શું આ છેલ્લો એક દિવસીય ક્રિકેટ વિશ્ર્વકપ હશે?
કવર સ્ટોરી – સારીમ અન્ના
રવિ શાસ્ત્રી કહે છે, “ટેસ્ટ ક્રિકેટ આર્ટ ફિલ્મ છે અને ટી-૨૦ કમર્શિયલ સિનેમા. વર્તમાનમાં એક દિવસીય ક્રિકેટ જેને આપણે વન ડે ક્રિકેટ કહીએ છીએ એ વચ્ચે ક્યાંક લટક્યું છે. તેમાં કોઈ બે મત નથી કે ટી-૨૦ ક્રિકેટની વધતી લોકપ્રિયતા અને આકર્ષણે એકદિવસીય ક્રિકેટને ઓલવાતા દીવા જેવું બનાવી દીધું છે. જો તમે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ નો ડેટા જોશો તો આ સમયગાળામાં ભારત માત્ર ૩૦ ઓડીઆઈ રમ્યું છે જે ક્રિકેટ રમનાર દેશોમાં સૌથી વધુ છે. અને આ જ સમયગાળામાં ભારતીય ટીમે જેટલી ટી-૨૦ મેચ રમી છે તેની સંખ્યા ૯૫ થવા જાય છે. આ એક વર્ષમાં ભારત પછી સૌથી વધુ ઓડીઆઈ મેચ શ્રીલંકા (૨૫) અને ન્યુઝીલેન્ડ (૨૩) રમ્યા છે. અન્ય દેશો તો આનાથી પણ ઓછી ઓડીઆઈ મેચ રમ્યા છે. આ સંખ્યા પણ કદાચ એટલા માટે છે કે ૨૦૨૩ માં એકદિવસીય ક્રિકેટનો વર્લ્ડ કપ આયોજિત થઇ રહ્યો છે.
એટલે એ પ્રશ્ર્ન પ્રાસંગિક છે કે શું ૫ ઓક્ટોબર થી ભારતમાં રમનારો ક્રિકેટ વિશ્ર્વ કપ ઓડીઆઈના ‘બુઝતા ચિરાગ’ને ફરીથી ઓક્સિજન પૂરો પાડી શકશે ખરું? આ સવાલ એ દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે કે ઓડીઆઈના દિગ્ગજ પણ આ ફોર્મેટના ભવિષ્ય બાબતે આશ્ર્વસ્ત નથી. ઈયોન મોર્ગન કહે છે, “સૌથી વધુ દબાણ ૫૦ ઓવર ફોર્મેટ પર છે. હવે દ્વિપક્ષીય ઓડીઆઈના બદલે ટી-૨૦ વધુ રમાશે. થોડા સમય પછી ઓડીઆઈ માત્ર વિશ્વ કપ સુધી સીમિત રહી જશે. તેવું એટલા માટે, કેમકે મોઇન અલી અનુસાર, “ઓડીઆઈ લાંબું, બોરિંગ ફોર્મેટ છે. અત્યારે હવે તેને કોઈ મહત્વ નથી અપાઈ રહ્યું. કેમકે બેન સ્ટોક્સ મુજબ, “અમે (ખેલાડીઓ) કાર નથી. એ સંભવ નથી કે તમે અમારામાં પેટ્રોલ ભરી ડો અને અમે મેદાન માં ઉતારીએ અને પાછા પેટ્રોલ ભરાવવા તૈયાર થઇ જઈએ.
સવાલ એ છે કે આવી સ્થિતિ કેવી રીતે ઉત્પન્ન થઇ? કારણ માત્ર ટી-૨૦ પ્રત્યેનું આકર્ષણ નથી. સચિન તેંડુલકર જેમણે થોડાં વર્ષો પહેલા ઓડીઆઈને ૨૫-૨૫ ઓવરની ચાર પાળીમાં વિભાજિત કરવાની સરસ સલાહ આપી હતી, કહેવું છે, “બે નવા બોલનો ઉપયોગ કરીને તમે રિવર્સ સ્વિંગને સમીકરણમાંથી બહાર કરી નાખ્યું છે. એ નવા બોલથી ૪૦મી ઓવર માત્ર ૨૦મી ઓવર હોય છે. બોલ ૩૦ ઓવર જૂનો થાય પછી જ રિવર્સ સ્વિંગ થાય છે. તેને કારણે રમત બહુ પ્રેડિક્ટેબલ થઇ ગઈ છે. ૧૫ થી ૪૦ ઓવર વચ્ચે બોલ તેની ગતિ ગુમાવી દે છે અને બહુ બોરિંગ થઇ જાય છે.”કદાચ તેથી જ એડમ જમ્પા ૧૦ ઓવર ઓછી કરવાનું કહે છે. જ્યારે વસીમ અકરમનું કહેવું છે કે, ઓડીઆઈને માત્ર આયોજિત કરવા માટે તેનું આયોજન થાય છે.
પહેલી દસ ઓવર પછી રમત એકદમ ઓકે થઇ જાય છે, એક પ્રત્યેક બોલે એક રન બનાવો. બાઉન્ડરી મારો, ચાર ફિલ્ડર અંદર છે. ૪૦મી ઓવર સુધીમાં તમારા ૨૦૦, ૨૨૦ રન થઇ જાય. પછી છેલ્લી ૧૦ ઓવરમાં ફટકાબાજી કરીને બીજા ૧૦૦ રન ઉમેરી દો. આ એક જાતનું રૂટિન થઇ ગયું છે.
સૂતેલા ભારતીય સિંહને ૧૯૮૩ના વર્લ્ડ કપે જગાડ્યો હતો. ભારતમાં એ ઈચ્છા અવશ્ય છે કે ૧૯૮૩ અને ૨૦૧૧ની જેમ ફરી વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડે. તેથી એ શક્ય છે કે, યજમાન સારી જીત સાથે શરૂઆત કરે તો કેટલાક અઠવાડિયા માટે તે ઓડીઆઈ વિશ્ર્વકપના રાજા બની શકે છે, પરંતુ આ રાહત થોડા સમય પૂરતી જ હશે. કેમકે ક્રિકેટના પાવર બ્રોકર્સ માટે ઓડીઆઈ વિશ્ર્વકપના વાતાવરણની બહાર ક્રોનિક માથાનો દુખાવો બની ગયા છે. વચ્ચેની ઓવરમાં બોરિંગ થવા લાગ્યા છે. આ ધારણાએ ૫૦ ઓવર ક્રિકેટ ફોર્મેટને એટલું બદલી નાખ્યું છે કે જે તે ૧૯૮૭માં હતું એ તો માત્ર યાદોમાં રહી ગયું છે. હવે કેપ્ટનો અને બોલરો માટે મર્યાદાઓ છે, રિવર્સ સ્વિંગ અને જૂના બોલથી થતી કલાકારી લુપ્ત થઇ ગઈ છે, કેમકે બંને એન્ડથી નવો બોલ વાપરવામાં આવે છે. ફિલ્ડિંગના પ્રતિબંધોએ કેપ્ટનોના હાથ બાંધી નાંખ્યા છે. બેટર્સનો સરાસરી સ્ટ્રાઇક રેટ જે ૧૯૭૯માં ૫૪.૫૨ હતો તે ૨૦૧૯ના વિશ્ર્વકપમાં વધીને ૮૮.૧૫ થઇ ગયો હતો. ૧૯૭૯માં જ્યાં માત્ર બે સદીઓ નોંધાઈ હતી ત્યાં ૨૦૧૫માં ૪૮ મેચોમાં ૩૮ સદીઓ નોંધાઈ! ૨૦૧૫ અને ૨૦૧૯ના વિશ્ર્વકપ વચ્ચે ૩૫૦થી વધુના ૫૩ સ્કોર નોંધાયા હતા, જેમાં ૫ સ્કોર ૪૦૦ની ઉપરના પણ હતા. તે પછી કોવિડ રોગચાળાને કારણે મહિનાઓ સુધી રમત ન રમાઈ હોવા છતાં ૩૫૦થી વધુના ૨૫ સ્કોર છે, જેમાં ૪ સ્કોર ૪૦૦થી વધુના પણ શામેલ છે.
આઇપીએલની લાંબી વિન્ડો, વધતી ટી-૨૦ લીગો, અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કેલેન્ડરને કારણે ઓડીઆઈ હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. ટોપ ખેલાડીઓ ઓડીઆઈની જગ્યાએ ટી-૨૦ને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઓડીઆઈ વિશ્ર્વકપ સુપર લીગ, જેને હવે સમાપ્ત કરી દેવામાં આવી છે, તેની પોતાની કમીઓ હતી અને તેને સારો આવકાર પણ નહોતો મળ્યો. હવે એવી ધારણા છે કે ઓડીઆઈના ‘અચ્છે દિન’ આવીને ચાલ્યા પણ ગયા છે. પ્રશાસકોએ ઓડીઆઈને બચાવવા ભરપૂર પ્રયત્નો કર્યા છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, રસાકસી ભર્યા મુકાબલા, જેને કારણે દર્શકોની રમતમાં રુચિ વધે છે, તે ગણતરીના જ થયા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ૩૨૬ ઓડીઆઈ રમે છે, જેમાંથી માત્ર ૧૭ મેચમાં વિજયનું અંતર ૧૦થી ઓછા રનનું હતું અને માત્ર ૧૮ મેચ ૩ વિકેટથી ઓછામાં જીતાઈ છે. ક્રિકેટ પાસે હવે ઓડીઆઈથી અલગ એક નવી આકર્ષક ઈકોસીસ્ટમ છે. તેથી વિશ્ર્વકપ સાઇકલની બહાર ઓડીઆઈનું પ્રાસંગિક બની રહેવું હવે મુશ્કેલ લાગે છે. જો ટેસ્ટ નોવેલ્ટી થઇ ગઈ છે તો ઓડીઆઈ દુર્લભ બની જશે. તે ટી-૨૦ના સમયને ખાઈ રહ્યા છે. આ વિશ્ર્વકપમાં કેવી રમત રમાય છે, તેનાથી નક્કી થશે, ન માત્ર દ્વિપક્ષીય ઓડીઆઈનું ભવિષ્ય, પરંતુ ૫૦ ઓવરના વિશ્ર્વકપનું પણ. તેથી જગત માટે આ વિશ્ર્વકપનું મહત્ત્વ વધી ગયું છે.