વીક એન્ડ

સમઝે ન થે કિ એક દિન ઐસા ભી આયેગા, હસને પર અપને આપ હી રોયા કરેંગે હમ!

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

યે બાત ઔર હે રંજીદા હો ગયે ‘ઉમ્મીદ’
મેરી તરફ સે તો ખાતિર મેં કુછ કમી ન હુઇ


રોઇ શબનમ, ગુલ હંસા, ગુંચા ખિલી મેરે લિયે,
જિસ સે જો કુછ હો સકા ઉસને કિયા, મેરે લિયે.


નામ સુન કર ખુશી કા ઐ ‘ઉમ્મીદ’,
રંજ હોતા હૈ, અબ ખુશી કૈસી?


ખુશનસીબી કા ઉસ કી કયા કહના?
તુમ હો દુનિયા મેં જિસ કિસી સે ખુશ!

  • “ઉમ્મીદ
    સૈયદ ઝામિનઅલી ઊર્ફે જલાલ લખનવી (૧૮૩૩-૧૯૦૯)એ શાયરીનાં ૪ પુસ્તકો આપ્યાં હતાં. જલાલ સાહેબના એક શિષ્યનું નામ ‘ઉમ્મીદ’ અમેઠવી હતું. સુલતાનપુર જિલ્લાના ઉમેદગઢ કસ્બામાં ૩ ફેબ્રુઆરી ૧૮૭૮ના રોજ ‘ઉમ્મીદ’નો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ મુહમ્મદ અલી હતું. ઇ. સ. ૧૮૯૩થી તેમણે લખનૌમાં વસવાટ કર્યો હતો. આ શાયરે તેમની ઉર્દૂ શાયરીમાં ફારસી ભાષાના અવ્યવહારિક અને ક્લિષ્ટ શબ્દો ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના આ પ્રકારના વલણને લીધે તેમના ગુરુ ‘જલાલ’તેમનાથી નારાજ હતા. આથી ‘જલાલે’ ‘ઉમ્મીદ’ની શાયરીને મઠારવાનો ઇનકાર કરી દીધો હતો. પરિણામે ‘ઉમ્મીદ’ તેમની રચનાઓ ફારસી ભાષાનો ઉસ્તાદ પાસે સુધરાવતા હતા. આ શાયરનો ગઝલસંગ્રહ પ્રગટ થયાનું જાણમાં નથી. પણ ‘નિગાર’ નામના ઉર્દૂ સામયિકના જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૪૧ના અંકમાં તેમની રચનાઓ પ્રકાશિત થઇ હતી. તેમના કેટલાક શે’રનું હવે રસદર્શન કરીએ:
  • કોઇ શબનમ, ગુલ હંસા, ગુંચા ખિલી, મેરે લિયે,
    જિસ સે જો કુછ હો સકા ઉસને કિયા મેરે લિયે.
    મારા માટે ઝાકળ રડી પડયું, ફૂલો હસ્યા, કળીઓ ફૂટી નીકળી,
    આ સૌએ મારા માટે યથાશક્તિ જે કાંઇ થઇ શકયું તે બધું જ કર્યું.
  • સમઝે ન થે કિ એક દિન ઐસા ભી આયેગા,
    હંસને પર અપને આપ હી રોયા કરેંગે હમ.
    મને એવી સમજ ન્હોતી કે (મારા જીવનમાં) એક દિવસ એવો પણ આવશે કે જયારે મારા હસવા પર હું પોતે જ રડયા કરીશ!
  • મુઝે મેરે તસવ્વુર ને બડા ધોખા દિયા વરના,
    કિસી કા મેઝબાં થા મૈં ન કોઇ મેરા મેહમાં થા.
    મારી કલ્પનાએ જ મારી સાથે મોટો દગો કર્યો. વાસ્તવમાં એવું બન્યું છે કે હું કોઇનો યજમાન ન્હોતો કે પછી ન કોઇ મારા મહેમાન હતા!
  • જિસ તરહ ગુઝરી હૈ કલ, આ જ ભી કટ જાયેગી,
    ઔર જો આરામ કી પૂછો તો કલ હી થા ન આજ.
    ગઇ કાલ પસાર થઇ ગઇ તેવી રીતે આજ પણ પસાર થઇ જશે.
    જો તમે આરામની વાત કરતા હો તો આરામ તો ગઇ કાલે પણ ન્હોતો અને આજે પણ નથી.
  • ઝિંદગી હૈ અપને કબ્જે મેં, ન અપને બસ મેં મૌત,
    આદમી મજબૂર હૈ ઔર કિસ કદર મજબૂર હૈ.
    ન તો જીવન મારા કાબૂમાં છે, ન તો મૃત્યુ મને વશ છે. માણસ લાચાર છે પણ તે કેટલી હદે લાચાર છે તે જોયું ને!
  • કહને કે લિયે ખિજ્રો-મસીહા કી ભી સુન લો,
    લેકિન ગમે-હસ્તી કી દવા ઔર હી કુછ હૈ.
    ખિજ્ર (માર્ગદર્શક) અને મસીહા (જિસસ)ની વાતો સમ ખાવા પૂરતી
    સાંભળો તો ખરા! પણ જીવનની વેદનાની દવા તો બીજી કોઇક છે એટલું સમજવું પડશે.
  • કલ તક તો ઉન કે વાદયે- ફરદા કા ઉઝ્રથા,
    અબ આજ કયા અજલ સે બહાના કરેંગે હમ.
    હજુ ગઇ કાલ સુધી તેઓ ‘આજે નહીં’ પણ ‘આવતી કાલે’ એવું બ્હાનું આગળ ધરતા હતા. પણ હવે આજે મૃત્યું સામે આવીને ઊભું છે. ત્યારે તેને કયું બહાનું કાઢી પાછું ઠેલી શકશે?
  • ખયાલ ઔર કિસી કા અગર નહીં ન સહી,
    તુઝે તો ચૈન સે તેરા શબાબ રહને દે.
    અન્ય કોઇનો વિચાર, ભલે મનમાં ન આવે. પણ તારી યુવાનીએ તો તને ચેનથી રહેવા દેવી જોઇએ ને!
  • ખુદા માલૂમ કયા વાદા હૈ ઉસ જાને-તગાફૂલ સે,
    કિ અબ જીના બડા મુશ્કિલ હૈ, મર જાના તો આસાં થા.
    ખુદા જાણે છે કે ઉપેક્ષા કરનારે કેવો વાયદો કર્યો છે કે આ પહેલાં મરી જવું સરળ હતું, પરંતુ હવે તો જીવન ટકાવી રાખવું પણ મુશ્કેલ બની ગયું છે.
  • અરે સૂજોદિયાં દેખા નહીં જાતા મોહબ્બત મેં,
    યહ સૌદા ઔર સૌદા હૈ, યહ દુનિયા ઔર દુનિયા હૈ.
    પ્રેમની વાતોમાં નફા-તોટાનાં લેખાંજોખાં કરાતાં નથી. આ પ્રેમનો સોદો અલગ પ્રકારનો છે અને તેનું વિશ્ર્વ જ નોખું છે.
  • કુછ અબ કે અજબ હસરતે-દીદાર હૈ વરના,
    કયા ગુલ નહીં દેખે કે ગુલિસ્તાં નહીં દેખા.
    શું મેં ફૂલ કે ફૂલવાડી (બગીચો) નથી જોઇ?! હમણાં તો દર્શન માટેની તમન્ના ગજબ પ્રકારે (કેમ) જાગી છે!
  • ખુશનસીબી કા ઉસ કી કયા કહના?
    તુમ હો દુનિયા મેં જિસ કિસી સે ખુશ!
    તું જે કોઇથી આનંદમાં રહે છે તેવી વ્યક્તિની ખુશનસીબી વિશે તો શું કહેવું?
  • ‘ઉમ્મીદ’ પાસે-ચશ્મે-મુરવ્વત કા હો બુરા,
    દિલ લે ગયે વોહ, કહ ન સકે કુછ ઝબાં સે હમ.
    આ માન, મર્યાદા, મોભો જાળવી રાખવાની દૃષ્ટિનું નખ્ખોદ વળે એમ હું ઇચ્છું છું. તેઓ મારું દિલ લઇ ગયા અને મારાથી કશું બોલાયું પણ નહીં.
  • વો ઝૂદ રંજ હૈ ઔર ઝૂદ રંજ ભી કૈસા?
    જો રૂઠ જાયે તો ઝુર્રત ન હો મનાને કી.
    નાની સરખી વાતમાં ય તેમને તો ખોટું લાગી જાય છે. તેઓ જો રિસાય તો કોઇની હિંમત થતી નથી કે તેમને મનાવવા જઇ શકાય!
  • હંસતે હૈ યૂં હી ખૂબિયે-તકદીર પર અપની,
    તૂ ઔર કુછ ઐ રહબરે-કાબિલ ન સમઝના.
    અરે ભાઇ! હું તો મારા ભાગ્યની ખાસ પ્રકારની ખૂબી (સિદ્ધિ) પર હસી રહ્યો છું. ઓ મારા પરિપૂર્ણ રાહબર (પથદર્શક)! આ સ્થિતિને તું બીજું કશું ન સમજી લેતો.
  • બતાયેં કયું નિકલવાયે ગયે ‘ઉમ્મીદ’ કાબે સે!
    વહાં ભી કોઇ શૈ પોશીદા થી હજરત કે દામન મેં.
    ‘ઉમ્મીદ’ ને કાબા (પવિત્ર સ્નાન)માંથી કેમ બહાર કાઢી મુકાયા એ તો જરા કહો. શું મહાશયે તેમના પ્હેરણમાં કોઇ ચીજ-વસ્તુ સંતાડીને રાખી હતી કે શું?
  • નામ સુન કર ખુશી કા ઐ ‘ઉમ્મીદ’
    રંજ હોતા હૈ અબ ખુશી કૈસી?
    એ ‘ઉમ્મીદ’! હવે તો આનંદનું નામ સાંભળતા વેંત જ દુ:ખ થાય છે. હવે વળી આનંદ કેવો?
  • તૂર હો યા કલીમ હો મુઝ કો તો હૈ યહ દેખના,
    ઇશ્કો-હવિસ કા ફૈસલા તેરી નઝર ને કયા કિયા?
    તૂર પર્વત હોય કે મૂસા હોય, મારે તો કેવળ એટલું જાણવું છે કે જો તમને દૈવી પ્રકાશ લાધ્યો હોય તો પ્રેમ અને વાસના વચ્ચેના ફરકનો તમારી દૃષ્ટિએ શો ફેંસલો કર્યો?
  • જો દેખેં તો તડપેં, ન દેખે તો તરસેં, યહ સૂરત હૈ દેખેં જો સૂરત કિસી કી, કોઇનો ચ્હેરો જોવાવાળાની કેવી વલે થઇ છે તે તો જુઓ! જેમણે એમનું સૌંદર્ય જોયુ તે તડપવા લાગ્યો અને ન જોયું તે બાપડો તલપવા લાગ્યો.
  • ગુનાહ સે હૂં ખજિલ લેકિન, કભી તેરી તરહ ઝાહિદ, ખુદા બન કર નહીં કી હૈ ખુદા કી બંદગી મૈં ને.
    હું પાપ આચરવામાં ચોક્કસ શરમ અનુભવું છું. પણ એ તપસ્વી! મેં તારી જેમ જાતે ખુદા થઇને કયારેય ખુદાની બંદગી કરી નથી.
    ખુશી તો ઉન કી ખુશી હૈ કિ જિસ સે સબ કુછ હૈ, હમારે દિલ કી ખુશી કયા? હુઇ, હુઇ ન હુઇ!
    અરે ભાઇ! સાચો આનંદ તો એમનો છે જેનાથી સૌ ખુશ છે. આવા સંજોગોમાં મારા દિલની ખુશીનો કોઇ અર્થ રહેતો નથી. એ હોય તો ય શું? અને ન હોય તો ય શું?
    નાઝ હૈ યે કિ મોહબ્બત મેં બડા સબ્ર કિયા, પૂછિયે, સબ્ર ન કરતે તો ભલા કયા કરતે? મને એ વાતનો ગર્વ છે કે મેં પ્રેમની બાબતો પર ઘણી ધીરજ કેળવી છે. પણ કોઇ પૂછો તો ખરા કે મેં ધૈર્ય ન રાખ્યું હોત તો છેવટે હું શું કરી શકવાનો હતો?
    દિલ કી ઉલઝન ન પૂછિયે ‘ઉમ્મીદ’! હમ ન ખિલ્વત કે હૈ ન મહેફિલ કે. મને એકાંતમાં ફાવતું નથી અને મહેફિલમાં ગોઠતું નથી. મારાં હૃદયની મૂંઝવણ વિશે મને કશું પૂછશો નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button