વીક એન્ડ

GSTનાં સાત વર્ષ: શું મળ્યું – શું ગુમાવ્યું?

સાલ ૨૦૦૦માં સર્વ પ્રથમ કેળકર એક્શન કમિટીએ દેશમાં એક જ પરોક્ષ ટેક્સ હોવો જોઈએ એવી સંકલ્પના કરી. આર્થિક એકત્રીકરણને શક્ય બનાવનાર વેરો એટલે જીએસટી. સમિતિએ ૨૦૦૯માં પહેલો અહેવાલ પ્રગટ કર્યો. સાલ ૨૦૧૧માં જીએસટી માટે બંધારણીય સુધારાનો ખરડો રજૂ કરાયો.

વિશેષ – નિધિ ભટ્ટ

કેન્દ્ર અને વિવિધ રાજ્યોમાં પરોક્ષ વેરાનું એકીકરણ અને સરળીકરણ કરીને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) એક જ વેરો એક જુલાઈ, ૨૦૧૭એ લાગુ પાડવામાં આવ્યો. જીીએસટીનાં સાત વર્ષ પૂરા થયા છે. આ જીએસટી ત્રણ પ્રકાર-સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઈન્ટીગ્રેટેડ જીએસટી તરીકે લાગુ પાડવામાં આવ્યો છે.

જીએસટી કેવી રીતે અમલમાં આવ્યો?

સાલ ૨૦૦૦માં સર્વ પ્રથમ કેળકર એક્શન કમિટીએ દેશમાં એક જ પરોક્ષ ટેક્સ હોવો જોઈએ એવી સંકલ્પના કરી. આર્થિક એકત્રીકરણને શક્ય બનાવનાર વેરો એટલે જીએસટી. સમિતિએ ૨૦૦૯માં પહેલો અહેવાલ પ્રગટ કર્યો. સાલ ૨૦૧૧માં જીએસટી માટે બંધારણીય સુધારાનો ખરડો રજૂ કરાયો. ત્યાર બાદ ૨૦૧૪માં આવો સુધારા ખરડો ફરી માંડવામાં આવ્યો.

આ ખરડાને ૨૦૧૫માં લોકસભામાં મંજૂર કરવામાં આવ્યો. એમાં થોડા ફેરફાર કરીને એને રાજ્યસભાએ પણ મંજૂર કર્યો સપ્ટેમ્બર ૨૦૧૬એ તત્કાલીન રાષ્ટ્રપતિએ તેના પર સહી કરી. એ જ વર્ષે ૧૫ સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી. અંતે ૩૦ જૂન ૨૦૧૭એ મધ્યરાત્રિથી આ નવો વેરો દેશભરમાં લાગુ પડાયો.

જીએસટીમાં કયા ઈનડાયરેક્ટ ટેક્સનો સમાવેશ કરાયો છે?

વેલ્યૂ એડિશન ટેક્સ (વેટ), ઉત્પાદન શુલ્ક, સેવા કર, કેન્દ્રીય વેચાણવેરો, લકઝરી ટેક્સ. એન્ટરટેઈનમેન્ટ ટેક્સ, વેચાણવેરો જેવા પરોક્ષ વેરા ખરીદી, વેચાણ ઉત્પાદન, રીટેલિંગ, માર્કેટિંગ વગેરે વ્યવહાર માટે ભરવા પડતા હતા. હવે ફક્ત એક જ વેરો જીએસટી ભરવો પડે છે.

જીએસટી સર્વ પ્રથમ ૧૯૫૪માં ફ્રાન્સમાં અમલમાં મુકાયો. આજે જગતના ૧૯૩ દેશમાથી ૧૬૬ દેશમાં જીએસટી કે વેટના રૂપમાં એક જ પરોક્ષ વેરો લાગુ પડાયો છે. જીએસટીનો સફલ અમલ બ્રાઝીલ, સિંગાપુર, ફ્રાન્સ અને ભારત જેવા દેશોમાં થયો છે.

જીએસટીના સ્તર કેટલા?

એક રાજ્યમાં જીએસટીનો વેપાર થાય તો પણ કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) વસૂલવામાં આવે છે. આજ વેપાર પર પરોક્ષ કર રાજ્ય સરકારે વસુલ કર્યો તો એ સ્ટેટ જીએસટી તરીકે વસૂલવામાં આવે છે. બે રાજ્યોમાં વસ્તુ કે સેવાનો વેપાર થયો તો એ ઈન્ટીગ્રેટેડ ટેક્સ તરીકે વસૂલ કરવામાં આવે છે. આયાત અને નિકાસ માટે આઈજીએસટી લાગૂ પડાય છે. ભારતમાં પાંચ, ૧૨ અને ૧૮ ટકાનો જીએસટી દર છે.

અર્થતંત્ર પરનું પરિણામ

જીએસટીના સકારાત્મક અને નકારાત્મક એવા બન્ને પ્રકારના પરિણામ આપણા અર્થતંત્ર પર જોવા મળે છે. સકારાત્મક પરિણામમાં જીએસટીને લીધે કરનું માળખું સરળ થયું છે. વાર્ષિક રીતે જીએસટી ભરવાનો હોવાથી આનો ફાયદો નાના અને મધ્યમ સાહસિકોને થયો છે. ઉદ્યોેગપતિની કરપાત્ર આવક ઓછી થવાથી ઉત્પાદન માટે વધુ ફંડ ઉપલબ્ધ થયું.

દેશમાં એક પ્રકારનું કરમાળખું હોવાથી ઉદ્યોગપતિ અને વેપારીને રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય કરવાનું પ્રોત્સાહન મળ્યું. નિકાસમાં વધારો થયો. જીએસટી મુખ્યત્વે વેચાણ કિંમત પર લાગતો હોવાથી મઘ્યમ વર્ગ અને નીચલા મધ્યમવર્ગ પર નકારાત્મક અસર પડી. ઈનપુટ ક્રેડિટ પ્રણાલી આજે સદોષવાળી હોવાથી કંપની આગળ કામકાજ નિપટાવાનો સવાલ ઊભો થયો.

ભવિષ્યમાં કયા ફેરફારો આવશે?

કેન્દ્ર સરકારે ૨૦૪૭ સુધી વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે જીએસટીમાં ફેરફારો
કરવા પડશે અને પેટ્રોલિયમ ઉત્પાદકો, વીજળી, જમીન અને દારૂને જીએસટી હેઠળ લાવવા પડશે. એ સમયે કરચોરી ન થાય એની તકેદારી લેવી પડશે.

જીએસટી પાર્શ્ર્વભૂમિમાં કેન્દ્ર અને રાજ્યોના સંબધો પર વિચાર કરવો પડશે. ટૂંકમાં જીએસટીનું સરળીકરણ કરીને એના દર ઓછા કરવા પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button