વીક એન્ડ

જ્યારે જંગ-એ-આઝાદીમાં પેન્ટબ્રશે કર્યો અંગ્રેજ તોપનો મુકાબલો

વિશેષ – ધીરજ બસાક

હિન્દુસ્તાનની આઝાદીની લડાઈમાં દરેક કોમ અને દરેક વ્યવસાયના લોકોએ પોતાની ભૂમિકા ભજાવી. કલાકારો અને આર્ટિસ્ટોનો જ દાખલો લો. પોતાની નાજુક આંગળીઓથી કેનવાસમાં પ્યાર અને સૌદર્યના રંગ ભરનારા કલાકાર અંગ્રેજી સરકારના વિરુદ્ધ જંગ-એ-આઝાદીના મેદાનમાં ઉતર્યા. તેમણે પોતાના પેન્ટબ્રશ વડે કેનવાસના નિર્જીવ ચહેરોમાં સજીવ રંગ ભરી દીધા. તેમણે ચિ૬ોને અંગ્રેજી વિરુદ્ધ ધારદાર તલવારમાં બદલાવ્યા. ૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળને બે ભાગમાં વિભાજિત કર્યું. ત્યારે અંગ્રેજો વિરુદ્ધના ગુસ્સા અને ક્ષોભને રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રકાર ભત્રીજા અવિન્દ્રનાથ ટાગોરે ‘ભારત માતા’નું માનવીય ચિત્રણ કરીને વાચા આપી. આના પહેલાં ન તો ભારત માતા સામાન્ય શબ્દ હતો અને ન તો ભારત માતા જેવી તસવીર જેવી કોઈ ચીજ હતી. ચિત્રકાર અવિન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું માનવીકરણ કર્યું હતું.જે લોકો બંગાળના વિભાજનને લીધે અંગ્રેજોથી નારાજ હતા. તેમને ગુસ્સો વ્યક્ત કરવા નક્કર કારણ મળ્યું હતું. આમ અવિન્દ્રનાથ ટાગોરે શરૂઆતમાં ભારતને નહીં, પરંતુ બંગાળને માતાના રૂપમાં નિરુપણ કર્યું હતું. જોકે પછીથી તેમન સમજાયું કે આને ભારત માાતનું નામ આપવાથી બધા ભારતીયો તેમના ચિત્ર સાથે જોડાઈ જશે. ફક્ત બંગાલના લોકોએ જ નહીં, પરંતુ આખા ભારતના લોકોએ આ ચિત્રકામ પછી કહ્યું કે અંગ્રેજોએ ભારત માતાને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યું છે. આથી ગામથી લઈને શહેરના લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ ગુસ્સો અને ઘૃણા જોવા મળી.

એ દિવસોમાં પહેલી વાર ‘ભારત માતા કી જય’નો નારો લાગ્યો હતો. ૧૯૮૩માં કિરણચંદ્ર બંદોપાધ્યાયએ આનંદમઠ નામની ઉપન્યાસ લખી અને એમાં ‘વંદે માતરમ’ સૂત્રનો પહેલી વાર ઉપયોગ કર્યો હતો. આ જ બતાડે છે કે આઝદીની લડાઈમાં કલમની જેમ પેન્ટબ્રશનો ઉપયોગ કલાકારોએ હથિયાર તરીકે કર્યો. આ કલાકારના બ્રસમાં જન્મી એક ચિત્રકૃતિનું પરિણામ છે. આ એક માત્ર ઉદાહરણ નહોતુ કે અવિન્દ્રનાથ યાગોરની કૃતિ ભારત માતા વડે સામાન્ય લોકો, ભારતીય કિસાનો અને મજૂરોનો ગુસ્સો અંગ્રેજો અને અંગ્રેજ સરકાર સામે વ્યક્ત થયો. ભારત માતાના ચિત્ર વડે એક મહાન કલાકારે ભારતના આઝદી આંદોલનમાં એક ભવ્ય મૂલ્ય પણ આપ્યું. આ હતું ધર્મનિપેક્ષતા અને લોકશાહી.

વાસ્તવમાં બારત માતાની આ કૃતિમાં એક સાધારણ નારીનું ભારત માતા તરીકે નિરુપણ કરાયું હતું. આમાં સાધારણ મહિલાએ ધર્મનિરપેક્ષ સાડી પહેરી હતી. જેનો અર્થ એ થયો કે આ મહિલાને કોઈ ખાસ રંગના ધાર્મિક પ્રતિકવાળી સાડી પહેરાવામાં આવી નહોતી. આમાં મહિલાને સાધારણ રૂપરંગવાળી પ્રદર્શિત કરાઈ હતી જે સામાન્ય લોકોની પ્રતીક હતી અને આમાં ભારત માતાએ ચાર અલગ વસ્તુઓ પકડી હતી જેનો સંબંધ સામાન્ય લોકો અથવા તો બદા લોકો સાથે હતો. ભારત માતાના એક હાથમાં ભોજન, બીજા હાથમાં કપડું, ત્રીજા હાથમાં વિદ્યા અને ચોથા હાથમાં આધ્યાત્મિક જ્ઞાનની નિશાની હતી. આ ચિત્રમાં આઝાદીની લડાઈ સામાન્ય લોકોમાં ફેલાવાની ભાવના અને એને લોકતાંત્રિક કપડા પહેરાવાની સુનિશ્ર્ચિત કોશિશ હતી.

અવિન્દ્રનાથ ટાગોરની જેમ બીજા એક કલાકાર નંદલાલ બોઝે પણ પોતાના પેન્ટબ્રશ વડે આઝાદી આંદોલનને ધાર દીધી. ૧૨ માર્ચ, ૧૯૩૦એ મહાત્મા ગાંધી અને તેમના ૭૮ નિકટના સહયોગીઓએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રા શરૂ કરી હતી. દરરોજ દસ માઈલ ચાલીને આ યાત્રા ૨૪ દિવસોમાં દાંડી પહોંચી હતી અને ત્યાં અંગ્રેજોએ રચેલા મીઠાના કાયદાને તોડ્યો હતો. નંદલાલ બોઝે આ આખી પદયાત્રાને બાપુજીના શિર્ષક વડે પેન્ટ કર્યું અને આ રેખાચિત્ર પણ ભારતની આઝાદીની લડાઈમાં એક હથિયાર બની ગયું. નંદલાલ બોઝે ગાંધીજીનું કાળું અને સફેદ લિનોકટ ચિત્ર બનાવ્યું. જેમાં તેઓ એક લાકડીની મદદથી ચાલી રહ્યા હતા અને તેના પર લખ્યું હતું કે ‘બાપુજી-૧૯૩૦’. આ ચિત્રમાં આ ઘટનાની ભાવના અને ઉભરતા આંદોલનના નેતાના રૂપમાં ગાંધીજીના શાંત અને શક્તિશાળી વ્યક્તિત્વનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ ચિત્રે રાતોરાત ગાંધીજીના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાડી દીધા. ત્યાર બાદ ગાંધીજી સૌથી પ્રતિષ્ઠિત વિભૂતી બનવાના માર્ગે આગળ વધ્યા. એ પણ કહેવાની જરૂર નથી કે આ સૌથી પ્રતિષ્ઠિત છબી ચિત્ર બની ગયું.

નંદલાલ બોઝ દેશના અ ેવિરલ લોકોમાંના હતા જેમણે ગાંધીજીની મહાન શક્તિને ઓળખી અને જાણી લીધું કે ગાંધીજી પોતે જ એક આંખું આંદોલન છે. આથી જ ગાંધીજી આઝાદ રાષ્ટ્રની સામુહિક ઈચ્છાને વાચા આપી શક્યા. આઝાદીના જંગમાં ત્રીજા કલાકારે પણ પેન્ટબ્રશ વડે ધારદાર ભૂમિકા ભજવી. આ હતા જૈનુલ આબેદીન. ભૂખે મરતા લોકોનો અવાજ અને બાંગ્લાદેશી આધુનિક કળાના સંસ્થાપક જૈનુલ આબેદીન આઝાદીની લડાઈમાં વિદ્રોહનો એવો અધ્યાય છે જેને કળા અને કલાકારની તાકાતને માન્યતા આપ્યા વિના સમજી ન શકાય. તેમના લોમહર્ષક ચિત્રે ભારતીયો જ નહીં, પરંતુ આખી દુનિયાને દંગ કરી દીધા. તેમણે ભૂખતી મરતા ભીક્ષુકની પીડાનું ચિત્ર બનાવ્યું. એમ મનાય છે કે એ સમયે ૩૦ લાખ લોકોઅ ેભૂખમરાથી મરી ગયા હતા. આ દુકાળ બ્રીટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની બર્બર યુદ્ધ નીતિનું પરિણામ હતું. આથી આ ચિત્ર જોઈને લોકો સમસમી ગયા.

આ ચિત્રને લીધે ફક્ત હિન્દુસ્તાન જ નહીં ઈંગ્લેન્ડમાં પણ ભારતના સ્વતંત્રતા આંદોલન પ્રત્યે સહાનુભૂતિ ઉદભવી. આથી જ આ ચિત્રને આઝાદીની લડાઈમાં મહાન યોગદાન દેનારું ચિત્ર ગણવામાં આવે છે. આ જ બતાડે છે કે ફક્ત કલમ જ નહી, પરંતુ પેન્ટબ્રશ પણ તલવાર અને તોપનો મુકાબલો કરે છે. કહીં નહીં તો ભારતીય સ્વતંત્રતા આંદોલન તો આનું જીવત ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button