અર્બન ફાર્મિંગને બનાવો ભવિષ્યની મજબૂત કારકિર્દી

કરિઅર – કીર્તિ શેખર
(ઉદ્યોગજગતમાં અઘોષિત રૂપે ચોથી ક્રાંતિ શરૂ થઇ ગઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આવ્યા બાદ ધીમે પગલે નોકરીઓમાં મોટા ફેરફાર થવા લાગ્યા છે. ભવિષ્યની સ્માર્ટ કારકિર્દી નવેસરથી સેટ થઇ રહી છે.) જે યુવાનો કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા લાવવા માગે છે તથા પર્યાવરણને અનુકૂળ રાખવા માટેના પણ પ્રયાસ કરવા માગે છે તેમની માટે અર્બન ફાર્મિંગ અને સસ્ટેનેબલ એગ્રિકલ્ચરનું ક્ષેત્ર શાનદાર ફ્યુચરસ્ટિક કેરિયર છે. આ ખેતી કરવાના એ પ્રકારના પર આધારિત છે જે પર્યાવરણને અનુકૂળ હોય છે. આ ક્ષેત્રમાં અનેક પ્રકારની હાઇ ટેક્નિક જેમ કે ગ્રીન હાઉસ ટેક્નોલોજી, વર્ટિકલ ફાર્મિંગ ટેક્નોલોજી, હાઇડ્રોપોનિલ્સ અને એક્વાપોનિક્સ તથા જૈવિક ખેતી જેવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ક્ષેત્રમાં ભવિષ્ય શું છે
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં થઇ રહેલા ફેરફારને કારણે હાલમાં ખેતી માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે લાંબાસમય સુધી ચાલવાની નથી. તેથી ખેતી માટે નવી અને સસ્ટેનેબલ પદ્ધતિ વિકસિત કરવાની જ રહેશે. તેથી જ દુનિયાભરમાં હાલમાં અર્બન ફાર્મિંગના ક્ષેત્રમાં ઘણો વિકાસ જોવા મળી રહ્યો છે અને કારકિર્દીના રૂપે પણ આ ક્ષેત્ર ઘણું મહત્ત્વનું છે. શહેરોમાં તાજાં ફળો અને જૈવિક કૃષિ ઉત્પાદનોની માગ વધુ છે તેથી અર્બન ફાર્મિંગમાં ભવિષ્ય ઘણું સાં છે. એમ પણ સંપૂર્ણ દુનિયામાં હાલમાં સ્માર્ટ સિટીની નવી રૂપરેખા આગળ આવી રહી છે જેમાં શહેરોમાં જ ખેતી વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી અર્બન એગ્રિટેક સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઘણા એવા સ્ટાર્ટઅપ પણ ખુલ્યા છે.
કેરળના કોચિ અને તિવનંતપુરમ શહેરોમાં ત્રણ ડઝનથી પણ વધુ એગ્રિટેક સ્ટાર્ટઅપ નવા પ્રકારની ખેતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બેંગલુ અને મુંબઈમાં પણ મોટા પાયે અર્બન એગ્રિકલ્ચરની શરૂઆત થઇ રહી છે. તેથી આ ક્ષેત્રમાં કારકિર્દીની મોટી તકો ઉપલબ્ધ થઇ છે. આ માટે કયો અભ્યાસ જરૂરી છેઅર્બન ફાર્મિંગ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરમાં કારકિર્દી બનાવવા માટે નીચે જણાવેલા અભ્યાસક્રમોમાં પ્રવેશ કરી શકાય છે.
બીએસસી એગ્રિકલ્ચર: સાયન્સના કોઇપણ સ્ટ્રીમમાં 12મું કરીને ચાર વર્ષની બીએસસી એગ્રિકલ્ચરની ડિગ્રી લઇને આ ક્ષેત્રમાં જોરદાર કારકિર્દી બનાવી શકાય છે. બીએસસી હોર્ટિકલ્ચર: વિજ્ઞાનના કોઇ પણ સ્ટ્રીમમાં 12મું ધોરણ પાસ કરીને ચાર વર્ષની બીએસસી હોર્ટિકલ્ચરની ડિગ્રી મેળવી શકો છો.બીટેક એગ્રિકલ્ચર એન્જિનિયરિગ: ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રીમાં 12મું પાસ કર્યા બાદ ચાર વર્ષની આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મહત્ત્વની છે.
ડિપ્લોમા ઇન અર્બન ફાર્મિંગ: 12મું ધોરણ પાસ કર્યા બાદ છ મહિનાથી એક વર્ષનો ડિપ્લોમા અર્બન એગ્રિકલ્ચરમાં કેરિયર બનાવવા માટે મહત્ત્વનો કોર્સ છે. સર્ટિફિકેટ કોર્સ: કોઇ પણ સ્ટ્રીમમાં 10મું અને 12મું પાસ કર્યા બાદ ત્રણથી 12 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ હાઇડ્રોપોનિક્સ અથવા ઓર્ગેનિક ફાર્મિંગમાં કરી શકો છો તથા અર્બન ફાર્મિંગ અથના સસ્ટેનેબલ એગ્રિકલ્ચરમાં કારકિર્દી બનાવી શકો છો.
અભ્યાસ કરવા માટે મહત્ત્વની સંસ્થાઓ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, દિલ્હી પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, લુધિયાણા ગુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી, દિલ્હીતમિળનાડુ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, કોઇમ્બતુર આ સિવાય આઇસીએઆરથી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી જેમ કે ગોવિંદ વલ્લભપંથ યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીથી પણ મહત્ત્વની ડિગ્રી લઇ શકાય છે. ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ, દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ, મુંબઈ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ, બેંગલુ એમએટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર, નોઇડા આ ક્ષેત્રમાં શૈક્ષણિક યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ અનેક ક્ષેત્રમાં નોકરીઓ ઉપલબ્ધ થઇ શકે છે જેમ કે… ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ નેશનલ બેંક ઓફ એગ્રિકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ ભારતીય ખાદ્ય નિગમ રાષ્ટ્રીય હરિત અધિકરણ રોજગારની તકો હાઇડ્રોપોનિક્સ અને વર્ટિકલ ફાર્મિંગ સેટઅપ ઓર્ગેનિક પ્રોડક્ટ્સની ખેતી અને વેચાણ ગ્રીન હાઇસ ફાર્મિંગ અને નર્સરી બિઝનેસ એગ્રિકલ્ચર ક્નસલ્ટન્સી અને એગ્રિ ટુરિઝમ
આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવ્યા બાદ મહિને 30,000થી લઇને વર્ષે 30 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.