ટેન્ગો પોર્ટેનો – આર્જેન્ટિનિયન ટેન્ગોના ચક્કરમાં
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
આર્જેન્ટિનામાં ઇકોનોમી ભલે ખાડામાં પડી હોય, ત્યાં જમવા બ્ોસનાર સ્થાનિક હોય કે ટૂરિસ્ટ, જમવા બ્ોસવાનું ઠંડકથી લાંબા સમય માટે જ હોય ત્ો નક્કી છે. અમે સાન ટેલ્મો માર્કેટના લા બ્રિગાડા રેસ્ટોરાંમાં સાત કોર્સનું ભાણું જમવા તો બ્ોસી ગયેલાં, પણ ત્ોના માલિક્ધો કહેવું પડ્યું કે અમારી પાસ્ો માત્ર દોઢ કલાક છે, અમારે સાડા આઠે ત્યાંથી ‘ટેન્ગો પોર્ટેનો’ જવા માટે નીકળી જવું પડશે, એટલે અમારાં કોર્સનું પ્ોસિંગ કરવામાં જરા મર્યાદિત સમયનું ધ્યાન રાખવું. અહીં મોટાભાગ્ો જમવા બ્ોસનાર સાત-સાડા સાત્ો બ્ોસ્ો પછી મોડી રાત સુધી ધીમે ધીમે જમવાનું અન્ો વાઇનના રાઉન્ડ માણે ત્ો નોર્મલ ગણાય. નક્કી અમારા જેવાં થોડાં ટૂરિસ્ટ તો આવતાં હશે કે જે ઉતાવળમાં હોય. ત્ોણે તો ખુશ થવું જોઇએ કે અમે જલદી નીકળીશું અન્ો બહાર વેઇટિંગમાં ઊભેલાં લોકો અંદર આવીન્ો ત્ોન્ો વધુ બિઝન્ોસ આપશે. જોકે અમારે જલદી જવું છે એ ત્ોના રેસ્ટોરાં માટે કોઈ પ્રકારનું અપમાન હોય ત્ોમ ત્ોના માલિક્ધો તો ખોટું લાગી ગયું હોય ત્ોમ ત્ો ત્યાંથી ચાલ્યો ગયો. અમે ઉતાવળે જમવાનાં છીેએ એ વાતથી અમારો સર્વર પણ ઘણો દુ:ખી લાગતો હતો. અમે જાણે મંદિરમાં જૂતાં પહેરીન્ો જતાં રહૃાાં હોઇએ એવી ટ્રીટમેન્ટ સાથે અમારું જમવાનું આવવાનું શરૂ થયું.
અમે સર્વરન્ો પાસ્ો બોલાવીન્ો ધીરજથી અન્ો ગ્ાૂગલ ટ્રાન્સલેટની મદદથી સમજાવ્યું કે અમારી પાસ્ો હવે માંડ ચોવીસ કલાક બાકી છે અન્ો અમે ત્ોમના જ શહેરનું ટેન્ગો ચૂકી ન જઈએ એ માટે ઉતાવળ કરી રહૃાાં છીએ. અમે ફરી આ તરફ ક્યારે આવીશું ત્ો ખબર નથી અન્ો અમારે કશું ચૂકવું નથી, એટલું જ નહિ, ત્ોમનાં રેસ્ટોરાંના ભોજનન્ો પણ પ્ાૂરતો ન્યાય આપીશું એની ખાતરી આપી. ત્ો જરા રિકવર થયો અન્ો અમારી ‘ચીમીચૂરી ચટણીઓનાં કમંડળ ટેબલ પર આવવા લાગ્યાં. આપણી ચટણીની જેમ, આર્જેન્ટિનિયન ચીમીચૂરી તીખાશ અન્ો મરચાના રંગ પ્રમાણે રંગ બદલતી હતી. પ્ોટપ્ાૂજા અત્યંત સંતોષથી થઈ. એટલા સમયમાં ચાર જણાંએ બ્ો બોટલ સ્થાનિક માલ્બ્ોક પતાવી. કોઈન્ો ડ્રાઇવ નહોતું કરવાનું. અમે જે રીત્ો પ્લેટો સાફ કરી, સર્વર તો ખુશ થયો જ, આશા છે કે અંદરનો શેફ પણ ખુશ થયો જ હશે. હવે અમે કોઈન્ો નિરાશ કર્યા વિના ટેન્ગોની મજા કરી શકીશું.
‘ટેન્ગો પોર્ટેનો’માં ટેન્ગો શોમાં સાથે જમવાનું પણ હોય છે. ત્ોમાં ડિનર અન્ો ડાન્સની ટિકિટ લેવી પડે. એ ટિકિટ નક્કી વાજબી પડી હોત, પણ સ્થાનિક ખ્યાતનામ રેસ્ટોરાં જેવી મજા ન આવી હોત. સાથે અહીંનાં લોકો ડિનર આરામથી કરવાનો કેટલો આગ્રહ રાખે છે ત્ો પણ ન જાણવા મળ્યું હોત. રેસ્ટોરાંથી ફરી બ્ો ટેક્સી શોધી, થિયેટર પહોંચ્યાં પછી અંદર ફરી એક ડાઇનિંગ ટેબલ પર બ્ોસાડવામાં આવ્યાં. અહીં ઘણાં હજી જમી રહૃાાં હતાં. અમારે માત્ર શો જ જોવાનો હતો. પહેલાં તો આસપાસના માહોલમાં સ્ોટલ થવામાં અમે સ્ટેજ પર ધ્યાન જ ન આપી શક્યાં. એક વાર સ્ોટલ થયાં ત્યાં પડદો ખૂલ્યો.
જે લોકો ડિનર સાથે શો જોવા આવેલાં ત્ોમન્ો બ્ો અલગ ન્ાૃત્યનાટિકાઓ જોવા મળવાની હતી. અમન્ો માત્ર બીજો પાર્ટ જોવા મળવાનો હતો. જોકે ત્ોમાં વાર્તા નવી અન્ો પહેલેથી શરૂ થતી હતી એટલે અમે કશું ચૂક્યાં નહીં. ત્ોમાંય ખાસ સ્પ્ોનિશ નહોતું સમજાતું એટલે હાવભાવ અન્ો સંગીત પારખીન્ો જાત્ો અટકળો લગાવવાની હતી. ત્ોમાં મ્યુઝિકલ ‘વેસ્ટ સાઇડ સ્ટોરી’, ‘ગ્રીસ’, અન્ો ‘ગોડ ફાધર’નું મિશ્રણ કરીન્ો બનાવાયું હોય ત્ોવું નાટક શરૂ થયું. દરેક ગીત વાર્તા પણ આગળ વધારે અન્ો ત્ોમાં ગીત પર ટેન્ગો પણ થઈ શકે ત્ો જરા અલગ જ પ્રકારની ચેલેન્જ લાગતી હતી. વાર્તા લા બોકા વિસ્તારમાં બ્ો ગ્ોંગ વચ્ચે આકાર લઈ રહી હતી. એક ટેન્ગો પીસ તો બ્ો ટોળકીઓ એકબીજાન્ો ડાન્સની ચેલેન્જ આપ્ો છે ત્ોના પર જ હતો. ત્ો પછી વિરોધી ગ્ોંગનાં યુવક અન્ો યુવતી પ્રેમમાં પડે છે અન્ો વધુ ટેન્ગો ચાલે છે. ત્ોમાં વળી બ્ોમાંથી એકના પિતા માફિયા જેવા પોશાકમાં આવીન્ો ટેન્ગોનું ક્લાસિક ગીત ગાઈ જાય છે. ત્ો નક્કી કોઈ સ્થાનિક લેજન્ડરી કલાકાર હશે, ત્ોમની એન્ટ્રી પર સ્પ્ોનિશ સમજતી ઓડિયન્સ લાંબો સમય સુધી ચિચિયારીઓ કરતી રહી હતી. ત્ોણે કપલન્ો છૂટાં પાડ્યાં એટલે એક દુ:ખી ગીત પણ આવ્યું. બરાબર કોઈ હિંદી ફિલ્મ ચાલી રહી હોય ત્ોવું માની લો તો પણ ચાલે. દરેક પ્રકારના ગીત પર ટેન્ગો તો થતું જ હતું.
‘ટેન્ગો પોર્ટેનો’ થિયેટર પર સતત ટેન્ગો સંબંધિત ઇવેન્ટ થયા જ કરે છે. અમે ત્ો સમયે તો કરી શકવાનાં ન હતાં, પણ સાંજે અઠવાડિયામાં કેટલાક શો એવા પણ થાય છે જ્યાં પહેલાં ટેન્ગો જોવાનું અન્ો પાછળથી શીખવાનું પણ શક્ય છે. ટેન્ગો ક્લાસિસ આમ તો યુરોપભરમાં પણ લોકપ્રિય છે જ. હવે આર્જેન્ટિના જઈન્ો ટેન્ગો શીખવા મળતું હોય તો એ શો સાથે એક ક્લાસ પણ કરવા જેવો ખરો. આમ તો આખુંય લેટિન અમેરિકા ટેન્ગો કરે જ છે, પણ આર્જેન્ટિનિયન ટેન્ગોનું અલગ મહત્ત્વ છે. મૂળ વાત એમ છે કે બાકીના દેશો જે કરે છે ત્ોન્ો બોલરૂમ ટેન્ગો કહેવાય, ત્ોમાં નિશ્ર્ચિત સ્ટેપ ફોલો કરવા પડે, પણ આર્જેન્ટિનિયન ટેન્ગો ફ્રી સ્ટાઇલ છે. આર્જેન્ટિનિય ટેન્ગો એક મ્યુઝિકલનો પ્રકાર પણ છે. ‘ટેન્ગો શબ્દ પહેલી વાર બુએનોસ એરેસમાં થતા ડાન્સ માટે વપરાયો હતો. ત્ોન્ો શીખવાનું પણ પ્રમાણમાં સરળ છે. આખાય શહેરમાં આવાં ઢગલાબંધ થિયેટરો અન્ો ડાન્સ સ્કૂલ્સ છે. બુએનોસ એરેસમાં ડાન્સ અન્ો મ્યુઝિક શીખવાનું પણ ચલણ છે જ. શહેરન્ો દરેક પ્રકારની આર્ટ સાથે અનોખો લગાવ છે.
ટેન્ગોમાં ડાન્સ પાર્ટનરન્ો સ્પીન કરવાનું ખાસ મહત્ત્વ છે. ત્ોમાં એક મિનિટમાં પાર્ટનરન્ો કેટલીવાર ગોળ ચક્કર ફેરવી શકાય છે ત્ોનો રેકોર્ડ પણ છે. અમે બુએનોસ એરેસમાં ટેન્ગો ડાન્સર પોતાના પાર્ટનરન્ો ફેરવે એટલી ઝડપ્ો એક સ્થળેથી બીજા સ્થળે ચક્કર મારેલાં. ત્ો રાત્રે હોટલ પાછાં ફર્યાં ત્યારે આર્જેન્ટિનાની ટ્રિપના છેલ્લા દિવસની સવાર પડી ચૂકી હતી.