવારે જામીનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. કોર્ટે રૂ. 2 લાખના બોન્ડ અને એટલી જ રકમની જામીન પર જામીન આપ્યા હતા. સંજય સિંહની પત્નીએ 2 લાખ રૂપિયાના બોન્ડ ભર્યા હતા.

કોર્ટે સંજય સિંહના જામીન માટે ત્રણ શરતો રાખી હતી. પ્રથમ- તે જેલની બહાર જઈને એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંબંધિત કોઈ નિવેદન નહીં આપે. બીજું- પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે. ત્રીજું જો તે દિલ્હીની બહાર જશે તો તપાસ એજન્સીને જાણ કરવાની રહેશે અને તેમનું લાઇવ લોકેશન શેર કરવું પડશે.

આ પણ વાંચો : લીકર કૌભાંડઃ ઈડી આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવાની વેતરણમાં પણ

ઉલ્લેખનિય છે કે સંજય વિરુદ્ધ પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં કેસ નોંધાયેલો છે. જેલ તંત્રે આ કેસોનો સ્ટેટસ રિપોર્ટ પણ લીધો છે અને આ ત્રણ રાજ્યોમાં નોંધાયેલા કેસમાં સંજયની ધરપકડ કરવામાં આવી છે તો તેમાં કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે કે નહીં તે અંગે જાણકારી મેળવી છે. જો કે ત્રણેય રાજ્યોમાં તેની ધરપકડનો કોઈ આદેશ નથી તે હવે સ્પષ્ટ થઈ ગયું છે.

સંજય સિંહને કોમ્પેન્સેટેડ લિવર સિરોસિસ નામની બીમારી છે. ડોક્ટરોની સલાહ પર તેમને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને અંતિમ સ્ક્રીનીંગ બાયોપ્સી માટે લઈ જવામાં આવ્યો હતો. જે બાદ તેને રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Atishi Marlena: ‘તાત્કાલિક માફી માંગો નહીં તો….’ ભાજપે આ કારણે AAP નેતા આતિષીને નોટિસ મોકલી

સંજય સિંહની પત્ની અનીતા સિંહે જણાવ્યું કે ગઈ કાલે અમે સંજય સિંહને રૂટિન ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં અમને ખબર પડી કે તેમને જામીન મળી ગયા છે.સંજય સિંહ જેલમાંથી છૂટ્યા પછી સીધા સીએમ અરવિંદના ઘરે જશે જ્યાં તે કેજરીવાલ સુનિતાને મળશે.

https://twitter.com/AamAadmiParty/status/1775539370918805812?s=20

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button