વીક એન્ડ

શું એક દિવસ ધરતી પરથી સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે પુરુષ..?

કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પુરુષોના વાય ક્રોમોઝોમ ઝડપથી ઘટી રહ્યા છે. જો આ પરિસ્થિતિ યથાવત રહી તો માનવામાં આવી રહ્યું છે કે આગામી ૪૮ લાખ વર્ષ બાદ ધરતી પરથી વાય ક્રોમોઝોમ પુરી રીતે ખત્મ થઇ જશે અને આ સાથે પુરુષોનુ નામોનિશાન મટી જશે. જેનો અર્થ એ છે કે જો આ ભવિષ્યવાણી સત્ય સાબિત થઇ તો ધરમતીમાં લગભગ ૩ કરોડ ૪ લાખ વર્ષ મહિલાઓને એકલા જ રહેવું પડશે. આ અંદાજ એટલા માટે પણ એકદમ કાલ્પનિક લાગી રહ્યું નથી કારણ કે વ્યવહારિક રીતે જોઇએ તો પુરુષોનના વાય ક્રોમોઝોમ ધીરે ધીરે ઓછા થઇ રહ્યા છે. સાથે જ તેની ગુણવતા પણ ઘટી રહી છે. જ્યારે મહિલાઓના એક્સ ક્રોમોઝોમમાં છેલ્લા અનેક સદીઓમાં કોઇ પણ ઘટાડો જોવા મળ્યો નથી. આ બિલકુમ નોર્મલ છે. જોકે કેટલાક વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જો પુરુષોના વાય ક્રોમોઝોમ બિલકુલ ખત્મ થઇ જશે તો તેના સ્થાને અન્ય કોઇ ક્રોમોઝોમ વિકસિત થઇ જશે. જોકે, કોઇ અન્ય ક્રોમોઝોમની થિયરીને લઇને હાલમાં વૈજ્ઞાનિકો પુરી રીતે એકમત નથી.

નોંધનીય છે કે સ્તનપાયી શિશુઓમાં લિંગ વાઇ ગુણસૂત્ર પર નર નિર્ધારક જીન દ્ધારા નક્કી કરવામાં આવે. હવે વાઇ ગુણસૂત્રની ગુણવત્તા ઘટી રહી છે એટલા માટે એક અંદાજ એ પણ છે કે કોઇ નવો સેક્સ જિન પણ વિકસિત થઇ શકે છે. વાય ક્રોમોઝોમના ખત્મ થવાની આશંકા એટલા માટે વધી રહી છે કે કારણ કે કોઇ પણ મનુષ્યના શરીરમાં વાય ગુણસૂત્ર ધરાવતી કોશિકાઓની સંખ્યા વધારવાની કોઇ રીત સાયન્સમાં શોધી શકાઇ નથી. વાય ગુણસૂત્ર કોશિકાઓની સંખ્યા ગર્ભધારણના સમયે જ વ્યક્તિની આનુંવાંશિક સંરચનાને નિર્ધારિત થઇ જાય છે.

હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પ્રકાશિત હેરાલ્ડ સન ન્યૂઝપેપરમાં છપાયેલા એક રિપોર્ટની લેખિકા અન કૈમ્બ્રા યુનિવર્સિટીમાં વ્યવહારિક પ્રાકૃતિક વિજ્ઞાનના સંશોધક જેની ગ્રેવ્સની પુરુષોના સંબંધમાં અભ્યાની વિશ્ર્વાસુ છે. તે અગાઉ પણ પુરુષોના સંબંધમાં અનેક મહત્વપૂર્ણ સંશોધનો કરી ચૂક્યા છે. તેમના સોશિયલ આચાર વિચારથી લઇન તેના બાયોલોજિકલ વ્યવહાર અને તેમના અસ્તિત્વ પર કામ કરી રહ્યા છે. આ શોધ સિવાય પણ તેમની અનેક મહત્વપૂર્ણ શોધ પ્રકાશિત થઇ ચૂકી છે. જેમાં તેમના નિષ્કર્ષ પૂરી રીતે સત્ય નથી તો પૂરી રીતો ખોટા પણ સાબિત થયા નથી. પુરુષોના અસ્તિત્વ પણ ચિંતા વ્યક્ત કરનારી આ પ્રથમ અભ્યાસ રિપોર્ટ નથી. આ અગાઉ પણ અનેક એવા રિપોર્ટ આવ્યા છે જેમાં આશંકા વ્યક્ત કરાઇ છે કે પોતાના આક્રમક સ્વભાવ અને કમજોર જેનેટિક આધારના કારણે પુરુષો એક દિવસે દુનિયામાંથી ગુમ થઇ જશે અને પછી ફક્ત મહિલાઓ જ મહિલાઓ હશે.

મહાન મનોવૈજ્ઞાનિક ફ્રાયડ કહેતા હતા કે ઉગ્રતા, આક્રમકતા એક રીતે અસુરક્ષાબોધનું પરિણામ હોય છે. તો શું પુરુષો પણ જે ઉગ્રતા, આક્રમકતા અને ખાસ કરીને મહિલાઓ પ્રત્યે છે તે આ અસુરક્ષાબોધનું પરિણામ છે. ભવિષ્યમાં કદાચ એમ સાંભળવા અથવા વાંચવા મળે કે ક્ધયા ભૂ્રણ હત્યા પાછળ અવચેતનમાં ક્યાંક ને ક્યાં પુરુષ સમાજને પોતાના અસ્તિત્વના અંતની ચિંતા છે. વાસ્તવમાં અગાઉ પણ અનેક સંશોધનો થઇ ચૂક્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે સક્રિયતા અને આક્રમકતાનો વારસો ઉઠાવવાના કારણે પુરુષ અસ્તિત્વના મામલામાં સતત નબળો પડી રહ્યો છે. આ વાત વિવિધ પર્યાવરણીય શોધોએ પણ સાબિત કરી છે કે પર્યાવરણે નુકસાનની સૌથી વધુ અસર પુરુષો પર પડી રહી છે. પછી વધુ ગરમી હોય કે વધુ ઠંડી હોય. વાતાવરણના અચાનક કડક વલણથી મહિલાઓ કરતા વધુ પુરુષો માર્યા ગયા છે અથવા તેનો શિકાર દેખાયા છે.

જો વર્તમાન શોધ, સારસંભાળ, કાર્યશૈલી અને સામાજિક ઇતિહાસના કારણે પુરુષોના પતનની વાત નહી કરી રહ્યા પરંતુ આ સંશોધન સંપૂર્ણ જેનેટિક આધારિત છે. એટલુ જ નહીં શોધકર્તા વૈજ્ઞાનિક જેની ગ્રેવ્સે દાવો કર્યો હતો કે દુનિયાના અનેક આંતરિયાળ હિસ્સાનું અસ્તિત્વ ખત્મ થવા લાગ્યું છે. જોકે આ કોઇ શોધથી કાઢવામાં આવેલો નિષ્કર્ષ નથી. પરંતુ ભારતમાં પણ આ અંશત જોવા મળે છે અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સામાજિક અને આર્થિક લગામ મહિલાઓના હાથમાં છે અથવા જ્યાં મહિલાઓ નેતૃત્વની ભૂમિકામાં છે. ત્યાં પુરુષો ખત્મ ભલે ના થયા હોય પરંતુ તેમની સ્થિતિ નબળી પડી છે. ફક્ત સામાજિક, આર્થિક જ નહી પરંતુ આ સ્થિતિ જેનેટિક અસ્તિત્વ પર પણ લાગુ પડે છે. કેરળ, અંદમાન નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વના અનેક વિસ્તારોમાં ખાસ કરીને મણિપુર અને મેઘાલયમાં પુરુષોની સંખ્યા મહિલાઓની સંખ્યા કરતા ઓછી છે. આ ક્ષેત્રોની સરખામણીએ પુરુષો વધુ નેતૃત્વની ભૂમિકામાં છે. અહીના પુરુષોની શારીરિક દેખાવમાં ફેર પડતો જોવા મળી રહ્યો છે
આ તમામ ક્ષેત્રોના સંબંધમાં તો હાલમાં ફક્ત અંદાજ છે પરંતુ જેની ગ્રેવ્સે જે શોધ અધ્યયન મારફતે સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં માનવ જાતિમાં પુરુષો હોવા માટે જવાબદાર વાય ક્રોમોઝોમના આનુવાંશિક ગુણ સતત નબળા પડી રહ્યા છે. અને છેલ્લી અનેક સદીઓની સરખામણીએ આજે અનેક ગણુ નબળા પડી ગયા છે. જેની સાબિતિ અભ્યાસ વિના જોવા મળે છે. આજની તારીખમાં દુનિયાનો કોઇ એવો દેશ નથી જ્યાં કેટલાક દાયકાઓની સરખામણીએ પુરુષ વિર્યની ગુણવતામાં ઘટાડો ના આવ્યો હોય. એટલે કે આ અભ્યાસ ડરાવી રહ્યો નથી પણ ધ્રુજાવી તો રહ્યો જ છે કે આવનારા સમયમાં પુરુષોનું અસ્તિત્વ ખત્મ થઇ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button