વીક એન્ડ

રખડતા કૂતરાની બોલી સમજશો… તો તેમના ગુસ્સાથી બચતા રહેશો

પ્રાસંગિક -સંધ્યા સિંહ

શ્ર્વાન અતિશય સંવેદનશીલ જાનવર છે. સૌથી પહેલાં તો આપણે તેને રખડતા કહેવાનું બંધ કરવું જોઈએ. માણસોની નજીક શેરીમાં રહેનારો કૂતરો રખડતો નહીં પણ લાચાર હોય છે. હવે કૂતરાનું મનોવિજ્ઞાન સમજવાની જરૂર છે. આખી દુનિયાના સમાજશાસ્ત્રી અને માનસશાસ્ત્રીઓ કુતરાની બાબતમાં અતિશય સંવેદનશીલ મત ધરાવે છે. કૂતરો સદીઓથી માનવીની નિકટ રહ્યો હોવાથી તેની સાઈકોલોજી માનવીની જેવી થઈ ગઈ છે. જેમ માનવી બદલાતા સમયથી પ્રભાવિત થાય છે એમ કૂતરા પર પણ તેની અસર થાય છે. સૌથી મોટી વાત એ છે કે માનવીની જેમ કૂતરા પણ એલિનેશન એટલે કે એકલતાના શિકાર બને છે અને માનવીની જેમ કૂતરા પણ ડિપ્રેશનમાં જાય છે. દુનિયાના અનેક મનોવૈજ્ઞાનિક અધ્યયનમાં સિદ્ધ થયું છે કે કૂતરો એકલો હોય કે બીજા કૂતરાઓની સાથે હોય તો પણ તેની એકલતા જતી નથી. કૂતરાને માનવીની આદત લાગી છે. તેને માનવીનો સાથ ન મળેે તો તે બેચેની, હતાશાને લીધે તે ડિપ્રેશનમાં સરી પડે છે. આને લીધે કૂતરાની ગાંડા જેવી હરકતો વધી જાય છે. આવા કૂતરા માનવીને કરડવા માગે છે.

જો તમે કૂતરાની સાઈકોલોજી સમજો તો તમે કૂતરાના આક્રમક વ્યવહારથી બચી શકો. માનવીની જેમ કુતરાના હાવભાવ ઘણા સંકેત આપે છે. કૂતરાના હાવભાવ અને બોડી લેન્ગવેજ સમજવામાં આવે તો કૂતરાના આક્રમક વ્યવહારથી બચી શકાય છે. આવો સમજીએ કે કૂતરાની હરકતોને.

ભસે તો
જો ગલીમાં રહેનારો કૂતરા કોઈને જોઈને ભસે તો સાવધાન થઈ જાઓ. આમાં તેના ગુસ્સા, સંશય અને બેચેની છુપાઈ છે. કૂતરા બાઈક અને સ્કૂટરથી પાછળ દોડતા નજરે પડે છે. કૂતરો દોડતા પહેલાં ભસે છે, થોડી વાર ગેપ રાખીને ફરી ભસે છે અને પછી જાન જોખમમાં નાખીને બાઈકનો પીછો કરે છે. જો બાઈકસવારને કૂતરો તેનાથી આગળ નીકળી જશે એવું લાગે તો તેણે બાઈકની સ્પીડ ઓછી કરી નાખવી જોઈએ જેથી કૂતરાનો અહમ સંતોષાશે અને કૂતરો ગુસ્સો થૂંકીને પાછો જતો રહેશે.

કૂતરાના કાન ઊભા થઈ જાય તો
જો કૂતરો તમને જોઈને એના કાન ઊભા કરે તો સાવધાન થઈ જાઓ. જો તેના મનમાં તમારા વિશે સંતોષકારક મત ન બંધાય તો તે તમારા પર હુમલા કરી શકે. જો કૂતરા તમને જોઈને પોતાના કાન પાછળ લઈ જાય તો આ તેની સચેત થવાની પહેલી મુદ્રા છે. આની સાથે તેની પીઠના વાળ પણ ઊભા થઈ જાયતો તેનો હુમલો થવાની આશંકા વધી જશે.

જો કૂતરાની આંખો મોટી થઈ જાય તો
કૂતરાની આંખોથી તેના મનોવિજ્ઞાનનો ખ્યાલ આવે છે. કૂતરાની આંખો ઘણી વાતો કહે છે. જો કુતરા તમને જોઈને તમને એકટસે જુએ અને તેની આંખો મોટી કરે તો સાવધાન થઈ જાઓ, તેનું પછીનું પગલું દાંત બહાર કાઢીને તમને કરડવાનું હશે.

પૂંછડી પટપટાવે તો
જો ગલીનો કૂતરો પૂંછડી પટપટાવે તો બેધડક તેની પાસે જાઓ. તે તમારાથી ડરે છે અને તમારો પ્રેમ માગે છે. જો કોઈ કૂતરાએ તેની પૂંછડી બે પગ વચ્ચે દબાવે તો તેને કંઈ ન કહો. તે તમારાથી ડરે છે.

જો તમે કૂતરાની ભાષા સમજો તો તેઓ કદી આક્રમક નહીં થાય. જોકે ભાગદોડના જીવનથી ત્રસ્ત માનવી પાસે કુુટુંબીજનોને સમજવાનો સમય ન હોય તો તે કૂતરાને સમજવાની ફુરસદ ક્યાંથી કાઢે. દર મહિને દેશભરમાં લાખો લોકોને કુતરા કરડે છે અને આમાંથી થોડાના સાવધાની લીધા બાદ પણ મરણ થઈ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…