વીક એન્ડ

સૌથી વધુ ખુશ કયા દેશના લોકો છે ?

વિશેષ -નિધિ ભટ્ટ

દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માગે છે. વીસમી માર્ચે વિશ્ર્વને સુખનું મહત્ત્વ જણાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો કયો દેશ સૌથી ખુશ છે? મોટા ભાગના લોકોના મગજમાં અમેરિકા અને ચીન જેવા શક્તિશાળી દેશોના નામ આવતા હશે. પરંતુ આંકડા દર્શાવે છે કે પૈસા અને સત્તા હોવી જરૂરી નથી કે દેશમાં સમૃદ્ધિ આવે. દુનિયાનો સૌથી ખુશ દેશ ફિનલેન્ડ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડને સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે
ફિનલેન્ડે સતત સાતમા વર્ષે આ સ્થાન હાંસલ કર્યું છે. તેને સમૃદ્ધિમાં મોટા દેશોને પાછળ છોડી દીધા છે. ડેનમાર્ક,
આઈસલેન્ડ અને સ્વીડન જેવા દેશો પણ ટોપ ૨૦માં
સામેલ છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ખુશીની બાબતમાં ભારત વિશ્ર્વના અન્ય દેશોમાં સૌથી નીચે છે. ખુશીની રેન્કિંગમાં ભારત ગયા વર્ષની જેમ ૧૨૬માં સ્થાને છે. અમેરિકાને વિશ્ર્વનો સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવે છે. પરંતુ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં અમેરિકા, ચીન, જર્મની જેવા મોટા દેશો દુનિયાના ૨૦ સૌથી ખુશ દેશોમાં સામેલ નથી. સર્વેમાં અમેરિકાને ૨૩મું સ્થાન મળ્યું છે જ્યારે જર્મની ૨૪મા સ્થાને છે. જોકે કોસ્ટા રિકા અને કુવૈત ૨૦ સૌથી ખુશ દેશોમાં સામેલ છે. કોસ્ટા રિકા ૧૨મા સ્થાને છે અને કુવૈત ટોપ ૨૦ દેશોમાં ૧૩મા સ્થાને છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ૨૦૨૦માં તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદથી અફઘાનિસ્તાન માનવતાવાદી વિનાશનો ભોગ બનેલું અફઘાનિસ્તાન સર્વેમાં સામેલ ૧૪૩ દેશોમાં સૌથી નીચું સ્થાન ધરાવે છે. આંકડા દર્શાવે છે કે અફઘાનિસ્તાનના લોકો ખુશ નથી.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે દુનિયાના સૌથી મોટા દેશોમાંથી કોઈ પણ ખુશ દેશોમાં સામેલ નથી. ટોચના ૧૦ દેશોમાં માત્ર નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વસ્તી ૧૫ મિલિયનથી વધુ છે. આ સાથે ટોપ ૨૦ દેશોમાં કેનેડા અને યુકેની વસ્તી ૩ કરોડથી વધુ છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ કેવી રીતે બનાવવામાં આવે છે?

હેપ્પીનેસ રેન્કિંગ એ લોકોના જીવન સંતુષ્ટિ તેમજ માથાદીઠ જીડીપી, સામાજિક સમર્થન, સ્વસ્થ જીવન, સ્વતંત્રતા,

ઉદારતા અને ભ્રષ્ટાચારના મૂલ્યાંકન પર આધારિત એક રિપોર્ટ છે. રિપોર્ટમાં ૨૦૦૬-૧૦થી ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ખુશીમાં ઘટાડો જોવા મળ્યો છે. જૂની પેઢી હવે યુવાનો કરતાં વધુ
ખુશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button