વીક એન્ડ

જાનવરો માટે પૂંછડું કેમ જરૂરી છે?

વિજ્ઞાનીઓને જાનવરના જીવાશ્મીના સંશોધનમાં માલૂમ પડ્યું છે કે કરોડો વર્ષ પહેલાં પણ તેમને પૂછડું હતું. જો કે અમુક જાનવરોને પૂંછડી નથી હોતી. સિંહથી ખીસકોલી સુધી અને માછલીથી મોર સુધીના પશુ-પક્ષીને પૂંછડી હોય છે. આથી અંદાજ લગાડી શકાય કે પૂંછડી કેટલી મહત્ત્વની છે.

હકીકત એ છે કે પૂંછડી જાનવરો અને પક્ષીઓને જીવતા રાખવામાં મદદ કરે છે એટલું જ નહીં, પરંતુ પ્રજનનમાં પણ સહાય કરે છે. વધુમાં વૈજ્ઞાનિક સંશોધનથી ખબર પડે છે કે ડાયનાસોરના સમયથી જ જાનવર પૂંછડીનો ઉપયોગ સમતુલા રાખવા માટે કરે છે. મગરમચ્છ કે વ્હેલને પૂંછડી ન હોય તો એક ઈંચ પણ પાણીમાં આગળ વધી ન શકે. જો પૂંછડી ન હોય તો સ્તનપાયી જાનવરોને પોતાના શરીર પર બેસેલી માખીઓને ઉડાવવામાં મુશ્કેલી થાત. માખીઓ તેમને ચેનથી જીવવા ન દે.

જમીન પર રહેનારા જ જાનવરોને માટે જ નહીં, પરંતુ આકાશમાં વિચરણ કરનારા પક્ષીઓ અને માછલીઓથી માંડીને બીજા જીવો માટે પૂંછડી મહત્ત્વની છે. માછલી અને બીજા જળચર જીવો માટે પૂંછડી તરવામાં મદદ કરે છે અને તેમને ગતિ પ્રદાન કરે છે. પક્ષીઓને ઉડવામાં પાંખોની સાથે પૂંછડી સાથે મળીને કામ કરે છે અને પક્ષીને નીચે પડતાં રોકે છે.

નર મોર અને ટર્કી જેવા પક્ષીઓના પૂંછડા માદાઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં મદદગાર છે. કુતરાઓ પોતાનો મિજાજ અને ઈરાદો પૂંછડી વડે જાહેર કરે છે. ખિસકોલી અને કાંગારુની પૂંછડી તેમને ઉછળવા અને કુદવામાં મદદ કરે છે. ખીસકોલી શીત નિદ્રામાં જાય છે ત્યારે તેની પૂંછડી ધાબળાનું કામ કરે છે. આ રીતે જોઈએ તો બધા જાનવરો માટે પૂંછડીની કંઈ અને કંઈ ઉપયોગિતા છે. આથી જાનવરો માટે પાંચમા અંગ તરીકે કામ કરે છે. ફક્ત મનુષ્ય અને એપમાં પૂંછડી નથી હોતી અને તેમને એની કોઈ ઉપયોગિતા નથી.

સ્તનધારીઓમાં કંઈ પકડવામાં સક્ષમ પૂંછડી છે. આ તેની પાંચમી ઈન્દ્રીય અને અંગની જેમ કામ કરે છે. આનો ઉપયોગ વસ્તુઓને પકડવામાં, ઝાડની શાખાઓ પર લટકવા અને એનો ટેકો લેવા અને ઝુલવા વગેરેમાં કામ કરે છે. વાંદરો પૂંછડીનો ઉપયોગ ચીજોને પકડવામાં કરે છે. વાંદરા પૂંછડીની મદદથી ઝાડ પર લટકે છે. ઘણી વાર પૂંછડીનો ઉપયોગ જાનવરો ડિફેન્સ સિસ્ટમ તરીકે કરે છે.
અમુક જાનવર પૂંછડી વડે પ્રહાર કરે છે. પક્ષીના પૂંછડીનો ઉપયોગ દિશા બદલવા, ગતિ ઓછી કરવા અને નીચેથી ઉપર ઉતરવા માટે કરે છે. જોકે માનવીના મગજમાં એવી જિજ્ઞાષા છે કે પશુઓને પૂંછડીની શી જરૂર છે.

હકીકત તો એ છે કે પૂંછડીનું મહત્ત્વ માનવી માને છે અને દેખે છે એનાં કરતાં વધારે છે. આથી જમીન પર સરકનારા પ્રાણીઓ, કીડા, પક્ષી, સ્તનપાયી પ્રાણી બધાને પૂંછડીની જરૂર છે.

વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે ડાયનાસોરનું શરીર અને માથું ભારે હતું. આથી તે બે પગોથી ત્યારે ચાલી શકતો હતો એનું કારણ એ છે કે સમતુલા સ્થાપવા પૂંછડીનો ઉપયોગ કરતો હતો. ડાયનાસોર દોડીને પૂંછડીની મદદથી શિકાર પણ પકડી લે છે.

બિલાડી અને વાંદરો એવા બે જાનવરો છે જે પોતાની પૂંછડીનો બહેતર ઉપયોગ કરે છે. વાંદરો પાતળી ડાળ પર તેના તૂટવાની ચિંતા કર્યા વિના દોડે છે અને આનું જ કારણ પૂંછડું જ છે. પૂંછડીને લીધે ગમે એવી ઊંચાઈએ ડાળ પર હોય એના પર લટકી જાય છે. વાંદરો પૂંછડીની મદદથી ફૂલ અને પાનને તોડે છે. ભેંસ, ઘોડા, જિરાફ અને ક્યારેક ગાય પોતાના પૂંછડાથી જબરદસ્ત હુમલો કરે છે. માનવી પાસે પૂંછડું નથી એનું કારણ એ છે કે માનવીએ બે પગ વડે ચાલવાનું શરૂ કયુર્ં ત્યારથી તેને પૂંછડાની જરૂર રહી નથી.

  • દેવેશ પ્રકાશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker