શરદ જોશી સ્પીકિંગ – ઝઘડો પ્રકાશ ને અંધકાર વચ્ચેનો…

સંજય છેલ
હમણાં જ મેં એક લેખ વાંચ્યો, જે મને પૂરેપૂરો સમજાયો નહીં. કારણ એ નહોતું કે લેખ ખરાબ કે કંટાળાજનક હતો. હકીકતમાં મારી પાસે એ લેખને સમજવાની બેઝિક- મૂળભૂત જાણકારી નહોતી. શું છે કે લેખ, વિજ્ઞાન વિશેનો હતો અને વિજ્ઞાનમાં તો મારી સમજ સાહિત્ય કરતાં ય ઓછી છે, છતાં હું ઘણા દિવસોથી એ વિષય પર વિચારી રહ્યો છું. હું એક બહુ મોટી મૂંઝવણમાં પડી ગયો છું ને મને પ્રો. જયંત નારલીકર જેવા કોઇ મહાન વૈજ્ઞાનિકની સલાહની સખત ને અર્જંટ જરૂર છે.
Also read : રચનાની જટિલ સમજ
એ લેખમાં મૂળ તો `અંધકાર’ વિશે ચિંતા હતી કે હજારો વર્ષોથી માણસજાત, માત્ર ચમકતી વસ્તુઓનો જ અભ્યાસ કરે
રાખે છે. સૂરજ, ચંદ્ર, તારા અને દૂરની આકાશગંગા વગેરે જેમાં પ્રકાશ છે, ચમક છે, જે આંખોને ગમે છે એની જ પાછળ
સૌ પડ્યા છે. ચમકતી વસ્તુઓ જ હંમેશા આપણી જિજ્ઞાસાનો વિષય રહ્યો છે ને આપણને એમ લાગે છે કે આ ચમકતી વસ્તુઓ જ સૃષ્ટિનું ભવિષ્ય બનાવનારી શક્તિઓ છે. વળી જ્યોતિષો પણ એવું જ માને છે.
જુઓને, જ્યોતિષોને પણ મંગળ, શુક્ર, બુધ એ બધાંમાં જ ભવિષ્ય દેખાય છે. હેલીનો ધૂમકેતુ જે ક્યારેક ધરતી પર પડવાનો છે એની ચિંતા આજથી જ આપણને પરેશાન કરી રહી છે. આપણે માત્ર `ચમક’ પ્રત્યે જ ચિંતિત અને જિજ્ઞાસુ છીએ.
પેલા લેખમાં વર્ણવેલી સમસ્યા એ છે કે અંધાં’ જ દરેક ચમકતી વસ્તુઓને લપેટીને બેઠું છે, આકાશમાં જેઅંધકાર’ બધે વ્યાપક ને વિશાળ છે એનો તો આપણે કદી અભ્યાસ તો શું ઉલ્લેખ પણ કરતા નથી. આપણે હંમેશાં કાળા પડછાયાને અવગણીએ છીએ. એને સાવ નકામો માનીએ છીએ. આપણે ક્યારેય એવું નથી વિચાર્યું કે અંધકાર છે તો પ્રકાશના કિરણોની કિમત છે. અંધાં પણ એટલું જ જરૂરી છે.
પેલા સમગ્ર લેખમાં અંધકાર’નાં તત્ત્વો વિશે ચર્ચા હતી, એ તત્ત્વો જે સમગ્ર બ્રહ્માંડમાં પરસ્પર જોડાયેલાં છે એટલે કે બ્રહ્માંડમાંચમકતી વસ્તુ’ઓ એકબીજા સાથે એટલી જોડાયેલી નથી જેટલો અંધકાર બધે જ જોડાયેલો કે ફેલાયેલો છે. લેખનું કહેવું એવું હતું કે આ સૃષ્ટિના ભવિષ્યનું નિર્માણ હવે અંધકાર કરશે. હવે એ સમય પાકી ગયો છે કે જ્યારે માણસે એવી વસ્તુઓનો અભ્યાસ કરવો જોઈએ જેમાં ચમક નથી માટે આપણે અંધકાર તરફ વધારે ધ્યાન આપવું જોઈએ.
મેં પહેલા જ કહ્યું ને કે લેખ, વિજ્ઞાન વિશેનો હતો અને વિજ્ઞાનમાં મારી સમજ બહુ ઓછી છે, પણ હું ત્યારથી વિચારી રહ્યો છું કે વાત તો ખરી કે માનવજાતનો આખો ઈતિહાસ ચમકદાર વ્યક્તિત્વની ચર્ચા ને અભ્યાસથી ભરેલો છે. આપણે વચ્ચે અંધકારને ભૂંસી નાખ્યો છે. રૂપિયો ચમકે છે, પણ એક ચમકતા રૂપિયા અને બીજા ચમકતા રૂપિયાની વચ્ચે જે ગરીબીની કે અભાવની શૂન્યતા છે, એ આપણને કદી દેખાતી નથી.
બે જણાંના પ્રેમ વચ્ચે પસંદ-નાપસંદ અને નફરતનું ગજબનું અંતર હોય છે, જેને આપણે અવગણીએ છીએ. મેં જુદા જુદા ક્ષેત્ર વિશે વિચાર્યું ત્યારે મને સમજાયું કે બધે અંધકાર એટલા માટે હાજર છે. જે મહાન માણસો છે જેમ કે- ગાંધીજી કે આઈનસ્ટાઈન, એ લોકો પણ અંધકારને ઓળખવાનો પ્રયત્ન કરે છે માટે જ એ લોકો હંમેશાં દુનિયાનાં અધૂરાં અને બાકી કામ પૂરાં કરે છે.
Also read : સ્થાપત્યમાં જરૂરી દૃશ્ય-અનુભૂતિ
બીજા શબ્દોમાં હવે વિલનને હીરો બનાવવો. બધા ગ્રહોને છોડીને માત્ર રાહુ-કેતુ પર ધ્યાન આપવું, કારણ કે એ બન્ને
અંધકારના પ્રતીક છે. આપણા દેશમાં આ કામ જલ્દીથી અને વધારે પ્રમાણમાં થવું જોઈએ, કારણ કે આપણા દેશના બેશૂમાર પૈસાની વચ્ચે જે કાળું નાણું છે ને એમાં ને નેતાગીરીમાં એક ચારિત્ર્યહીન અંધાં ફેલાયેલું છે. એનું શું?!