વીક એન્ડ

સ્ટાઉફનબર્ગમાં વાત ટાઇમલેસ બ્યુટી,કિલ્લા અન્ો જર્મન ઉમરાવની….

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

દુનિયા દર અઠવાડિયેે વધુ અજાણી ટેરિટોરીમાં જઈ રહી હોય ત્ોવું લાગ્ો છે. ત્ોમાં સૌથી વધુ રસપ્રદ વાત એ પણ છે કે દરેક વર્ષનાં ટ્રેન્ડિંગ ડેસ્ટિન્ોશન પણ બદલાઈ રહૃાાં છે. થોડાં વર્ષો પહેલાં બધાં ઇજિપ્ત, પછી ટર્કી, પછી વિયેટનામ, પછી ન્યુઝિલેન્ડ જતાં હતાં. હવે વારો આવ્યો છે જાપાન અન્ો સ્કેન્ડિન્ોવિયાનો. નોર્ધર્ન લાઇટ્સ જોવા માટેનું માર્કેટિંગ પુશ અન્ો જાપાન શકુરા ફૂલોની સિઝનમાં જવું જ જોઈએની ઓનલાઇન વાતોમાં એવો સમય આવી ગયો છે કે અત્યારે મોટાભાગના મિત્રોના આ બંન્ો દિશાઓમાંથી ફોટાનો વરસાદ થઈ રહૃાો છે. બીજો એક વિશિષ્ટ ટ્રેન્ડ એ પણ બની ગયો છે કે અનોખી જગ્યાએ ખાસ ફોટા પડાવો કે પ્રિ-વેડિંગ શૂટ કરાવવાનું જરા અલગ ઘેલું ચાલી
રહૃાું છે.

મજાની વાત એ છે કે જેન-ઝીન્ો એ નવું લાગ્ો છે કે આજકાલ જાપાન જઈન્ો કિમોનોમાં ફોટો પડાવે, કે બાલીના ખ્યાતનામ ઝૂલા પર સાડી કે સ્કાર્ફ લહેરાવતો ફોટો પાડે અન્ો ઇસ્તાનબુલમાં હાજિયા સોફિયાના બ્ોકગ્રાઉન્ડમાં ભવ્ય લોટિંગ રોબ્સમાં શૂટ કરવાના ગોલ્સ હોય છે, પણ આ ટ્રેન્ડ પણ જમાનાથી ચાલ્યો આવે છે. હવે ત્ો બધું ઇન્સ્ટાગ્રામ પર પહોંચે છે. એક જમાનામાં મનાલી, કાશ્મીર કે ઇવન માઉન્ટ આબુ જઈન્ો લોકો સ્થાનિક પોશાકોમાં ફોટો પડાવતાં અન્ો ત્ોમના ઘરે જે પણ જાય ત્ોણે ફરજિયાત જોવા પડતા. ક્યારેક એવું લાગ્ો છે કે એના એ ટ્રેન્ડ રિસાઇકલ થઈન્ો ઇન્ટરન્ોટ પર વધુ એમ્પ્લિફાય થઈન્ો આવે છે. એવામાં ક્વાએટ લક્ઝરીની માફક, શાંતિથી મન પડે ત્યાં સોશિયલ મીડિયાના પ્રેશર વિના ટ્રાવેલ કરવાનું પણ હવે મજાનું લાગ્ો છે.

સતત ડિસ્ટ્રેક્ટેડ રહીન્ો માત્ર સોશિયલ મીડિયા પર શું સારું લાગશે ત્ો આધાર પર ન ફરવાનું લાંબા સમયથી નક્કી કરી લીધેલું, છતાંય એક પણ ટ્રેન્ડથી અજાણ ન રહી જવાય ત્ોનું પણ ધ્યાન તો રાખવું જ પડે. જોકે આપણન્ો જે ગમે ત્ો ટાઇમલેસ ક્લાસિક, એ પણ લાંબા સમય પહેલાં જ સમજાઈ ગયું હતું, એટલે જ જંગલો, ઢોળાવો, ટેકરીઓ પરના કિલ્લાઓની વાતો અન્ો વ્યુથી કદી કંટાળો નથી આવતો. ત્ોમાંય આજકાલ તો દરેક સફર જાણે હરિયાલી ઔર રાસ્તા વચ્ચે જ હોય ત્ોવું લાગ્ો છે. એવી જ નાનકડી બ્લેક ફોરેસ્ટની ટ્રિપમાં ડૂરબાખ ગામમાં અમે સવારમાં વોક કરીન્ો કિલ્લા સુધી પહોંચવામાં સફળ નહોતાં રહૃાાં.

ધરાઇન્ો બ્રેકફાસ્ટ કર્યો અન્ો કિલ્લા તરફ ગાડી મારી મૂકી. પાંચ મિનિટમાં કિલ્લાની ટેકરીની તળેટી આવી પણ ગઈ. સવારે આ દિશા પણ નહોતી મળી. હવે બધું એકદમ નજીક લાગતું હતું. કેટલાક મુલાકાતીઓએ અહીં નીચે ગાડી પાર્ક કરેલી. અહીંથી ચાલીન્ો ટેકરી સુધી પહોંચવામાં સહેેજેય પંદરેક મિનિટ સુધી માત્ર ઢાળ ચઢવાની કુમાર સિવાય કોઈનામાં કેપેસિટી ન હતી. કેટલાક દૂરથી સાઇકલ કરીન્ો આવેલા. બિચારા ઉપર તરફ કોઇએ સજા આપી હોય ત્ોમ માથું નીચું નાખીન્ો પ્ોડલ માર્યે જતાં હતાં. અમન્ો માત્ર કિલ્લો જોવામાં રસ હતો. ત્ો દિવસની વોક થઈ ચૂકી હતી. ગાડી સટાસટ કિલ્લાના પાર્કિંગ પર પહોંચી ગઈ. ટેકરી પર રસ્તો એવો ગોળ ગોળ ફર્યો કે બધી તરફથી ઢોળાવો પરનાં વિનયાર્ડની દરેક સાઇડ જોવા મળી ગઈ. વળી આગલી સાંજનો વરસાદ જાણે આખા વિસ્તારન્ો કોઈ ફોટા પરથી ધૂળ સાફ કરી હોય એટલો ચોખ્ખો બનાવી ગયો હતો. એટલું જ નહીં, ત્ો સમયે ખાસ હજી યુરોપિયન ઉનાળો શરૂ જ થયેલો, એવામાં દ્રાક્ષના વેલાઓન્ો પણ તાજી હેરકટ આપ્ોલી હોય ત્ોવું લાગતું હતું.

કિલ્લાની પાછળની ગલીઓ બધી ઢોળાવોની અલગ અલગ કાચી કેડી તરફ જતી હતી. ત્ોમાં ઘણાં ઠેકાણે બ્ોન્ચ પણ ગોઠવેલી હતી જ્યાંથી દરેક તરફનો વ્યુ માણી શકાય ત્ોમ હતો. કિલ્લામાં પ્રવેશ્યા પછી ત્ોનાં સૌંદર્ય સાથે ત્ોની હિસ્ટ્રી જાણીન્ો મજા ઓર વધી ગઈ. આ કિલ્લો જર્મન ‘ગ્રાફ’ એટલે કે ઉમરાવના પરિવારનો છે. આ પરિવાર ‘માર્ક ગ્રાફ ઓફ બાદેન’ છેક ૧૧૦૦ની સદીથી આ રિજનમાં આગળ પડતો રહૃાો છે. છેક ૧૫૦૦ સુધી તો રોમન એમ્પાયરના ગાળામાં આ પરિવાર આ વિસ્તારમાં શાસન જ કરી રહૃાો હતો. આજે પણ ત્ોમનું સાંસ્કૃતિક મહત્ત્વ અકબંધ છે. આજે આ પરિવાર આ કિલ્લાન્ો લક્ઝરી હેરિટેજ હોટલમાં ફેરવી ચૂક્યો છે. યુરોપની નાટકીય હિસ્ટ્રીમાં પ્રશ્ર્ન થયા વિના ન રહે કે આ પરિવાર ખરેખર છેલ્લાં હજાર વર્ષોથી કઈ રીત્ો પોતાનું મહત્ત્વ જાળવી શક્યો છે. અન્ો જાણવા મળ્યું કે કિલ્લો ઘણીવાર ત્ાૂટી ચૂક્યો છે, પણ હંમેશા ત્ોન્ો ફરી એ જ સ્વરૂપમાં રિનોવેટ કરી દેવામાં આવતો.

પારિવારિક ભાગલા સિવાય આ ગ્રાફ ફેમિલીન્ો યુરોપભરનાં અઢળક યુદ્ધો અન્ો ઘર્ષણોની ખાસ અસર થઈ નથી. કાં તો ત્ોમની પાસ્ો સિક્રેટ પોલિટિકલ પાવર છે અથવા પરિવારની અંદર શાંતિ જાળવી રાખવાની ડિગ્નીટી. અહીં હેરિટેજ પ્ોમ્ફલેટ પર ગ્રાફન્ો ડાયરેક્ટ પત્ર લખવાનું સરનામું પણ હતું. સ્વાભાવિક છે હવે ત્ોમનો પરિવાર અહીં નથી રહેતો.

ઉપર કિલ્લાના પ્રાંગણમાં ફેરી લાઇટ્સવાળું નાનકડું કાફે છે. ત્યાંથી આસપાસની રિઝલિંગ વાઇનનાં ખેતરો તો દેખાય છે જ, સાથે ટોચ પરથી દરેક ખૂણો એટલો સુંદર છે કે ત્યાં ખરાબ ફોટો પાડવાનું અશક્ય છે. નીચે ઊતરતાં કાચી દ્રાક્ષનાં થોડાં જૂમખાં તોડવા પણ મળ્યાં. આ જર્મન રિઝલિંગની કાચી દ્રાક્ષમાંથી ઘરે આવીન્ો મજેદાર દેશી અથાણું બન્યું. આ વિસ્તારમાં ફળોએ હજી અમન્ો મજા કરાવવાનું ચાલુ રાખ્યું હતું. સ્ટાઉફનબર્ગ કિલ્લો ઘણી વાર્તાઓમાં પાત્ર પણ બની ચૂક્યો છે. સ્થાનિક ટ્રાવેલ ચેનલ પર તો ત્ોનું દ્રશ્ય અવારનવાર દેખાયા જ કરે છે. કિલ્લા અન્ો વિનયાર્ડ પર મન ભરાય એટલો સમય વિતાવીન્ો અમે લંચ માટે ફરી ડૂરબાખ તરફ આવ્યાં. હવે ગીચ બ્લેક ફોરેસ્ટમાં ફરી કેક ખાવા જવાનો સમય થઈ ગયો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત