વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

વેર-વિખેર – પ્રકરણ-૬૭

મારા બેવકૂફ બોયફ્રેન્ડ, એક છોકરી પાસેથી તું બીજી છોકરીના વિશે અભિપ્રાય માગે એ કેવું આજૂગતું કહેવાય… એની વે, ગાયત્રી મઝાની છોકરી છે… હવે ખુશ?!

  • કિરણ રાયવડેરા

હાથ પાછો ખેંચી લેતાં રૂપાએ મોઢું બગાડ્યયું: ‘વ્હોટ રબીશ…! કરણ, તું પણ શું એક સામાન્ય માણસની જેમ કુટુંબ, બાળકો વગેરેની વાતો કરવા લાગ્યો! અરે મારી કૅરિયરનું શું? મારાં સ્વપ્નોનું શું? તને ખબર હોવી જોઈએ કે મારે ફેશનની દુનિયામાં નામ કમાવવું છે.’
કરણ સ્તબધ થઈ ગયો.

રૂપા કૅરિયર બનાવવા માગતી હતી એ એને જાણ હતી પણ કુટુંબ અને બાળકો વિશે આટલા ધિક્કારથી બોલશે એ એને કલ્પના પણ ન હતી.

‘રૂપા, તો તું એમ કહેવા માગે છે કે તું મારી સાથે લગ્ન નહીં કરે?’ કરણના અવાજમાં સખતાઈ ભળી.

‘ઓહ નો ડાર્લિંગ, હું એવું તો નથી બોલી. પણ લગ્ન એટલે બાળકો તો નહીં જ ને… એટલી શી ઉતાવળ છે? કરણ, આખી જિંદગી પડી છે.’ રૂપાએ કરણના ગાલ પર ટપલી મારતાં કહ્યું, શ્રીમંત બોયફ્રેન્ડ નારાજ થઈ જાય એ ન પાલવે… એણે વિચાર્યું.

કરણ હસી પડ્યો. રૂપાના સ્પર્શથી એના આખા શરીરમાં ધ્રુજારી ફરી વળી.

‘તો મને મારા પ્રશ્ર્નનો ઉત્તર આપને… ગાયત્રી કેવી લાગી?’ કરણે પૂછી નાખ્યું.

કરણ સામે જોઈ રહી રૂપા…

કરણ બેવકૂફ છે કે નિર્દોષ એ સમજવું મુશ્કેલ હતું. રૂપાએ કરણના બંને હાથ પકડી લેતાં કહ્યું; ‘માય બેવકૂફ બોયફ્રેન્ડ, એક છોકરી પાસેથી તું બીજી છોકરીના વિશે અભિપ્રાય માગે એ કેવું અજુગતું કહેવાય…. એની વે, ગાયત્રી મઝાની છોકરી છે. વેરી ઈન્ટેલિજન્ટ. હવે ખુશ?’ રૂપાએ જોયું કે કરણના ચહેરા પર ખુશી ફરી વળી હતી.

‘ગુડ રૂપા… મને તારી પાસે આવા જ જવાબની આશા હતી. આ ગાયત્રી જ પપ્પા સાથે આપણા સંબંધ વિશે વાત કરવાની છે…’ કરણે ફોડ પાડ્યો.

‘અને તારા પપ્પા માની જશે?’ રૂપાએ શંકાશીલ થઈને પૂછ્યું.

‘નહીં માને તો મને મનાવતાં આવડે છે…’

‘અને તો પણ નહીં માને તો?’ રૂપાની આંખમાં મસ્તી હતી.

‘તો કાંઈ નહીં’ કરણ પણ ટીખળ કરવાના મૂડમાં હતો: ‘પપ્પા નહીં માને તો ચૂપચાપ પેેલી ગાયત્રીને પરણી જઈશ. કંઈ તને પામવા માટે મારા બાપની દોલત છોડવાનો નથી…’

રૂપા ગંભીર થઈ ગઈ.

‘અરે તું તો સિરિયસ થઈ ગઈ ડાર્લિંગ, હું તો મજાક કરતો હતો. તને તો કોઈ કાળે નહીં છોડું. તું જે કહીશ એ જ કરીશ. બોલ શું કરું તારા માટે?’

‘મને એ જાણવામાં રસ છે કે તારા પપ્પા આપણા સંબંધને સ્વીકારવાની ના પાડે તો તું શું કરીશ?’

‘તો તું જે કહીશ એમ કરીશ, બસ!’

‘ખોટું બોલ નહીં… હું તો એમ પણ કહું છું કે મારા પ્રેમને ખાતર તારા બાપનું મર્ડર કરી નાખ તો તું શું કરી નાખીશ?’


‘અમે જઈએ છીએ, સાસુમા…’ જતીનકુમાર સાસુના ચરણસ્પર્શ કરવા અડધા ઝૂક્યા.

‘અરે… જમાઈબાબુને પગે લાગવાની જરૂર ન હોય.. હવે વહેલાસર પાછા આવજો…’ પ્રભાએ દીકરી-જમાઈને વિદાય આપતાં કહ્યું.

‘ના સાસુમા, રેવતીની તો મને નથી ખબર પણ મારો નિર્ણય તમને કહી દઉં કે હવે હું કદી આ ઘરમાં પગ નહીં મૂકું…’ જાણે લાગણી દુભાઈ હોય એ રીતે જતીનકુમાર બોલ્યા.

‘જમાઈબાબુ, એમનું ખોટું લગાડવાનું હોય જ નહીં. તમે એમને ક્યાં નથી ઓળખતા… એમના મનમાં કંઈ જ ન હોય. એમને તો હમણાં યાદ પણ નહીં હોય કે કાલે શું થયું હતું…!’ પ્રભાએ પતિનો બચાવ કર્યો.

‘રહેવા દો સાસુમા, મારા સસરાજી મહા પક્કા છે. એમને જે કહેવું છે એ બરોબર કહી દે છે. એમને અમારું રહેવું ખૂંચતું હતું એટલે બધાની સામે અમારી આબરૂ લઈ લીધી.’

‘દીકરી,’ પ્રભાએ રેવતીને સમજાવતાં કહ્યું: ‘તું જ તારા પતિને સમજાવજે. તારા પપ્પાને તું ઓળખે છે. એમની વાતોને ભૂલી જજો અને પાછાં જલદી આવજો…’

‘ના મમ્મી, જે ઘરમાં મારા ધણીની ઈજ્જત ના જળવાય એ ઘરનું પાણી મને ન ખપે…’ રેવતીએ છટાથી જવાબ આપ્યો. પ્રભાને આઘાત લાગ્યો પણ એ કંઈ બોલી નહીં.

‘શું ચાલે છે અહીં?’ જગમોહને પ્રવેશ કરતાં કહ્યું.

‘ઓહ, અમને એમ કે તમે ઑફિસે જવા રવાના થઈ ગયા..’ જમાઈબાબુએ જગમોહનને કહ્યું.

‘બસ, હું નીકળી જ છું. પણ તમે ક્યાં જવાની તૈયારી કરી જમાઈરાજ…’

‘અમે અમારા ઘેર જઈએ છીએ. આવજો નહીં કહીએ કેમ કે તમે અમારે ત્યાં આવવાના નથી. તમે પણ આવજો નહીં કહેતા કેમ કે અમે પણ ફરીથી અહીં આવવાનાં નથી…’ જતીનકુમારે નાટકીય અદાથી કહ્યું.

‘અરે એમ હોય, જમાઈબાબુ? આ તમારું જ ઘર છે. મારી વાતનું બહુ મનમાં નહીં લાવતા… ગાયત્રી, ચાલ ઑફિસે આવે છે ને?’

બૂમ સાંભળીને ગાયત્રીએ કમરામાં પ્રવેશ કર્યો: ‘ના, આજે હું અહીં જ રહીશ. તમે જાઓ ઑફિસે. હું કાલથી આવીશ.’ ગાયત્રીએ જવાબ વાળ્યો.

‘પણ અહીં રહીને શું કરીશ?’ જગમોહનને આશ્ર્ચર્ય થયું.

‘હું રેવતીબહેનને એમના ઘેર મૂકવા જઈશ…’ ગાયત્રીએ કહ્યું.

ત્યાં જ લખુકાકા દોડતા દોડતા આવ્યા. ‘કાકા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે દોડતાં દોડતાં ન આવવું. એટેક આવી જશે તો ઉપાધિ થઈ જશે. બોલો, શું થયું છે? ફરી કહેતા નહીં કે ઘરે પોલીસ આવી છે…’

‘ભાઈ, સાચે જ, ઘરે પોલીસ આવી છે?’


કુમાર મુંઝાઈ ગયો હતો. એ ડરી પણ ગયો હતો.

ફોન પર અજાણ્યા શખ્સે જે રીતે વાત કરી એ સાંભળીને એ ગભરાઈ ગયો હતો. એ માણસને કેવી રીતે ખબર પડી કે એ શ્યામલીનો પતિ છે? કેટલી આબાદ રીતે એણે મને પોતાની જાળમાં ફસાવ્યો, કુમાર વિચારતો હતો. છેવટે જ્યારે એણે એની કિંમત પૂછી તો પેલાએ કહ્યું કે તારે એક ખૂન કરવું પડશે.

બસ, આટલું કહીને પેલાએ લાઈન કાપી નાખી હતી. કુમાર ક્યાં સુધી રિસીવરને તાકતો રહ્યો હતો. કોનું ખૂન? શા માટે? એ ખૂન કરવાની ના પાડી દે તો? હમણાં પોલીસ એને પકડી લે તો છેતરપિંડીના કેસમાં વધુમાં વધુ ૭-૮ વરસની સજા થાય, એ પણ ગુનો કોર્ટમાં પુરવાર થાય તો… કોર્ટમાં કેસ વરસો સુધી ચાલ્યા કરે અને એને જામીન પણ મળી જાય…
પણ એ ખૂન કરે અને પકડાય તો? કુમારે શ્યામલીને ફોન જોડ્યો.

‘શ્યામમલી, એક બહુ અગત્યની વાત છે. હું આપણા ફલેટ પર આવી નહીં શકું. તારું આ ગેસ્ટહાઉસ પર આવવું ઠીક નથી. આપણે ધર્મતલ્લામાં મેટ્રો થિયેટર પાસે મળીએ…’

‘હા, પણ વાત શું છે, તું આટલો ગભરાયેલો કેમ છે?’

‘શ્યામલી, મને લાગે છે કે કોઈને આપણા પ્લાનની ખબર પડી ગઈ છે.’

‘કુમાર, આજે પણ નીચે પોલીસ ઊભી છે. હું હમણાં નીકળીશ તો નાહકની કોઈને શંકા જશે. કાલે સવારના બાર વાગે હું મેટ્રો પાસે તારી રાહ જોઈશ.’

‘એટલી રાહ નહીં જોઈ શકાય, હું હમણાં તારી પાસે આવી જાઉં?’

‘પાગલ નહીં થા… કુમાર, તને પોલીસ વારંવાર અહીં જુએ એ ઉચિત નથી. બંને માટે જોખમકારક થઈ શકે છે. કાલે સવારના આપણે મળી છીએ… બાય…’ શ્યામલીએ ફોન મૂકી દીધો.
કુમારને ગુસ્સો ચડ્યો.

જ્યારે શ્યામલી તકલીફમાં હોય ત્યારે એને તાબડતોબ બોલાવી લે, આજે એ મુશ્કેલીમાં છે તો એક દિવસ પછી મળવાનું કહે છે.

કુમારે જોરથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button