એવો ને એવો જ છે કેનેરી આયલેન્ડનો જાદુ…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
ઠંડી જેટલી ફોટામાં અન્ો ગરમ રૂમની બારીમાંથી સારી લાગ્ો છે એટલી ખરેખર હોતી નથી. ગરમી જેવી દેખાય છે એવી જ હોય છે, પણ ઠંડીન્ો રોમેન્ટિસાઇઝ ખૂબ કરવામાં આવે છે. નોર્ડનમાં જઈન્ો ઠર્યા પછી વચ્ચે ઇન્ડિયા આવવાનું પણ થયું. આસપાસમાં ઘણું હાઇકિંગ કર્યું. દિવાળી, ક્રિસમસ અન્ો આસપાસનું ઊજવવા જેવું જે હતું ત્ો ઊજવ્યું, પણ માર્ચ મહિનો આવતાં આવતાં લાગ્યું કે ક્યાંક હૂંફાળી જગ્યાએ જવું પડશે. અન્ો સ્વાભાવિક છે, હજી વસંત પણ સરખી બ્ોસ્ો ત્ો પહેલાં યુરોપમાં તડકો શોધવો હોય તો કેન્ોરી આયલેન્ડ તરફ જ જવું પડે.ગ્રીસ વગ્ોરે તરફ પણ જઈ શકાય. જોકે ત્યાં એ સમયે તડકો માત્ર જોવા માટે જ હોય છે, દરિયામાં ડૂબકી લગાવવા કે પછી પગ બોળવા જેવું પણ ન હોય. એટલે જ વાત ફરી ફરીન્ો કેન્ોરી પર જ આવતી હતી. અન્ો અમે જરાય અચકાયા વિના ફુઅર્ટેવેન્ટુરાની ટિકિટ બુક કરાવી જ લીધી.
ત્યાં જવાનો સમય નજીક આવતાં આવતાં તો ઓફિસમાં પણ હાંફી જવાય ત્ોટલું કામ આવી ગયેલું. એવામાં જે સવારે લાઇટ હતી ત્ોની આગલી રાત્રે લાંબા સમયથી એક ટ્રિબ્યુટ કોન્સર્ટ બુક કરાવેલું હતું. હવે રાત્રે સાડા બાર સુધી તો બ્ોન્સહાઇમની એક ક્લબમાં એક સ્થાનિક બ્ોન્ડે વગાડેલાં ખ્યાતનામ ‘ડાયર સ્ટ્રેટ’ બ્ોન્ડનાં ક્લાસિક ગીતો પર ઝૂમ્યાં હતાં. અન્ો સવારે નવ વાગ્યાની આસપાસ જાત્ો જ ડ્રાઇવ કરીન્ો ફ્રેન્કફર્ટ જવાનું હતું. એવામાં પ્ોકિંગ પણ સવાર સુધી બાકી હતું. ઉંમર અન્ો અનુભવ સાથે હવે જાણે છેલ્લી ઘડીનું પ્ોકિંગ પણ જરાય નવું નથી લાગતું. ખરેખર દુનિયામાં કરવા માટે એટલું બધું કામ બાકી છે કે ન ગાર્ડનની સંભાળ રાખવામાં પહોંચી વળાય છે, ન હોબી કે ફિટન્ોસ માટે સમય કાઢી શકાય છે, એવામાં એક્ટિવિટીના ઓવરફ્લોમાં પ્રવાસનો બ્રેક કોઈ ગિટ જેવો લાગ્ો છે.
બધો બિઝન્ોસ એક તરફ ધકેલીન્ો અમે ફ્રેન્કફર્ટના એકદમ નવાનક્કોર હોલિડે પાર્કિંગમાં પહોંચ્યાં. ફ્રેન્કફર્ટ એરપોર્ટનું ટર્મિનલ ત્રણ પાસ્ોનું હોલિડે પાર્કિંગ સ્ાૂડ આવ્યું. ફ્રેન્કફર્ટમાં વેકેશન માટે મોટી સંખ્યામાં કાર પાર્કિંગ થઈ શકે ત્ોની આ વ્યવસ્થા જોઈન્ો ઘણો આનંદ થયો. અહીંથી દર અડધા કલાકે ટર્મિનલ તરફ જતી બસ છે. એ બધો સમય ગણીન્ો પ્લાનિંગ કરવું પડે ત્ો તો સ્વાભાવિક છે. હજી મગજ પર ઓફિસનું કામ અન્ો હજારો પેન્ડિંગ ટુ-ડુ આઇટમો મગજમાં બ્ોક બર્નર પર જઈ રહી હતી. બસ ત્રણ કલાકની લાઇટમાં અમે ફુઅર્ટેવેન્ટુરાના દરિયાકિનારાના સુંદર એરપોર્ટ પર પહોંચવાનાં હતાં.
કેનેરી ટાપુઓ જાણે આફ્રિકા નજીક એટલાન્ટિક સમુદ્રમાં છંટકારવામાં આવ્યા હોય એવી આકર્ષક રીત્ો છૂટાછવાયા પડ્યા છે. આ પહેલાં ત્ોન્ોરિફેન્ો વિગત્ો અન્ો ગ્રાન્ડ ક્ધોરિયાન્ો ઉપર ઉપરથી જોવાનો અનુભવ હતો. હજી લાન્ઝારોટેન્ો અન્ો ફુઅર્ટેવેન્ટુરાન્ો વિગત્ો જોવાનું બાકી છે. ત્ોમાંથી આ વખત્ો એકનો નંબર આવી ગયો હતો. માત્ર લિસ્ટ પ્ાૂરું કરવા માટે સાઇટસીઇંગ કરવું હોય તો તો સાત-આઠ દિવસમાં ફેરી કે પ્રાઇવેટ બોટ લઈન્ો એક પછી એક ટાપુ જોઈન્ો સાત્ોયન્ો જોયા હોવાનો સંતોષ માની શકાય, પણ એ રીત્ો કોઈ લિસ્ટ સાથે બંધાઈન્ો ઝટપટ ફરવાનું તો ક્યારનુંય ભુલાઈ ગયું છે.
ફુઅર્ટેવેન્ટુરાની ફ્લાઇટ લેન્ડ થતા પહેલાં જાણે પ્લેન આખાય ટાપુની પ્રદક્ષિણા કરતું હોય એમ ગોળ ફર્યું. અંત્ો લેન્ડ થતી વખત્ો જાણે ટાપુનું અમન્ો વિહંગાવલોકન કરવા મળી ગયું. અહીં દરિયો તો ચારે તરફ છે જ, પણ આ ટાપુની ખાસિયત છે ત્ોનું માર્સ જેવું લેન્ડસ્કેપ. અહીં નવથી વધુ ભવ્ય જ્વાળામુખીનાં ક્રેટર છે. ત્ોમાંથી કોઈ એક્ટિવ નથી એટલે જ ત્ોન્ો ભયાનક્ધો બદલે ભવ્ય કહેવાની હિંમત કરી શકાય ત્ોમ છે. અમે એરપોર્ટ નજીકમાં જ ગામમાં રિસોર્ટ બુક કરેલો. યુરોપમાં ચાલુ સ્કૂલ સિઝનમાં માત્ર સિંગલ, રિટાયર્ડ લોકો કે ચાઇલ્ડ ફ્રી કપલ્સ જ દેખાતાં. એવામાં અમન્ો એરપોર્ટ પર રેન્ટલ કાર પાસ્ો હતી એટલી લાંબી લાઇનની અપ્ોક્ષા ન હતી. એક સાથે ત્રણ લાઇટનાં અરાઇવલમાં નાનકડું એરપોર્ટ ખીચોખીચ ભરેલું હતું. અંત્ો કાર લઈન્ો જેવાં બહાર નીકળ્યાં એવું જાણે આવનારું આખું અઠવાડિયું મેજિકલ લાગવા માંડ્યું હતું. અહીં બધી તરફ રાતા કે કથ્થાઇ પહાડો વચ્ચે અનંત લાગતા મખ્ખન જેવા ચમકતા અન્ો સ્મૂધ રોડ હતા. રિસોર્ટ તો તરત જ આવી ગયો. બહાર નીકળતાં જ બીચ હતો. ત્યાં પાણીમાં પડવાન્ો બદલે પહેલાં તો જરા એક નાનકડી લટાર મારવી પડે ન્ો.
કાલેટા ડે ફુસ્ટે ગામમાં રિસોર્ટ સિવાય પણ બીજું ઘણું બધું હતું. એક સોલ્ટ મ્યુઝિયમ પર તો પહેલેથી જ પિન લગાવી દીધી હતી. રસ્તામાં એક ઇન્ડિયન રેસ્ટોરાં પણ હતું. થોડા દિવસ સ્થાનિક વાનગીઓથી થાકીશું એટલે ત્યાં તો જવું જ પડશે. એકદમ પાક્કા રસ્તાવાળું પ્રોમોનાડ અમન્ો ત્યાં જાણે આંટો મારવા માટે બોલાવી રહૃાું હોય ત્ોવું લાગતું હતું. જર્મનીની પાંચ-સાત ડિગ્રીથી અચાનક જ અમે વીસ-પચ્ચીસ ડિગ્રીમાં આવી ગયેલાં. અહીં જેકેટ કે સ્વેટર નહીં પહેરવું પડે ત્ો વાતનો એક્સ્ટ્રા આનંદ હતો. અડધા-પોણા કલાકની એક લટારમાં તો અમે સ્થાનિક બાર, હેપ્પી અવરમાં મળતાં સાંગ્રિયાનાં પીચર, લાઇવ મ્યુઝિક શોના ટાઇમિંગ, કઈ બીચ લાઉન્જ પર પડ્યા રહેવું છે અન્ો ક્યાં સવારમાં પોતાનો બીચ ટોવેલ મૂકીન્ો રામ-સીતાની ચોકડી મારીન્ો જગ્યા રોકવાની છે ત્ો બધું સ્પષ્ટ થઈ ગયું. આ ટાપુમાં જે પણ છે ત્ો બધું અમારા માટે તો જોવાલાયક જ હતું. સ્ોન્ડ ડ્યુન્સ, પહાડોની ટોચ અન્ો દરિયાના રંગો, ત્ો સાથે સ્થાનિક એલોવેરાની ખેતી, ફેરી સ્વિમિંગ પુલ્સ, તડકામાં હાઇલાઇટ થતાં લાઇટ હાઉસ, અહીં કોઈ અલગ જ દુનિયાના ટાપુ પર જે પણ દૃશ્યની કલ્પના કરો ત્ો દૃશ્ય મોજૂદ હતું. કોન્ો ખબર હતી કે અહીં પહેલી જ સાંજે એડવેન્ચરની આતુરતા વચ્ચે પ્ોટ ભરીન્ો પપ્ૌયું પણ ખાવા મળી જશે.