ટૅક્નિકના ઝંઝાવાતમાં કલાત્મકતા માટે ઝઝૂમતી કળા
વિશેષ – લૌકમિત્ર ગૌતમ
જેમ જેમ દુનિયા વ્યાપક રૂપે ડિજિટલ થઈ રહી છે, તેમ તેમ કલા ઉદ્યોગ પણ ઝડપથી ટૅક્નોલૉજીને અપનાવી રહ્યો છે. કોરોના કાળ પછીના સમયમાં કલાક્ષેત્ર ઝડપથી ટૅક્નોલૉજીનું ગુલામ બન્યું છે.
આ બાબત કહેવા-સાંભળવામાં કઠોર લાગે તો પણ વાસ્તવિકતા છે. ખરેખર જોઇએ તો વાસ્તવિકતા અને આભાસી દોરના સંધિકાળમાંથી પસાર થતા એક એક દિવસે કલા તેનો પ્રભાવ ગુમાવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો કલા પોતાની કલાત્મકતા માટે સંઘર્ષ કરી રહી છે. કલાના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોરદાર હસ્તક્ષેપને કારણે કલા રચનાત્મક વિચાર સંપ્રેષણની જગ્યાએ ચમત્કાર સંપ્રેષિત કરવાની દિશામાં આગળ વધે છે. તેથી કલા ‘વિચારોની ઉડાન’ બનવાને બદલે ‘ટૅક્નોલૉજીનો ધંધો’ બની રહી છે.
કલાની સામે આજે સૌથી મોટી ચિંતા અને સૌથી મોટો પડકાર એવો છે કે તમામ સફાઈ, ચોક્સાઈ અને અદ્ભુત પ્રયોગ ક્ષમતાઓ છતાં એ માનવીને આકર્ષી કે પ્રભાવિત કરી શકતી નથી. કોઇપણ કલા રચના મનુષ્યતાનો નવો આયામ રચતી નથી અને માનવતાની સામે નવો આદર્શ રજૂ કરતી નથી. આને કદાચ તાત્કાલિક કે ક્ષણિક ધોરણે વિચલિત સ્થિતિ ગણી શકાય. કારણ કે છેલ્લી દોઢ સદીમાં કલા તેના સમગ્ર ઇતિહાસમાં પહેલી વખત અનેક ગણા વધુ મૌલિક રૂપમાં વિકસી છે. એ કદાચ કલાની શાીયતાનું નવું વ્યાકરણ હોઈ શકે છે. જે રીતે નવું મીડિયા સૌંદર્ય સંબંધી કલાના આધૂનિક માપદંડોથી પ્રભાવિત થતું નથી અથવા જે રીતે આધુનિક કલા રચનાઓ નવ મીડિયાને પ્રભાવિત કરી શકતી નથી, તેનાથી સ્પષ્ટ થાય છે કે કલા આવશ્યક નવી કલાત્મકતાને જન્મ આપી શકતી નથી. પહેલાંથી જ નવા મીડિયાનાં અનુમાનોથી ઓછી ઊતરી રહી છે. તેથી આજકાલ સાંસ્કૃતિક વિમર્શમાં પ્રભાવી હસ્તક્ષેપ કરી શકતી નથી.
તેનું કારણ શું છે? કદાચ તેનું કારણ બહેતર ટૅક્નોલૉજિકલ સુવિધાઓ અને બજાર કલા સુધી સરળતાથી પહોંચી શકે, એ કારણ હોઇ શકે છે.
આજે ઇન્ટરનેટના યુગમાં કલાના ખરીદી અને વેચાણ આર્ટ ગૅલેરીઓ, આર્ટ ફેસ્ટિવલ્સ અને ઑક્શન હાઉસિસથી આગળ વધીને વર્લ્ડ વાઇલ્ડ વેબનું ઑનલાઇન ઉત્પાદન બનીને લોકો સમક્ષ આવી છે. મોટા ભાગની કળાઓ સમાજેતર બની ગઈ છે. ઇતિહાસના કોઇપણ કાળથી વધુ પ્રમાણમાં છેલ્લા એક દાયકામાં બજારો વિકસ્યાં છે. તેથી કલાનું બજાર વાર્ષિક ચાર અબજ ડૉલરથી ઉપર ગયું છે. ઉ