વીક એન્ડ

એઆઇની મદદથી વૈજ્ઞાનિકો શીખી રહ્યા છે ‘વ્હેલ’ની ભાષા

કવર સ્ટોરી -કે.પી. સિંહ

વૈજ્ઞાનિકોને એ વાતનો અંદાજ ઘણાં વર્ષો પહેલાં લાગી ગયો હતો કે સીટેસીઆ ક્રમ સાથે જોડાયેલા જળચર સસ્તન પ્રાણીઓની એક મોટી પ્રજાતિ ‘સ્પર્મ વહેલ’ એકબીજા સાથે માત્ર વાત જ નથી કરતી પણ એકબીજા સાથે સફળ અને સંતોષકારક સંવાદો પણ કરે છે. જોકે આ ધારણા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નહોતા. તેથી, થોડાં વર્ષો પહેલાં, વૈજ્ઞાનિકોએ આ શંકાને પુરાવામાં ફેરવવા માટે, પોતે સ્પર્મ વહેલની ભાષા શીખવાનું શરૂ કર્યું. જેથી આ શીખ્યા બાદ તેઓ સ્પર્મ વહેલની દુનિયાને નજીકથી જાણી શકે અને હવે થોડા વર્ષો પછી વૈજ્ઞાનિકોને આ બાબતમાં અમુક હદ સુધી સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે. ડોમિનિકા સ્પર્મ વ્હેલ પ્રોજેક્ટના સ્થાપક શેન ગેરો કહે છે, ‘સ્પર્મ વહેલ’ની વાતચીતમાં અવાજની ચઢ-ઉતર, ઝડપ અને સંખ્યામાં વિવિધતાઓ બિલકુલ માનવ વાતચીત અને માનવ અવાજની સમાન હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે ‘સ્પર્મ વહેલ’ એકબીજા સાથે વાત કરે છે, ત્યારે તેમના અવાજમાં ‘કટ કટ કટ’ અવાજની ચોક્કસ સંખ્યા અને અવધિ હોય છે. ક્યારેક અંતમાં અને ક્યારેક શરૂઆતમાં કટ કટ ઉમેરવામાં આવે છે. જેમ કે મનુષ્યો તેમની ભાષામાં શબ્દો બનાવવા અને તેમના અર્થોને વિસ્તૃત કરવા માટે પ્રત્યયનો ઉપયોગ
કરે છે.

નોંધનીય છે કે સ્પર્મ વ્હેલ (ફિસેટર મેક્રોસેફાલસ) દાંતાવાળી વ્હેલમાં સૌથી મોટી અને સૌથી મોટા દાંતાવાળી શિકારી છે. સ્પર્મ વ્હેલનો આ પરિવાર જીનસ ફિસેટરનો એકમાત્ર જીવંત સભ્ય છે. સ્પર્મ વહેલને શુક્રાણુ વહેલ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે ઘાટા અને ભૂરા રંગની હોય છે. જો કે, કેટલાકના પેટ પર સફેદ નિશાન પણ જોવા મળે છે. સ્પર્મ વહેલના માથા બહુ મોટા હોય છે, જે શરીરની કુલ લંબાઈના લગભગ એક તૃતીયાંશ સમાન છે. તેમના માથાના ટોચની ડાબી બાજુએ બ્લોહોલ અસમપ્રમાણ રીતે સ્થિત હોય છે.

સ્પર્મ વહેલની ત્વચા કરચલીવાળી હોય છે અને તેમના શરીર પર ગોળાકાર નિશાન હોય છે, જે સ્કિટ સકરને કારણે હોય છે. સ્પર્મ વહેલ સામાન્ય રીતે ૭૦ વર્ષ સુધી જીવે છે, પરંતુ કેટલાકની ઉંમર તેના કરતા ઘણી વધુ હોય છે.

સ્પર્મ વહેલ હંમેશા માણસોને પોતાના તરફ આકર્ષિત કરે છે કારણ કે તે એક ચેમ્પિયન ડાઇવર હોય છે અને ઘણીવાર તે દરિયામાં ડાઇવર્સ સાથે ડાઇવિંગ કરતી જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે સ્પર્મ વહેલ ૩૦૦૦ ફૂટથી વધુની ઊંડાઈ સુધી ડૂબકી મારવામાં સક્ષમ છે અને બે કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહી શકે છે. તેનો સૌથી સામાન્ય શિકારી ‘કિલર વહેલ’ છે. સ્પર્મ વહેલ ખુલ્લા સમુદ્રમાં રહે છે અને વિષુવવૃત્તથી ઉચ્ચ અક્ષાંશો સુધી લગભગ તમામ મહાસાગરોમાં જોવા મળે છે. તેની સામાન્ય પરિભ્રમણ ગતિ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિકલાક હોય છે અને જ્યારે તે તેની સ્પીડમાં વધારો કરે છે ત્યારે તે લગભગ ૩૫ થી ૪૫ કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી જાય છે. સ્પર્મ વહેલ ખોરાક અને પ્રજનન માટે મોસમી સ્થળાંતર કરે છે.

વૈજ્ઞાનિકોને વર્ષોથી અંદાજો હતો કે સ્પર્મ વહેલ એકબીજા સાથે વાતચીત કરે છે અને તેમની એક સંરચિત ભાષા છે. પરંતુ આ માત્ર ત્યારે જ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ શકે છે જ્યારે વૈજ્ઞાનિકો તેની ભાષા સમજે અને તેમના પરસ્પર સંવાદનો ચોક્કસ અર્થ કરે, જે હવે વૈજ્ઞાનિકો કરવાના મિશન પર છે. લગભગ બે વર્ષની સખત મહેનત બાદ વૈજ્ઞાનિકોને સ્પર્મ વહેલની ભાષાના મૂળાક્ષરો શીખવામાં અમુક અંશે સફળતા મળી છે. ખાસ કરીને તેની વાતચીતમાં તે ‘કટ કટ’ નો ઉપયોગ કરે છે, આ અવાજને કોડેજ કહેવામાં આવે છે અને તે મોર્સ કી જેવો સંભળાય છે. વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષોથી પૂર્વી કેરેબિયન સમુદ્રમાં રહેતી ૬૦ સ્પર્મ વહેલની આ વાતચીત રેકોર્ડ કરી છે. આ સંશોધનની પ્રમુખ ભારતીય મૂળની પ્રત્યુષા શર્મા છે, જે કહે છે અમે તેના અવાજનો અભ્યાસ અને અવાજ પછી તેમના વર્તનનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને અમે આમાં એઆઇની મદદ પણ લઈ રહ્યા છીએ. જો વૈજ્ઞાનિકો આ અસંભવ કાર્યને સિદ્ધ કરશે, તો વિશ્ર્વને દરિયાની અંદરની દુનિયાની એક એવી વાસ્તવિકતા સામે આવશે, જે અત્યાર સુધી આપણે માત્ર અનુમાન દ્વારા જ સમજી શક્યા છીએ.

એવું માનવામાં આવે છે કે સ્પર્મ વહેલ પૃથ્વી પરના કોઈપણ પ્રાણીઓ કરતાં સૌથી મોટું માથું ધરાવે છે. તેથી એવું માનવામાં આવે છે કે તેનું મગજ પણ અન્ય તમામ પ્રાણીઓ કરતાં મોટું અને ઝડપી હશે. તે નોંધનીય છે કે સ્પર્મ વહેલનું મગજ માનવના માથા કરતાં પાંચ ગણું ભારે હોય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ માછલી માનવ કરતાં પાંચ ગણી સારી અથવા અદ્યતન મગજની પ્રવૃત્તિઓ કરતી હશે. સ્પર્મ વહેલ એ માથા અને દાંતવાળું સૌથી મોટું જીવ છે, જેમાં નાની પિગ્મી સ્પર્મ વહેલ અને અત્યંત વામન સ્પર્મ વહેલનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button