ટોપ ન્યૂઝનેશનલ

LOC પર મોટી કાર્યવાહી: હથિયારનો જથ્થો અને ડ્રોનથી ફેંકવામાં આવેલ 6 આઇઇડી કબજે

જમ્મુ: ભારતીય સુરક્ષા દળોએ જમ્મુના જ્યૌડિયમાં આવેલ પટવાર છન્ની દિવાનૂ પાસે રવિવારે વહેલી સવારે ડ્રોનથી ફેંકવામાં આવેલ હથિયારોના બે પેકેટ કબજે કરી એક મોટા કાવતરાને નિષ્ફળ કર્યુ છે. આ પેકેટ્સમાં બેટરીથી ચાલનારા છ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IEED), એક પિસ્તોલ, કારતૂસ અને 35 હજાર રુપિયાની ભારતીય ચલણી નોટો હતી.

જે ખેતરમાંથી આ વસ્તુઓ મળી આવી છે એ એલઓસી પાસે છે. કહેવાઇ રહ્યું છે કે આ હથિયારો આતંકવાદીઓ માટે મોકલવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળે ધૂસણખોરીને નાકામ કરી બે આતંકવાદીઓને માર્યા હતાં.

આ અંગે વાત કરતાં એક અધકિારીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે 7:50 વાગે ખૌરમાં આવેલ ચન્ની દીવાનો ગામમાં એક ખૂલ્લા મેદાનમાં આ પેકેટ દેખાયા હતાં. સેના અને પોલીસે તરત જ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. અને બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડની મદદથી આ પેકેટ ખોલવામાં આવ્યા હતાં.


જેમાંથી છ IEED, ઇટલીમાં બનેલી એક 9 એમએમની પિસ્તોલ, 30 રાઉન્ડના ત્રણ મેગઝીન, એક હેન્ડ ગ્રેનેડ, 35000 રુપિયા રોકડા, એક ટેપ, રિલિઝીંગ કાર્ડ, ઝીપલોક પ્લાસ્ટીક બેગ મળી આવી હતી. આ સમાનને જપ્ત કર્યા બાદ સેના અને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ શોધી રહી છે કે આ હથિયારો કોના માટે મોકલવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં અશાંતી ફેલાવવા માટે પાડોશી દેશોમાંથી આતંકવાદીઓ ઘણાં પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાન રોજ ડ્રોન મારફતે આતંકવાદીઓ માટે હથિયારો અને નશીલા પદાર્થો મોકલી રહ્યું છે. પણ જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સેનાની સતર્કતા તેમના તમામા પ્રયાસો નિષ્ફળ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button