બુએનોસ એરેસને બે પૈૈડાં પર ખૂંદવાની મજા
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
એક મોટા શહેરન્ો જોવાના હજાર રસ્તા હોય. ત્યાં રોજ રહો તો પણ ત્ોના ઘણા ખૂણા તો અજાણ્યા જ રહેવાના. એવામાં જ્યારે બ્ો દિવસમાં બુએનોસ એરેસ જેવડું મોટું શહેર અનુભવવું હોય તો સ્વાભાવિક છે અમારે હાઇલાઇટ્સ પર જ ફોકસ કરવું પડે. અમે હોપ-ઓન-હોપ-ઓફ બસ લેવાનું થોડું ઓછું કરી દીધું છે. સમય હોય તો સ્ોન્ટરની વોકિંગ ટૂર પણ લઇએ. એવામાં હવે દરેક મોટા શહેરમાં ગાઈડેડ બાઇક ટૂર મળી જાય છે. ભારતમાં બાઇક એટલે મોટર-બાઇક, બાકીની દુનિયા સાઇકલન્ો જ બાઇક કહે છે.
ટૂરિઝમ માટે એક જમાનામાં બ્ો પ્ૌડાંના સ્ોગવે ઘણાં લોકપ્રિય થયેલાં, પણ ત્ો કદી પોતાની જગ્યા બનાવી શક્યાં નહીં, માત્ર એક ટ્રેન્ડ બનીન્ો રહી ગયેલાં. આજકાલ યુરોપમાં તો ઇલેક્ટ્રિક સ્લાઇડિંગ સ્કૂટરનો ટ્રેન્ડ છે. એકદમ ઝડપથી જરા શંકાસ્પદ બ્ોેલેન્સ સાથે જતાં સ્કૂટરો આમ થોડાં જોખમી પણ લાગ્ો. ટ્રાફિકમાં એક સાથે અલગ અલગ સ્પીડ અન્ો કેપ્ોસિટીવાળાં વાહનો એકસાથે ચાલવાનાં હોય ત્યારે જે કેઓસ સર્જાય છે ત્ોનાથી આપણે તો પરિચિત છીએ જ.
બુએનોસ એરેસ ત્યાંના કાર ડ્રાઇવરોની ધીરજ માટે બહુ જાણીતું નથી. ત્ોમાં શહેરન્ો પર્યાવરણથી વધુ સજાગ બનાવવા શહેરના મહત્ત્વના હિસ્સાઓન્ો અલગ સાઇકલ લેન આપવામાં આવી છે. અમે તો જર્મનીમાં સાઇકલ લેનનો ભરપ્ાૂર ઉપયોગ કરીન્ો જલસા કરીએ જ છીએ. અમારાં અમેરિકન એનઆરઆઈ મિત્રો પણ શક્ય બન્ો ત્યાં સાઇકલ ચલાવવા ત્ૌયાર થઈ જ જાય છે.
બુએનોસ એરેસમાં શહેરન્ો ગાઇડ સાથે સાઇકલ પર જોવાનું શક્ય હતું ત્ો ખબર પડી એટલે અમે ત્ોના માટે સજ્જ થઈ ગયેલાં. છેક ઉશુઆઇયામાં હતાં ત્યારથી અમે આ બાઇક ટૂર બુક કરાવી રાખી હતી. જ્યાં પણ જતાં ત્યાં એક સાથે પાંચ ટિકિટ માગવામાં બુકિંગ અઘરાં પડી રહૃાાં હતાં, એટલે ખાસ પહેલેથી જ અમારો બાઇક સ્લોટ બુક હતો. કુલ ૨૦ જણાંનું મોટું ગ્રુપ હતું. હવે ૨૦ સાઇકલો એકસાથે નીકળે તો શહેર ગમે ત્ોટલું મોટું હોય, એક વાર તો આ કોઈ બાઇક રેલી છે એવું લાગ્ો જ. જોકે બુએનોસ એરેસ એટલું મોટું છે કે અમે મોટું બાઇક ગ્રુપ હોવા છતાં જાણે બ્ોકગ્રાઉન્ડમાં ક્યાંક ઓગળી ગયેલાં.
કોઈ શહેરના મહત્ત્વના વિસ્તારોન્ો સાઇકલ પર જોવાનો આ પહેલો મોકો હતો. વળી અમારા માટે તો મનોરંજન સવારમાં હોટલથી નીકળ્યાં ત્યારથી જ શરૂ થઈ ગયું હતું. આગલી સાંજે ઇન્ડિયન ફૂડ દબાવ્યા પછી બધાંન્ો ઊંઘ ચઢી ગઈ હતી. સવાર થોડી મોડી પડી. બ્રેકફાસ્ટ પતાવીન્ો નીકળવામાં થોડું મોડું થયું. અમારે ત્યાં સવારમાં ૯ વાગ્યે પહોંચી જવાનું હતું. હોટલ પાસ્ો ક્યાંય ટેક્સી મળી નહીં. હોટલથી ચાલીન્ો ૩૦ મિનિટ બતાવતું હતું. ૯માં ૧૦ મિનિટ બાકી હતી ત્યારે અમે ટેક્સીની શોધમાં બાઇક ટૂરના સ્ટોર તરફ ચાલવાનું તો શરૂ કરી જ દીધું. જેની સાથે વોટ્સએપ પર બુકિંગ કરાવેલું ત્ોમન્ો મેસ્ોજ પણ કરી દીધો કે અમે થોડાં મોડાં પડી રહૃાાં છીએ.
અમન્ો એક ટેક્સી મળી. એમાં હું, આનલ અન્ો આર્યા ગોઠવાયાં અન્ો બરાબર ૯ના કાંટે ત્યાં પહોંચી જ ગયાં. મજાની વાત એ હતી કે અમારી આગળ માંડ બીજાં ચારેક જણાં હજી પહોંચેલાં. ત્યાં પહોંચ્યા પછી રિયલાઇઝ થયું કે અહીં ભાગ્યે જ બધું સમયસર ચાલતું. કુમાર અન્ો જીગર તો હજી ટેક્સીની શોધમાં જ દોડીન્ો આવી રહેલા. અમન્ો ખબર ન હતી ત્ોમના શું હાલ હતા, પણ અહીં થોડું મોડું થાય ત્ોની કોઈન્ો પડી ન હતી. ત્ોમના સિવાય બીજાં ૧૦-૧૨ લોકોની રાહ જોવાઈ રહી હતી, એટલે ટૂર ચાલુ થઈ જશે એવી તો કોઈ શક્યતા લાગતી ન હતી. બંન્ો વધુ ૧૫ મિનિટ પછી જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે શહેરના એટિટ્યુડની વધુ મજેદાર વાત જાણવા મળી. ત્ોમણે ઘણો રસ્તો દોડીન્ો કાપી લીધો હતો. અંત્ો જ્યારે ટેક્સી મળી તો ટેક્સીવાળાએ ક્હૃાું, તમારે જ્યાં જવું છે ત્ો હવે માંડ ૧૦-૧૫ મિનિટનો સીધો સીધો રસ્તો છે, ટેક્સી કરવાની શું જરૂર છે. આ એટિટ્યુડમાં જ ત્યાંની ઇકોનોમી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય ત્ોવું લાગતું હતું. બાકી આવો મોકો કોણ જતો કરે. હવે અમારું ગ્રુપ તો આવી જ ગયેલું. અમન્ો અમારી ઉંમર અન્ો સાઇઝ પ્રમાણે બાઇક અન્ો હેલમેટ આપવામાં આવ્યાં.
અમારી સાથે એક મેઇન ગાઇડ અન્ો એક ગ્રુપની પાછળ રહે અન્ો કોઈ રહી ન જાય ત્ોનું ધ્યાન રાખવા માટે ત્ોનો સહાયક આવી રહૃાા હતા. ત્ો સ્ટોરની અંદર જ હજી વધુ અડધો કલાક લાગ્યો. બાઈક ટૂર ૯થી ૧૧ની હતી, અમે હજી ૧૦ વાગ્યે તો નીકળ્યાં પણ ન હતાં, એટલું જ નહીં, આખુંય ગ્રુપ છેક બપોરે બ્ો વાગ્યે જમીન્ો મિત્રોની જેમ છૂટું પડવાનું હતું. બિઝન્ોસ કરતાં ભલે ન આવડતું હોય, આર્જેન્ટિનાનાં લોકોન્ો મિત્રો બનાવતાં જરૂર આવડે છે. ૧૦ વાગ્યે બધાંન્ો બાઇક મળી ચૂકેલી, હવે બધાંનો પરિચય આપવાનું ચાલુ થયું. ઘણાં બ્રાઝિલ અન્ો પ્ોરુગ્વેનાં મુલાકાતીઓ હતાં. એક જર્મન કપલ પણ હતું. સાઇકલ પણ કામ ચાલી જાય ત્ોવી હતી. દર થોડી મિનિટોએ લાગતું હતુંં કે બાઈક ટૂર હવે ચાલુ થશે, ત્યાં કંઇ નવું જાણવા મળતું. વધુ ૧૫ મિનિટ રસ્તા પર ટ્રાફિકના નિયમો અન્ો અમારો રૂટ સમજાવવામાં વીતી.
આ નિયમોમાં સૌથી મજેદાર વાત એ હતી કે રસ્તા પર ક્યાંક કોઈ કાર તમારા પર ગુસ્સો કરે કે તમન્ો જવા ન દે તો ત્ોની સાથે વિવાદમાં ન ઊતરવું, ત્ોન્ો શાંતિથી જે બોલે ત્ો બોલીન્ો જવા દેવાં. જ્યારથી એકદમ બિઝી શહેરની વચ્ચે, ઘણા સાંકડા રસ્તાઓ પર બાઇક લેન્સ બની છે ત્યારથી સ્થાનિક કાર ચાલકો ઘણા ગુસ્સામાં છે. ત્ોમાંય રોજ જો ૨૦ લોકોની ગાઇડેડ ટૂર આમ જ નીકળ્યા કરે તો ટ્રાફિકના શું હાલ થતા હશે ત્ો અમન્ો જોવા મળવાનું જ હતું. અમે હવે એક અનોખા બુએનોસ એરેસ એડવેન્ચરમાં બ્ો પ્ૌડાં પર શહેર ખૂંદવા ત્ૌયાર હતાં.